ગુજરાત

gujarat

Rain in Navsari: ભારે વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારમાં લોકોના ઘરમાં પાણી ભરાયા

By

Published : Jul 2, 2022, 3:31 PM IST

નવસારીમાં સાર્વત્રિક વરસાદ(Rain in Navsari) વરસી રહ્યો છે. વરસાદને કારણે શહેર અને ઘણા ગ્રામ્ય વિસ્તારોમાં રસ્તાઓ ઉપર પાણી ભરાતા લોકોને હાલાકી (Rainfall in Gujarat)ભોગવવાનો વારો આવ્યો છે. જલાલપોર તાલુકાના ખરસાડ ગામના મોટા ભાગના રસ્તાઓ ઉપર પાણી ફરી વળ્યાં છે.

Rain in Navsari: ભારે વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારમાં લોકોના ઘરમાં પાણી ભરાયા
Rain in Navsari: ભારે વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારમાં લોકોના ઘરમાં પાણી ભરાયા

નવસારી: જિલ્લામાં મેઘ મહેર થતા સાર્વત્રિક વરસાદ (Universal rainfall in Navsari)વરસી રહ્યો છે. જિલ્લાના તમામ તાલુકા પાણીથી તરબોળ થયા છે. પરંતુ વરસાદને કારણે શહેર અને ઘણા ગ્રામ્ય વિસ્તારોમાં રસ્તાઓ ઉપર પાણી (Monsoon Gujarat 2022)ભરાતા નોકરિયાતો અને શાળા-કોલેજોમાં જતા લોકોને હાલાકી વેઠવી પડી છે. જલાલપોર તાલુકાના ખરસાડ ગામના(Rain in Navsari) મોટા ભાગના રસ્તાઓ ઉપર પાણી ફરી વળ્યાં છે.

લોકોના ઘરમાં પાણી ભરાયા

આ પણ વાંચોઃHeavy Rain in Surat: શરૂઆતના વરસાદમાં જ આ હાલત તો આગળ શું થશે...

લોકોને હાલાકી વેઠવી પડી -જેને કારણે નીચાણવાળા વિસ્તારમાં લોકોના ઘર અને કોઢારામાં પણ પાણી ભરાયા છે. લોકોએ પોતાનો ઘરનો સામાન વ્યવસ્થિત કર્યો છે, જ્યારે કોઢારામાં ઢોરને પાણીને કારણે બેસવામાં મુશ્કેલી પડી રહી છે. બીજી તરફ ગામમાં ગત રાતથી વીજળી નથી, જેને કારણે પણ લોકોએ અંધારામાં રહેવું પડ્યુ હતું. ત્યારે ગામમાં પાણી ભરાવાની વર્ષોની સમસ્યાના અસમાધાન માટે રસ્તાઓ ઊંચા બનાવ્યા તેમ છતાં પાણી ભરાતા લોકો તંત્ર સામે ફિટકાર વરસાવી રહ્યા છે.

આ પણ વાંચોઃમન મુકીને મેઘરાજા મહેરબાન, જાણો ક્યાં શહેરમાં કેટલો પડ્યો વરસાદ

નિરાકરણ આવવાને બદલે સમસ્યા વધી -ખરસાડ ગામથી આગળ ચીજગામ, કણીયેટ, ચોરમલા ભાઠા, કૃષ્ણપુર, કનેરા ગામો આવેલા છે. વર્ષોથી ખરસાડમાં પાણી ભરાવાને કારણે આગળના ગામોનો સંપર્ક તૂટી જાય છે. જે સમસ્યાના સમાધાન માટે ખરસાડનો રસ્તો બે ફુટ ઊંચો બનાવી બોક્સ કલવર્ટ તેમજ ખાડી પર નાનો પુલ બનાવવામાં આવ્યો છે. પરંતુ વર્ષોની સમસ્યાનું નિરાકરણ આવવાને બદલે સમસ્યા વધી ગઈ છે. કારણ પુલમાંથી જે પાણી પસાર થાય છે, ત્યાં આગળ 5 ફૂટથી ઓછી જગ્યા હોવાથી પાણીનો ભરાવો વધ્યો છે. જેથી ગામ આગેવાન સરકારી કામગીરી સામે પણ રોષ ઠાલવી રહ્યા છે. કારણ આગળના ગામોને 15 કિમીથી વધારાનો ચકરાવો મારવો પડે છે.

ABOUT THE AUTHOR

...view details