ગુજરાત

gujarat

મોરબીના ટંકારાના સાવડી નજીક કારે પલટી મારતા પતિ-પત્નીના મોત,ચારને ઈજા

By

Published : Jan 18, 2021, 9:47 AM IST

મોરબી જિલ્લામાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.મોરબીના ટંકારાના સાવડી ગામ નજીક વડોદરાના પરિવારનો પરિવાર દ્વારકા જઈ રહ્યો હતો. તે દરમિયાન ગાડી આડું કુતરું ઉતરતા કારે પલટી મારી હતી.કારમાં સવાર પતિ-પત્નીના મૃત્યુ થયું હતુ. 4 લોકોને ઈજા થતા સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.

મોરબી
મોરબી

  • ટંકારાના સાવડી નજીક કારને નડ્યો અક્સમાત
  • કુતરું આડું ઉતરતા સર્જાયો અકસ્માત
  • કારમાં સવાર પતિ-પત્નીના મોત, ચારને ઈજા

મોરબી : ટંકારા તાલુકાના સાવડી ગામ નજીક વહેલી સવારના સુમારે રોડ પરથી પસાર થતી કાર આડું કુતરું ઉતર્યું હતુ. કારના ચાલકે કાર પરથી કાબુ ગુમાવી દેતા કારે પલટી મારતા અકસ્માત સર્જાયો હતો.જેમાં કારમાં સવાર વિકીભાઈ જગદીશભાઈ ચૌહાણ અને રાધિકાબેન વિકીભાઈ ચૌહાણ રહે-વડોદરા વાળાનું મૃત્યુ નીપજ્યું હતું.

વડોદરાનો પરિવાર દ્વારકા દર્શન કરવા જતો હોય અને ટંકારાના સાવડી નજીક અકસ્માત નડ્યો

કારમાં સવાર અનિલભાઈ મોરી, દક્ષાબેન અનિલભાઈ મોરી, આર્યબેન ચૌહાણ, ચંદનબેન રમેશભાઈ મોરીને ઈજા થઈ હતી. સમગ્ર ધટનાની જાણ થતા ટંકારા 108ની ટીમના સલીમભાઈ ભૂંગર, ઇએમટી વલ્લભભાઈ લાઠીયા અને પાયલોટ કેતનસિંહ જાડેજા દોડી આવ્યા હતા. 3 મહિલા સહિત 4 ઈજાગ્રસ્તોને રાજકોટ સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.વડોદરાનો પરિવાર દ્વારકા દર્શનાથે જતા હોવાની માહિતી સુત્રોમાંથી મળી હતી.ધટનાની જાણ થતા ટંકારા પોલીસ પણ દોડીઆવી હતી.

ABOUT THE AUTHOR

...view details