ગુજરાત

gujarat

Power cut in Morbi : મોરબીના ઔદ્યોગિક એકમોમાં વીજ પુરવઠામાં કાપ, જાણો શું છે પ્રતિક્રિયા

By

Published : Mar 30, 2022, 9:10 PM IST

મોરબીમાં બુધવારે સ્ટેગરિંગ ડે પર ઉદ્યોગોમાં વીજકાપ (Power cut in Morbi )રાખવામાં આવ્યો છે. ઉદ્યોગકારો દ્વારા આ સ્ટેગરિંગ ડે પરના વીજકાપ પર પ્રતિક્રિયા (Reaction of Industrialists on power cuts)આપવામાં આવી હતી.

Power cut in Morbi : મોરબીના ઔદ્યોગિક એકમોમાં વીજ પુરવઠામાં કાપ, જાણો શું છે પ્રતિક્રિયા
Power cut in Morbi : મોરબીના ઔદ્યોગિક એકમોમાં વીજ પુરવઠામાં કાપ, જાણો શું છે પ્રતિક્રિયા

મોરબીઃ આજે બુધવારે સ્ટેગરિંગ ડે પર ઉદ્યોગોમાં વીજકાપ (Power cut in Morbi )રાખવામાં આવ્યો છે. હાલ ગેસની સમસ્યા હજુ પૂર્ણ થઇ નથી ત્યાં વીજળીની સમસ્યા ઉદભવી છે. પીજીવીસીએલએ ઔદ્યોગિક કનેકશનોમાં દર બુધવારે વીજકાપની જાહેરાત કરતા ઉદ્યોગો (Morbi Ceramic Association) મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. જેમાં ઉદ્યોગકારોએ આ સ્ટેગરિંગ ડે પરના વીજકાપ પર પ્રતિક્રિયા આપી હતી.

ઉદ્યોગકારોએ આ સ્ટેગર ડે પરના વીજકાપ પર પ્રતિક્રિયા આપી

વીજ કાપ રોજિંદો હોવાની માહિતી અધિકારીએ આપી - મોરબીમાં લોકોને જાણ કર્યા વિના જ વીજકાપ મૂકી દેવામાં આવતો હોવાની ઘટના સામાન્ય બની છે. ત્યારે આજે બુધવારના રોજ મોરબીના ઉદ્યોગગૃહોમાં વીજકાપ (Power cut in Morbi )મુકવાનું વીજકંપનીએ જાહેર કર્યું હતું અને આ જાણ મોરબના તમામ ઉદ્યોગકારોને કરવામાં આવી હતી. બીજી બાજુ આ વીજકાપ રોજિંદો હોવાનું વીજકંપનીના અધિકારીએ જણાવ્યું હતું.એમ પણ કહ્યું કે આ વીજકાપ મૂકીને કોઈ ખેડૂતોને વીજળી આપવાની નથી. આ નિયમ ઉદ્યોગકારો અને ખેડૂતો બન્નેને લાગુ પડે છે અને બન્નેના વીજકાપ નિયમો સરખા લાગુ પડશે.

આ પણ વાંચોઃ Gujarat Assembly 2022: વીજળી મુદ્દે કિસાન સંઘ સાથે સરકારની કમિટી બેઠક કરશે

મોરબીના ઉદ્યોગકારોએ આ મામલે પ્રતિક્રિયા આપી-આ મુદ્દે ઉદ્યોગકારોએ પ્રતિક્રિયા વ્યક્ત કરી કે (Reaction of Industrialists on power cuts) આ સ્ટેગરિંગ ડે પર મુકવામાં આવતો વીજકાપ (Power cut in Morbi ) દર અઠવાડિયામાં હોય છે. જેના લીધે યુનિટોએ જનરેટર પર ફરજિયાત કામ કરવું પડે છે. જેના લીધે આર્થિક બોજ પણ વધે છે. ત્યારે મોરબીના ઉદ્યોગકારો પર બધી બાજુથી બોજ વધતા પડ્યા પર પાટું જેવી સ્થિતિ સર્જાઈ છે એ અત્યંત દુઃખદ વાત છે.

આ પણ વાંચોઃ Gujarat Assembly 2022: ઉર્જા પ્રધાન કનું દેસાઈનું નિવેદનમાં AC ઓછું વાપરોની સલાહ, જેથી વીજળીનો બચાવ થાય

ABOUT THE AUTHOR

...view details