ગુજરાત

gujarat

Classical music training: નવસારીમાં વિદ્યાર્થીઓને ઘરાના પ્રમાણે તબલાવાદન શીખવાની તક

By

Published : Mar 4, 2022, 4:52 PM IST

નવસારીમાં ભારતીય સંસ્કૃતિમાં ગુરૂ-શિષ્ય પરંપરા(Classical music in Indian culture)રહી છે. જેમાં આજે પણ આ પરંપરા શાસ્ત્રીય સંગીત ક્ષેત્રમાં(Classical music training) જોવા મળે છે. નવસારીમાં તબલામાં નિપુણતા ધરાવનાર પંકજ નાયક દ્વારા પણ આ ગુરૂ શિષ્ય પરંપરાને આગળ ધપાવી છે. ત્યારે તબલવાદનમાં શિષ્યોની પારંગતતા દર્શાવવા કામેશ્વર મહાદેવના સાનિધ્યમાં તાલયજ્ઞ યોજ્યો હતો.

Classical music training: નવસારીમાં રાષ્ટ્રીય સ્તરના તબલાવાદનનું વિદ્યાર્થીઓને શિક્ષણ અપાયું
Classical music training: નવસારીમાં રાષ્ટ્રીય સ્તરના તબલાવાદનનું વિદ્યાર્થીઓને શિક્ષણ અપાયું

નવસારી:જિલ્લામાં ઘણા સંગીતજ્ઞ થયા છે. પરંતુ શાસ્ત્રીય સંગીતની યોગ્ય તાલીમ લેવા માટે વિદ્યાર્થીએ મુંબઈ, વડોદરા કે અમદાવાદ જવુ પડે છે. ખાસ કરીને ગાયનમાં સરળતાથી ગુરૂ મળી જતા હોય છે. પણ વાદનમાં સિદ્ધહસ્ત ગુરૂ મળવા (Classical music training)મુશ્કેલ હોય છે. જેમાં પણ તબલા વગાડવા ઘણા ટફ હોય છે અને એની સુવ્યવસ્થિત તાલીમ ઘરાના અનુસાર (Classical music in Indian culture)અને તે પણ મુંબઇ કે વોડદરા જેવા મોટા શહેરોમાં જ મળતી હોય છે. ત્યારે શાસ્ત્રીય ઢબ અને ગુરૂ શિષ્ય પરંપરા અનુસાર તબલા શીખવી(National level tabla playing in Navsari)રહેલા પંકજ નાયકના વિદ્યાર્થીઓ દ્વારા ગડત સ્થિત કામેશ્વર મહાદેવના સાનિધ્યમાં તાલયજ્ઞ કર્યો હતો.

શાસ્ત્રીય સંગીતની તાલીમ

રાષ્ટ્રીય સ્તરનું તબલાવાદન

જેમાં તબલાના કાયદા, રેલા સહિત સુગમ સંગીતમાં તબલાની સંગત પણ કરવામાં આવી હતી. ત્યારે સંગીતમાં આગળ વધવા મુંબઈ કે વડોદરા જવુ ઘણા વિદ્યાર્થીઓનું સપનું જ રહી જતુ હોય છે. નવસારીમાં રાષ્ટ્રીય સ્તરનું તબલાવાદન શીખવા મળવાથી વિદ્યાર્થીઓએ પણ ખુશી વ્યક્ત કરી હતી. ઉલ્લેખનિય છે કે, તબલા શીખનાર ઘણા વિદ્યાર્થીઓ પ્રોફેશનલી તબલાવાદક તરીકે પોતાની કારકિર્દી પણ ઘડી રહ્યા છે.

આ પણ વાંચોઃ40મો સપ્તક શાસ્ત્રીય સંગીત મહોત્સવ પંડિત રવિશંકરને સમર્પિત કરાશે

શાસ્ત્રીય ઢબે તબલાવાદન

ભારતના પ્રસિદ્ધ સ્વ. ઉસ્તાદ અલ્લારખાં ખાન અને પંડિત સુધીર મયંકરજી પાસે ગુરૂ શિષ્ય પરંપરાથી તબલાવાદન શીખેલા પંકજ નાયકે દક્ષિણ ગુજરાતમાં શાસ્ત્રીય ઢબે તબલાવાદન શીખવું મુશ્કેલ હોવાનું જાણ્યા બાદ નવસારીમાં જ શીખવવાના પ્રયાસો આરંભ્યા અને તેમને સફળતા પણ મળી છે. પંકજભાઈ દ્વારા ઘણા વિદ્યાર્થીઓને ઘરાના પ્રમાણે તબલાવાદન શીખવવામાં આવે છે અને તેમના દ્વારા તાલીમબદ્ધ વિદ્યાર્થીની પ્રતિભાને વાલીઓ અને સંગીત રસિયાઓ સામે પ્રદર્શિત કરવામાં આવી હતી, જેને ઉપસ્થિતોએ મનભરીને માણી હતી.

આ પણ વાંચોઃશાસ્ત્રીય સંગીત અને નૃત્યના સંગમ સાથે ફેલાવી કોરોના વિશે જાગૃતિ

ABOUT THE AUTHOR

...view details