Heavy Rain in Surat: શરૂઆતના વરસાદમાં જ આ હાલત તો આગળ શું થશે...

By

Published : Jul 2, 2022, 11:41 AM IST

thumbnail

સુરતઃ શહેરમાં છેલ્લા ત્રણ દિવસથી ભારે વરસાદ પડી રહ્યો છે. તો છેલ્લા 24 કલાકમાં 10 ઈંચ વરસાદ (Heavy Rain in Surat) ખાબક્યો હતો. અહીં ગુરુવારે રાત્રે શરૂ થયેલો વરસાદ શુક્રવાર રાત સુધી ચાલુ રહ્યો હતો. આના કારણે શહેરના રસ્તાઓ તળાવ બની ગયા છે. જ્યારે ખાડીઓમાં તો પાણીનું સ્તર પર ખતરાની સપાટીએ (Water level at danger level) પહોંચી ગયું છે. અહીં સૌથી વધુ 12 ઈંચ વરસાદ વરાછા વિસ્તારમાં પડ્યો હતો. જ્યારે નીચાણવાળા વિસ્તારો અને સોસાયટીઓમાં પાણી ભરાયા હતા. તેના કારણે વાહનચાલકો અને સ્થાનિકોએ હાલાકી વેઠવી (Drivers in trouble in Surat) પડી હતી. જોકે, હજી પણ એક સપ્તાહ સુધી વરસાદ ચાલશે. તેવી ચેતવણી આપવામાં આવી છે. જ્યારે શુક્રવારે છેલ્લા 14 દિવસના વરસાદ કરતાં 3 ઈંચ વધુ વરસાદ પડ્યો હતો. તો ભારે વરસાદના કારણે નાનપુરા, કાદરશાહ કી નાળ, સાગરમપુરા, નવસારી બજાર, ચોક બજાર, વેડ દરવાજા, કતારગામ, હોડી બંગલો, અમરોલી, મોટા વરાછા, નાના વરાછા, કામરેજ, ડીંડોલી, લિંબાયત, ઉધના, પાંડેસરા અને અન્ય ઘણા વિસ્તારોમાં પાણી (Heavy Rain in Surat) ભરાયું હતું. હવામાન વિભાગ અનુસાર, શનિવારે સવારે મહત્તમ તાપમાન 27.8 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 24.6 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. જ્યારે ભેજનું પ્રમાણ 98 ટકા હતું અને પવનની ઝડપ દક્ષિણ પશ્ચિમ દિશામાંથી 6 કિમી પ્રતિકલાકની ઝડપે નોંધાઈ હતી. તો ગુરુવારે મહત્તમ તાપમાન 32.2 ડિગ્રી સેલ્સિયસ હતું. શુક્રવારે મહત્તમ તાપમાનમાં 5 ડિગ્રીનો ઘટાડો નોંધાયો હતો. અહીં કુલ 8 ઝોનમાંથી સૌથી વધુ એ અને બીમાં 12 ઈંચ વરસાદ ખાબક્યો હતો. જ્યારે વરસાદના કારણે રસ્તાઓની પણ બિસ્માર હાલત થઈ છે. તો કતારગામ રાશી સર્કલ પાસે રોડમાં ખાડા પડવાની તેમ જ રોડ બેસી જવાની ઘટના બની હતી. અહી રોડ રસ્તાની હાલત એવી છે કે, અકસ્માતની ઘટના પણ બની શકે તેમ છે. તો અહીં વરસાદના કારણે વાહનચાલકોને મુશ્કેલી (Drivers in trouble in Surat) પડતાં તેમનામાં રોષ જોવા મળ્યો હતો. આ સાથે જ તંત્રની પોલ ખૂલી ગઈ હતી.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.