ગુજરાત

gujarat

Notice to nonveg seller in Morbi મોરબીમાં ગેરકાયદેસર ચાલતા નોનવેજના હાટડા પર પાલિકા સહિતની ટીમનું ચેકિંગ

By

Published : Dec 22, 2021, 8:46 PM IST

મોરબી શહેરમાં રસ્તા પર નોનવેજનું વેચાણ કરતા લોકો પર મોરબી નગર પાલિકાએ ચેકિંગ(Morbi Municipal Team ) હાથ ધર્યું હતું. જેમાં લાયસન્સ વિના વેપાર વગર રસ્તા પર વેપાર કરતા લોકોને નોટીસ(Notice to nonveg seller in Morbi) આપવમાં આવી હતી.બસ સ્ટેન્ડ નજીક અનઅધિકૃત રીતે બનાવેલ સ્પીડ બ્રેકર તોડી પાડવામાં આવ્યું હતું તેમજ નોનવેજ ધંધાર્થીઓની દુકાનના ગેરકાયદેસર પતરા અને છાપરાના ડિમોલીશન સહિતની કાર્યવાહી કરવામાં આવી હતી.

Notice to nonveg seller in Morbi મોરબીમાં ગેરકાયદેસર ચાલતા નોનવેજના હાટડા પર પાલિકા સહિતની ટીમનું ચેકિંગ
Notice to nonveg seller in Morbi મોરબીમાં ગેરકાયદેસર ચાલતા નોનવેજના હાટડા પર પાલિકા સહિતની ટીમનું ચેકિંગ

મોરબીઃ શહેરમાં ખુલ્લામાં નોનવેજના હાટડાઓ ઠેર ઠેર (Notice to nonveg seller in Morbi)જોવા મળતા હોય છે. નોનવેજની લારીઓ લાયસન્સ વિના રસ્તા પર નોનવેજનું વેચાણ કરાતું હોવાથી ફૂડ વિભાગ અને પાલિકાની ટીમોએપોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે(Morbi City Police)ચેકિંગ હાથ ધર્યું હતું જેમ લાયસન્સ વિના વેપાર કરતા 60 થી વધુ નોનવેજના ધંધાર્થીઓને નોટીસ ફટકારી છે.

મોરબી નગર પાલિકા

શહેરના અલગ અલગ વિસ્તારમાં ચેકિંગ કર્યું

મોરબી શહેરના વિવિધ વિસ્તારમાં નોનવેજનું વેચાણ(Sale of nonveg in Morbi ) થતું હોવાથી મોરબી ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના(Morbi Food and Drugs Department) એમ એમ છત્રોલા, મોરબી પાલિકાના (Morbi Municipal Team ) ચીફ ઓફિસર ગીરીશ સરૈયા અને પશુપાલન વિભાગના(Morbi Animal Husbandry Department) એ. એન કાલરીયા સહિતની ટીમે પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે મોરબીના ખાટકીવાસ, પંચાસર રોડ અને વાવડી રોડ પર ચેકિંગ હાથ ધર્યું હતું. જેમાં લાયસન્સ વિના નોનવેજ વેચાણ કરનાર 60 થી વધુ ધંધાર્થીઓને નોટીસ ફટકારવામાં આવી હતી. તેમજ જુના બસ સ્ટેન્ડ નજીક અનઅધિકૃત રીતે બનાવેલ સ્પીડ બ્રેકર તોડી પાડવામાં આવ્યું હતું તેમજ નોનવેજ ધંધાર્થીઓની દુકાનના ગેરકાયદેસર પતરા અને છાપરાના ડિમોલીશન સહિતની કાર્યવાહી કરવામાં આવશે તેમ પણ ચીફ ઓફિસરે જણાવ્યું હતું.
આ પણ વાંચોઃUNICONDYLAR KNEE REPLACEMENT: ઘૂંટણના દુખાવાની નવી સર્જરી, દર્દીઓને હવે ઘૂંટણના દુખાવાથી કાયમી મુક્તિ મળશે

આ પણ વાંચોઃGujarat High Cout Ask to AMC : અગાઉના અધિકારીઓ સામે પગલાં લીધા પણ હાલના અધિકારીઓ સામે ક્યાં પગલાં લઈ રહ્યા છો?

ABOUT THE AUTHOR

...view details