ગુજરાત

gujarat

Ganeshotsav 2023 : પાટણમાં ગણેશ ઉત્સવને લઈને શ્રીજીની મૂર્તિઓને અપાઈ રહ્યો છે આખરી ઓપ, ભાવ કેટલો વધ્યો જૂઓ

By ETV Bharat Gujarati Team

Published : Sep 18, 2023, 6:32 PM IST

પાટણમાં મૂર્તિ બનાવનાર કારીગરો ગણેશોત્સવને લઇને કામગીરીમાં જોતરાયેલાં જોવા મળી રહ્યાં છે. ગણેશ ચતુર્થીને ગણતરીના કલાકો બાકી છે ત્યારે ગણેશ મૂર્તિઓને આખરી ઓપ આપતાં મૂર્તિકારો આ વર્ષે સારા ભાવને લઇ ઉત્સાહિત પણ છે.

Ganeshotsav 2023 : પાટણમાં ગણેશ ઉત્સવને લઈને શ્રીજીની મૂર્તિઓને અપાઈ રહ્યો છે આખરી ઓપ, ભાવ કેટલો વધ્યો જૂઓ
Ganeshotsav 2023 : પાટણમાં ગણેશ ઉત્સવને લઈને શ્રીજીની મૂર્તિઓને અપાઈ રહ્યો છે આખરી ઓપ, ભાવ કેટલો વધ્યો જૂઓ

સારા ભાવને લઇ ઉત્સાહ

પાટણ : ગણેશોત્સવને હવે ગણતરીના કલાકો બાકી રહ્યા છે. ત્યારે પાટણમાં મૂર્તિ બનાવનાર કારીગરો ભગવાન ગજાનનની નાના મોટા કદની અલગ અલગ મૂર્તિઓ બનાવવા વ્યસ્ત બન્યા છે. ગણેશની મૂર્તિઓને રંગરોગાન કરી આખરી ઓપ આપી રહ્યા છે. ખાસ કરીને માટીની મૂર્તિઓની માગ વધુ હોવાને કારણે મૂર્તિના ભાવમાં 10 ટકા જેટલો ભાવ વધારો પણ જોવા મળ્યો છે. પાટણમાં રુપિયા 10થી લઈને 8000 રૂપિયા સુધીની ગણેશની મૂર્તિઓ કારીગરો દ્વારા બનાવવામાં આવી છે.

ગણેશ મહોત્સવની તડાંમાર તૈયારીઓ : ઐતિહાસ્ક પાટણનગર એટલે લોકમેળા, વ્રતો અને ધાર્મિક ઉત્સવોની નગરી. શ્રાવણ માસમાં શિવ ભક્તિનો મહિમા પૂર્ણ થયા બાદ ભાદરવા સુદ ચોથથી ગણેશ મહોત્સવનો પ્રારંભ થવા જઇ રહ્યો છે. છેલ્લા દસ વર્ષથી પાટણમાં ગણેશોત્સવનો મહિમા વધ્યો છે. શહેરમાં વિવિધ મોહલ્લા, પોળો અને સોસાયટીઓમાં ગણેશજીની ત્રણ, પાંચ , સાત અને 11 દિવસ સુધી સ્થાપના કરી પૂજાઅર્ચના કરવામાં આવે છે.

10 ટકા જેટલો ભાવ વધારો

ગણેશ ચતુર્થીને ગણતરીના કલાકો બાકી : પરંપરાગત રીતે મૂર્તિ બનાવનાર પરિવારના કારીગરો ગણેશજીની નાના મોટા કદની મૂર્તિઓ બનાવવામાં વ્યસ્ત બન્યા છે. કારીગરો દ્વારા શ્રીજીની મૂર્તિઓને રંગાણ કરી સુશોભિત કરવામાં આવી રહી છે. ગણેશ મહોત્સવને લઈને પાટણના નગરજનોમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. અને વિવિધ દુકાનો પર જઈને મૂર્તિઓના ઓર્ડરો લોકો આપી રહ્યા છે. ખાસ કરીને માટીની મૂર્તિઓની માગ વિશેષ હોવાને કારણે કારીગરો દ્વારા માટીની મૂર્તિઓ બનાવવામાં આવી છે. ગત વર્ષ કરતા ઘરાગી સારી હોવાનું મૂર્તિકાર જણાવી રહ્યાં છે.

બે મહિના પહેલા શ્રીજીની નાના મોટા કદની મૂર્તિઓ બનાવવાના ઓર્ડરો અમોને મળ્યા છે. 90 ટકા જેટલી મૂર્તિઓનું બુકિંગ થયું છે. હજી પણ લોકો મૂર્તિના ઓર્ડરો આપવા માટે આવી રહ્યા છે. ગત વર્ષની સરખામણીમાં ચાલુ વર્ષે સારા એવા પ્રમાણમાં ઘરાગી છે. માટી લાવવાની મજૂરી ખર્ચ વધ્યો હોવાને કારણે મૂર્તિના ભાવમાં 10 ટકા જેટલો વધારો થયો છે. ખાસ કરીને 10 રૂપિયાથી માંડી 8000 રૂપિયા સુધીની કિંમતની મૂર્તિઓ બનાવી છે...નવીન ઓતિયા (મૂર્તિકાર)

શહેરીજનોમાં ઉત્સાહ : ઉત્સવનગરી પાટણમાં ગણેશ ઉત્સવને લઈને શહેરીજનોમા અનેરો ઉત્સાહ અને થનગનાટ જોવા મળી રહ્યો છે.શહેરની વિવિધ દુકાનો ઉપર લોકો હર્ષોલ્લાસ સાથે મૂર્તિ બનાવવાના ઓર્ડરો આપી રહ્યા છે. તો મહોલ્લા, પોળો અને સોસાયટીઓમાં શ્રીજીની પધરામણી માટેના પંડાલો પણ તૈયાર કરવામાં આવી રહ્યા છે.

  1. Valsad News: વલસાડમાં સનાતન ધર્મ સંસ્કૃતિને બચાવવા ધર્મ જાગરણ સમિતિ દ્વારા 300 ગણેશ પ્રતિમાનું વિતરણ
  2. Ganesh Chaturthi 2023 : ACT ફાઉન્ડેશની આગવી પહેલ, અમદાવાદીઓને મળશે નિઃશુલ્ક માટીના ગણપતિની મૂર્તિ
  3. Ganesh Chaturthi 2023: ન્યૂઝ પેપર અને ટીસ્યુ પેપરથી બનેલી ગણેશજીની ઇકો ફ્રેન્ડલી પ્રતિમા બની આકર્ષણનું કેન્દ્ર

ABOUT THE AUTHOR

...view details