ગુજરાત

gujarat

કચ્છથી કેવડીયા સુધીની બાઈક રેલી મોરબી જીલ્લામાં પહોંચતા ભવ્ય સ્વાગત કરાયું

By

Published : Oct 21, 2021, 7:48 PM IST

ગુજરાત પોલીસ(Gujarat Police) દ્વારા રાષ્ટ્રીય એકતા દિવસ (National Unity Day)નિમિતે સરદાર પટેલની જન્મ જયંતી નિમિતે પશ્ચિમ કચ્છના લખપતથી કેવડીયા (નર્મદા) સુધી બાઈક રેલીનું આયોજન કરવામાં આવ્યું હોય જે બાઈક રેલી(Bike Rally) આજે મોરબી જીલ્લામાં આવી પહોંચતા ભવ્ય સ્વગાત કરવામાં આવ્યું હતું.

કચ્છથી કેવડીયા સુધીની બાઈક રેલી મોરબી જીલ્લામાં પહોંચતા ભવ્ય સ્વાગત કરાયું
કચ્છથી કેવડીયા સુધીની બાઈક રેલી મોરબી જીલ્લામાં પહોંચતા ભવ્ય સ્વાગત કરાયું

  • મોરબીના માર્ગો પર બાઈક રેલીની ભવ્ય સ્વાગત
  • 25 જવાનો સાથે બાઈક રેલી મોરબી પહોચી
  • બાઈક રેલીઓનું અધિકારીઓ દ્રારા આલિશાન આવકાર

મોરબીઃ 25 પોલીસ જવાનો સાથેની બાઈક રેલી આજે મોરબી જીલ્લામાં આવી પહોંચી હતી.ત્યારે ગુજરાત પોલીસ(Gujarat Police) દ્વારા રાષ્ટ્રીય એકતા દિવસ નિમિતે સરદાર પટેલ(Sardar Patel)ની જન્મ જયંતી નિમિતે પશ્ચિમ કચ્છના લખપતથી કેવડીયા (Lakhpat to Kevadia) (નર્મદા) સુધી બાઈક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જે બાઈક રેલી આજે મોરબી(Morbi) જીલ્લામાં આવી પહોંચતા ભવ્ય સ્વગાત કરવામાં આવ્યું હતું.

ઠેર ઠેર બાઈક રેલીનું ગૌરવવાળું સ્વાગત કરાયું

આજે મોરબી જીલ્લામાં બાઈક રેલી પ્રવેશતા પ્રથમ માળિયા હાઈવે પર ગેલોપ્સ હોટેલ ખાતે ભવ્ય સ્વાગત કરાયું હતું. તો બપોરે મોરબી આવી પહોંચતા મોરબીના મુખ્ય માર્ગો પર ફરી હતી. મોરબીના વેપારીઓએ(The merchants of Morbi), આગેવાનોએ રેલીનું ભવ્ય સ્વાગત કર્યું હતું. ઉપરાંત મોરબીના માર્કેટિંગ યાર્ડ ખાતે રાજકીય અગ્રણીઓની ઉપસ્થિતિમાં સ્વાગત કરવામાં આવ્યું હતું. બાદમાં રેલી ટંકારા તરફ પ્રસ્થાન થઇ હતી. જ્યાં ટંકારા ગ્રીન વેલી સ્કૂલ ખાતે સ્વાગત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

કચ્છથી કેવડીયા સુધીની બાઈક રેલી મોરબી જીલ્લામાં પહોંચતા ભવ્ય સ્વાગત કરાયું

અધિકારીઓ-પદાધિકારીઓ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા

મોરબી જીલ્લામાં વિવિધ સ્થળે સ્વાગત કરતી વેળાએ સાંસદ(Morbi Member of Parliament) મોહનભાઈ કુંડારિયા, ભાજપ પ્રમુખ દુર્લભજીભાઈ દેથરીયા, જયુભા જાડેજા, મોરબી જીલ્લા એસપી એસઆર ઓડેદરા, ડીવાયએસપી રાધિકા ભારાઈ, ડીવાયએસપી મુનાફખાન પઠાણ અને ડીવાયએસપી હર્ષ ઉપાધ્યાય તેમજ સમગ્ર બાઈક રેલીના સંચાલન માટે પીઆઈ જેએમ આલ, પીઆઈ વિરલ પટેલ, પીએસઆઈ એનએચ ચુડાસમા સહિતની ટીમ જોડાઈ હતી.

મોરબીના મહિલા ડીવાયએસપી, પીઆઈએ બાઈક ચલાવ્યા

ગુજરાત પોલીસ દ્વારા આયોજિત બાઈક રેલી આજે મોરબી પહોંચી હોય ત્યારે મહિલા ડીવાયએસપી રાધિકા ભારાઈ, ડીવાયએસપી મુનાફ ખાન પઠાણ તેમજ બી ડીવીઝન પીઆઈ વિરલ પટેલે શહેરના મુખ્ય માર્ગો પર બાઈક ચલાવ્યું હતું અને બાઈક રેલીમાં હર્ષભેર જોડાયા હતા તો શહેરના વેપારીઓ અને નાગરિકોએ બાઈક રેલીનું ઉમળકાભેર સ્વાગત કર્યું હતું.

આ પણ વાંચોઃ રાષ્ટ્રીય એકતા દિવસના અનુસંધાને લખપતથી કેવડીયા બાઈક રેલીનું પ્રસ્થાન કરાયુ

આ પણ વાંચોઃ Rising coal prices: કોલસાની અછતે મોરબીના પેપરમિલ ઉદ્યોગની દશા બગાડી, ઉત્પાદન કાપના સંજોગો

ABOUT THE AUTHOR

...view details