રાષ્ટ્રીય એકતા દિવસના અનુસંધાને લખપતથી કેવડીયા બાઈક રેલીનું પ્રસ્થાન કરાયુ

author img

By

Published : Oct 20, 2021, 3:17 PM IST

રાષ્ટ્રીય એકતા દિવસના અનુસંધાને લખપતથી કેવડીયા બાઈક રેલીનું પ્રસ્થાન કરાયુ

31 ઓકટોબર એટલે લોખંડી પુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ(Birthday of Vallabhbhai Patel), 31 ઓકટોબરને રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ચાલુ વર્ષે કેવડીયા(Kevadia) ખાતે રાષ્ટ્રીય કક્ષાના કાર્યક્રમની ઉજવણી થવાની છે. ત્યારે રાષ્ટ્રીય એકતા દિવસ(National Unity Day)ના ઉપલક્ષમાં દેશના ચાર ઝોનમાંથી બાઈક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. પશ્ચિમ ઝોનની રેલી કચ્છના લખપત ખાતેથી શરૂ થતા તેને ગુજરાત વિધાનસભાના અધ્યક્ષા ડો. નિમાબેન આચાર્યએ સ્ટાર્ટ અપાવ્યો હતો અને આજે આ બાઈક રેલી ભુજ(Bike Rally Bhuj) ખાતે આવી પહોંચી હતી.

  • સરદાર પટેલની 146મી જન્મ જયંતી નિમિત્તે રાષ્ટ્રીય એકતા બાઇક રેલીનું પ્રસ્થાન
  • એક ભારત શ્રેષ્ઠ ભારતના સંકલ્પને સાર્થક કરતી આ યાત્રા
  • બાઈક રેલીનો સંદેશ રાષ્ટ્રીય એકતા અને અખંડિતતાનો

કચ્છઃ સમગ્ર વિશ્વમાં એકતાનો સંદેશ પુરો પાડવાના આશયથી રાષ્ટ્રીય એકતા દિવસ(National Unity Day)ની ઉજવણી કરવામાં આવે છે અને તેના ભાગરૂપે જ લખપતથી કેવડિયા(Lakhpat to Kevadia) (નર્મદા) સુધી યોજાનારી બાઈક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે.565 રજવાડા(565 kingdoms)ઓને એક કરી સરદાર વલ્લભભાઈ પટેલે અખંડ ભારતનું નિર્માણ કર્યું હતું. અખંડ ભારત નિર્માણના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલના સન્માનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્ટેચ્યુ ઓફ યુનિટી(Statue of Unity)નું નિર્માણ કરાવી સાચી સ્મરણાંજલિ અર્પી છે.

25 બાઈક જવાનો 1170 કિ.મી.નું અંતર કાપી કેવડીયા પહોંચશે

આ બાઈક રેલી 1170 કિમીનું અંતર કાપી 25 બાઈક સવારો કેવડિયા પહોંચશે. દેશના કુલ 4 ઝોનમાંથી રેલીનું આયોજન કરવામાં આવ્યું છે.આ રેલીમાં જોડાયેલા 25 પોલીસ જવાનોમાં 6 મહિલા કર્મીઓનો પણ સમાવેશ થયો છે. આ બાઈક રેલી ગાંધીધામ, રાજકોટ, અમદાવાદ, નડિયાદ,આણંદ, ભરૂચ, સુરત થઈ 26મી કેવડિયા પહોંચશે આ બાઈક રેલીનું માર્ગમાં ઠેર-ઠેર સન્માન કરવામાં આવી રહ્યું છે અને 31મીના વિશ્વ રાષ્ટ્રીય એકતા દિવસના કાર્યક્રમમાં ભાગ લેશે.

બાઈક રેલીથી સરદાર વલ્લભભાઈ પટેલના આદર્શો જન જન સુધી પહોંચશે

રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીથી એક ભારત શ્રેષ્ઠ ભારતનો સંકલ્પ સાકાર થયો છે. સમગ્ર વિશ્વમાં ભારતની એકતાનો સંદેશ પહોંચી રહ્યો છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીના નિર્માણથી વિશ્વભરમાં સરદાર વલ્લભભાઈ પટેલ(Sardar Vallabhbhai Patel)નું નામ અમર થયું છે. ઉપરાંત ધરતીપુત્રોના વણ વપરાયેલા 135 મેટ્રીક ટન ઓજારોથી સ્ટેચ્યુ ઓફ યુનિટીનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ બાઈક રેલી થકી સરદાર વલ્લભભાઈ પટેલના આદર્શો જન જન સુધી પહોંચશે. લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલના નિર્ણય થકી અખંડ ભારતનો નિર્માણ થયું છે. સરહદનું રખોપું કરતા જવાનો થકી દેશની પ્રજા સલામત અને સુરક્ષીત છે.

રાષ્ટ્રીય એકતા દિવસના અનુસંધાને લખપતથી કેવડીયા બાઈક રેલીનું પ્રસ્થાન કરાયુ

પશ્ચિમ કચ્છ પોલીસ વડાએ સૌ પોલીસ જવાનોને બિરદાવ્યા

લખપતથી કેવડીયા સુધી 1170 કિલોમીટર લાંબી રેલી કાલે પ્રારંભ થઇ છે અને 26મી ઓક્ટોબર કેવડીયા પહોચશે. ત્યાં સુધી વિવિધ સ્થળોએ તેમનું સ્વાગત સન્માન થશે. સરદાર વલ્લભભાઈ પટેલની રાષ્ટ્ર ભાવનાને ઉજાગર કરનાર આ ઐતિહાસિક ક્ષણ છે. ગુજરાત અને પશ્ચિમ કચ્છ પોલીસ(Kutch Police) દ્વારા સરદાર પટેલને આદરાંજલી આપવાનો મોકો ગુજરાત પોલીસને મળ્યો છે તે ગુજરાત પોલીસનું સૌભાગ્ય છે. આ રેલીમાં જોડાનાર પોલીસ રાઈડરોના મનોબળ વધારવા માટે તેમજ સરદાર પટેલ સાહેબની રાષ્ટ્રીય ભાવનાને વધુ મજબૂત કરવા માટે પશ્ચિમ કચ્છ પોલીસ વડાએ સૌને બિરદાવ્યા હતા.

જુદાં જુદાં અગ્રણીઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા

આ કાર્યક્રમમાં પશ્ચિમ કચ્છ પોલીસ વડા સૌરભસિંઘ, Dysp જે એન પંચાલ, નાયબ પોલીસ અધિક્ષક બીએમ દેસાઈ, સરકારી વકીલ કલ્પેશ ગોસ્વામી, સાંસદ વિનોદભાઈ ચાવડા, ભુજ નગરપાલિકાના પ્રમુખ, ભુજ તાલુકા પંચાયતના પ્રમુખ, નાયબ કલેકટર, નિવાસી અધિક કલેકટર, કચ્છ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર અને અન્ય અગ્રણીઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

આ પણ વાંચોઃ 'રાષ્ટ્રીય ગતિ-શક્તિ પ્રોજેક્ટ' હેઠળ દેશના બંદરો ઉપર માળખાગત સુવિધાઓ વિકસાવવા કેન્દ્ર સરકાર પ્રતિબદ્ધ : સર્વાનંદ સોનોવાલ

આ પણ વાંચોઃ મેજર જનરલ મોહિત વાધવાએ ગોલ્ડન કટાર ડિવિઝનના કમાન્ડ તરીકે કાર્યભાર સંભાળ્યો

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.