ગુજરાત

gujarat

સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે બારકોડ સ્કેન નહીં થતા પ્રવાસી છેતરાયાનો કિસ્સો આવ્યો સામે

By

Published : Dec 26, 2019, 10:12 PM IST

નર્મદાઃ સ્ટેચ્યુ ઓફ યુનિટી પર નાતાલની રાજાઓમાં પ્રવાસીઓનો ધસારો વધ્યો છે. વ્યૂ ગેલેરીની ટિકિટો 31 ડિસેમ્બર સુધીની હાઉસ ફૂલ થઇ જતા તંત્ર દ્વારા સુરક્ષા સાથે વ્યવસ્થામાં પણ વધારો કરવામાં આવ્યો છે. પ્રવાસીઓ નવા વર્ષની ઉજવણી વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા કેવડિયા ગાળવાનું પસંદ કરે છે. જો કે, આ તમામ વચ્ચે એક નવો કિસ્સો સામે આવ્યો છે. જેમાં પ્રવાસીઓ અથવા તો તેમના એજન્ડ વ્યુઇંગ ગેલેરી જોવા માટે અવનવા કિમીયાઓ અપનાવી રહ્યા છે. તેઓ અન્ય પ્રવાસીઓની ટિકિટોની ઝેરોક્ષ કરીને વ્યુઇંગ ગેલેરી જોવા માટેની લાઇનમાં લાગી જાય છે.

narmada
સ્ટેચ્યુ ઓફ યુનિટી પર નાતાલની રાજાઓમાં પ્રવાસીઓનો ધસારો

મોટા પ્રમાણમાં ટિકિટનાં બારકોડ સ્કેન નહીં થતા આ મુદ્દો તંત્રના ધ્યાને આવ્યો હતો. જો કે બારકોડ સ્કેન નહીં થતા સંબંધિત અધિકારીઓ દ્વારા પ્રવાસીઓને અટકાવવામાં આવ્યા હતા. ત્યારે પ્રવાસીઓ અને અધિકારીઓ વચ્ચે ઘર્ષણ પણ થયું હતું, એક જ ટિકિટને ત્રણ વાર ઝેરોક્ષ કાઢી એજન્ટો પ્રવાસીઓને ટિકિટ વેંચી દે છે ત્યારે આ બાબતે સ્ટેચ્યુ ઓફ યુનિટીના જોઈન્ટ CEO એ ઈટીવી ભારત સાથેની વાતમાં જણવ્યું હતું કે, પ્રવાસીઓએ ટિકિટ કોઈ એજન્ટ પાસેથી નહીં લેવી જોઈએ.

સ્ટેચ્યુ ઓફ યુનિટી પર નાતાલની રાજાઓમાં પ્રવાસીઓનો ધસારો

જો પ્રવાસીઓ અમારી વેબસાઈડ sou tikit .com પરથી લેતો ઓરીજીનલ ટિકિટ મળી શકશે. જોકે અધિકારીઓ દ્વારા વિસ્તૃત તપાસ કરવામાં આવતા સમગ્ર મુદ્દો પ્રકાશમાં આવ્યો હતો. આ અંગે સંબંધિત અધિકારીઓને જાણ કરવામાં આવતા ઉચ્ચ અધિકારીઓ પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. તેમણે સમગ્ર મુદ્દે સમજાવટથી મામલો થાળે પાડ્યો હતો.

ABOUT THE AUTHOR

...view details