ગુજરાત

gujarat

Vadodara News: વિદેશપ્રધાન એસ જયશંકરે લીધી નર્મદાની મુલાકાત, કહ્યું લોકલ ડેસ્ટિનેશનને પ્રમોટ કરો

By

Published : May 27, 2023, 1:47 PM IST

વિદેશપ્રધાન એસ.જયશંકર શુક્રવારે બે દિવસની ગુજરાત મુલાકાતે આવ્યા હતા. જ્યાં તેમણે વડોદરા શહેરની મુલાકાત લીધી હતી. જે દરમિયાન તેઓ સંસદ આદર્શ ગ્રામ યોજના હેઠળ દત્તક લીધેલા કેટલાક ગામોમાં ગયા હતા. ગુજરાતના રાજ્યસભાના સભ્ય જયશંકર અહીં નજીકના આદિવાસી બહુલ નર્મદા જિલ્લાના રાજપીપલા શહેરમાં જવા રવાના થયા હતા. તેમણે જિલ્લાના ચાર ગામોની મુલાકાત લીધી

વિદેશ મંત્રી એસ જયશંકર નર્મદા ના 2 દિવસ ની મુલાકાતે
વિદેશ મંત્રી એસ જયશંકર નર્મદા ના 2 દિવસ ની મુલાકાતે

વિદેશપ્રધાન એસ જયશંકર નર્મદાના 2 દિવસની મુલાકાતે

નર્મદા: કોઇ પણ નેતાઓ જયારે ગુજરાતાની મુલાકાત લે છે ત્યારે જનતાને આશા હોય છે કે, કંઇક તો આપણા માટે સારૂ કરીને જશે. હાલ ગુજરાતની મુલાકાતે આવેલા ડૉ.સુબ્રમણ્યમ જયશંકરે જુદી જુદી સ્કૂલની મુલાકાત કરી હતી. વડોદરાની મુલાકાતે આવેલા દેશના વિદેશ પ્રધાને દિલ ખોલીને સમગ્ર પ્રાંત વિશે વાત કરી હતી. આજે પ્રથમ તેઓએ તિલકવાડા તાલુકામાં સાંસદ આદર્શ ગામ યોજના હેઠળના વ્યાધર ગામની મુલાકાત લીધી હતી. જેમાં તેમણે થેયલા વિકાસ અંગે પણ મોટી સ્પષ્ટતા કરી છે. તેમણે કહ્યું કે, કોલેજમાં પહેલી વખત ગયો ત્યારે છોકરીઓ જીમનાસ્ટિક કરી રહી હતી. તમને જે સુવિધા આપવામાં આવે તો એમની પ્રગતિ થઈ શકે છે. સમગ્ર સ્ટેટની ત્યાં ટ્રેનિંગ થઈ રહી હતી.

વિદેશ મંત્રી એસ જયશંકર નર્મદા ના 2 દિવસ ની મુલાકાતે

"વૉક કરનારા આવતા મારી ઉંમરના લોકો સાથે પણ મુલાકાત કરી, હું તો રાત્રે પણ વૉક કરૂ છું. જે લર્નિંગ પ્રોસેસ છે એ ફિટનેસ અંગેનું માઈન્ડ સેટ એ હેલ્ધી ભારતને બનાવે છે. મને જે પરિવર્તન જોવા મળ્યા જે મારી સાથે જોડાયેલા હતા. ગત વર્ષે સપ્ટેમ્બરમાં કેવડિયામાં જોયું તો ઘણી નવી હોટલ બની ચૂકી છે. આઠ મહિનામાં ઘણું મોટું પરિવર્તન થયું છે. વિકાસ થયો છે. સ્કિલ સેન્ટરમાં ઘણી પ્રગતિ થઈ છે. એનું ભૂમિ પૂજન મેં કર્યું હતું. વેગ મળે એવું કામ કરવા માટે વિચારણા કરી રહ્યા છીએ"-- ડૉ.સુબ્રમણ્યમ જયશંકર (કેન્દ્રીય વિદેશ પ્રધાન)

પ્રચાર-પ્રમોટ કરવું જોઈએ: ડૉ.સુબ્રમણ્યમ જયશંકર વધુ માહિતી આપતા જણાવ્યું હતું કે, આપણા દેશમાં ઘણી વસ્તુઓ એવી છે. જેમાં બીજાનો પરિચય નથી કરાવતા, એટલા માટે જ મોદી કહે છે કે, ડોમેસ્ટિક ટુરિઝમ વધશે તો ઈન્ટરનેશનલ ટુરિઝમ આવશે. એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં લોકો જાય એ જરૂરી છે. હું દિલ્હી જઈને પણ આ અંગેની વાત કરીશ. વરસાદી સીઝનની પણ વાત કરીશ. મેં એના ફોટો પણ જોયા છે. આ બધુ આપણે જ તૈયાર કરવાનું છે. જેથી પ્રવાસન વધે, ત્યારે આ હાઈવે તૈયાર થઈ જશે. એની પણ સીધી અસર થશે. કેવડિયા ને પણ ફાયદો થશે. ગુજરાતના હિલ સ્ટેશનમાં ગયો એવું કહીશ તો કોઈ માનશે નહીં. પણ હિલ સ્ટેશન છે. ગુજરાતમાં. લોકો એનો પ્રચાર કરવો જોઈએ. લોકો પણ પ્રચાર-પ્રમોટ કરવું જોઈએ. જેની અસર લોકો પર થશે.

વિદેશ મંત્રી એસ જયશંકર નર્મદા ના 2 દિવસ ની મુલાકાતે

ગુજરાતમાં પણ હિલસ્ટેશનઃવડોદરા જિલ્લાના સાગબારા તાલુકાના માલ-સામોટ ગામ પણ પ્રવાસન સ્થળ અને હિલ સ્ટેશન તરીકે વિકસી શકે અને તેનો વિકાસ થશે. ગુજરાતના હિલ સ્ટેશન તરીકે માલ-સામોટ પ્રખ્યાત થશે. તેવો આશાવાદ તેમને પ્રગટ કર્યો હતો.આજથી આઠ મહિના પહેલા તેઓ પ્રધાનમંત્રી સાથે નર્મદા જિલ્લામાં આવ્યા હતા. હવે આઠ મહિના બાદ આવ્યા છે. ત્યારે જિલ્લામાં ઘણો તફાવત જોવા મળે છે. જિલ્લા એ ખુબ પ્રગતિ કરી હોવાની વાત તેમણે કરી હતી.

  1. Dr S Jaishankar: EAM એસ જયશંકર ગુજરાતની બે દિવસીય મુલાકાતે વડોદરા આવી પહોંચ્યા
  2. કેન્દ્રીય વિદેશ પ્રધાન ડો.એસ.જયશંકરનું વડોદરા એરપોર્ટ પર કરાયું ભવ્ય સ્વાગત
  3. PM મોદીએ વિદેશ નીતિને નાગરિકકેન્દ્રી, વિકાસકેન્દ્રી અને સુરક્ષાકેન્દ્રી બનાવી છે, VNSGUમાં વિદેશ પ્રધાનનું નિવેદન

ABOUT THE AUTHOR

...view details