ગુજરાત

gujarat

Non Seasonal Rain in Gujarat : કમોસમી વરસાદની આગાહીને લઈને નવસારીના ખેડૂતોની ચિંતા વધારી

By

Published : Jan 22, 2022, 12:38 PM IST

રાજ્યમાં કમોસમી વરસાદ આગાહીને (Non Seasonal Rain in Gujarat) લઈને ખેડુતોમાં ચિંતાઓ સતત વધી રહી છે. ગત દિવસોમાં કમોસમી માવઠું થયા બાદ હવામાન વિભાગે કમોસમી વરસાદ આગાહી કરી છે. એવામાં કમોસમી માવઠાને લઈને નવસારીના (Unseasonal Rain in Navsari) ખેડુતો ભારે ચિંતામાં મુકાયા છે.

Non Seasonal Rain in Gujarat : કમોસમી વરસાદની આગાહીને લઈને નવસારીના ખેડૂતોની ચિંતા વધારી
Non Seasonal Rain in Gujarat : કમોસમી વરસાદની આગાહીને લઈને નવસારીના ખેડૂતોની ચિંતા વધારી

નવસારી : રાજ્યમાં બદલાતા વાતાવરણ વચ્ચે અનેક વિસ્તારેમાં ખેડૂતોની મુશ્કેલીઓ (Farmers Worried over Unseasonal Rains) સતત વધી રહી છે. ગત દિવસોમાં કમોસમી માવઠું થયા બાદ ફરી હવામાન વિભાગે 22 જાન્યુઆરીએ કમોસમી વરસાદ થવાની આગાહી(Rainfall Forecast in Gujarat) કરતા નવસારીના ખેડૂતોની ચિંતા વધી છે.

ખેડૂતોની ચિંતામાં વધારો

મોસમી વરસાદની આગાહીને લઈને નવસારીના ખેડૂતોની ચિંતા વધારી

ગ્લોબલ વોર્મિંગની અસર હવે વાતાવરણ ઉપર પણ જોવા મળી રહી છે. જેને કારણે ગત 10 વર્ષોમાં ઋતુચક્ર સતત બદલાતું રહ્યું છે. જુલાઈ બાદ શરૂ થતો વરસાદ મોડે સુધી રહે તો ખેડૂતોની મુશ્કેલી વધી જાય છે. તેમાં પણ ચોમાસા બાદ સમયાંતરે થતો કમોસમી વરસાદ(non seasonal rain in Gujarat) ખેડૂતોની ચિંતા વધારી દે છે. હાલમાં પણ હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાતમાં 22 જાન્યુઆરીથી કમોસમી વરસાદ (Unseasonal Rain in Navsari) પડવાની સંભાવના દર્શાવવામાં આવી છે. જેને કારણે નવસારીના શાકભાજી પકવતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે.

આ પણ વાંચોઃMeteorological Department : હવામાન વિભાગે કરી વરસાદની આગાહી, પર્વતોમાં વધુ થશે બરફવર્ષા

કેરી, ડાંગર, શેરડી નુકસાનીની ભીતિ

કમોસમી વરસાદની આગાહીને લઈને નવસારીના ખેડૂતોની ચિંતા વધારી

નવસારીમાં કમોસમી માવઠું થાય તો ફળોનો રાજા કહેવાતી કેરીના મોર પણ ખરવા સાથે ફૂગજન્ય રોગ લાગી શકે છે. તેમજ ઉનાળુ ડાંગરની રોપણીની તૈયારી થઈ છે, જેમાં વરસાદ આવે તો જમીન ભેજવાળી રહેતા વાવણીમાં પણ મુશ્કેલી સર્જાવાની ભીતિ છે. શેરડીના પાકમાં પણ કમોસમી માવઠું નુકસાની (Damage to Crops due to Unseasonal Rains) સમાન બની શકે, એવી ચિંતા ખેડૂતોને સતાવી રહી છે.

આ પણ વાંચોઃWeather Change : દેવભૂમિદ્વારકાના માછીમારોને ખરાબ વાતાવરણના કારણે 22 જાન્યુઆરી સુધી દરિયો ન ખેડવા સૂચના

ABOUT THE AUTHOR

...view details