ગુજરાત

gujarat

મોરબીના નવા ઉદ્યોગ સાહસિકો માટે કોન્ક્લેવનું આયોજન થયું

By

Published : Sep 29, 2021, 4:23 PM IST

મોરબીમાં જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર, જિલ્લા વહીવટી તંત્ર અને મોરબી સિરામીક એસોસિએશનના સહિયારા પ્રયાસોથી એક્સપોર્ટ કોન્ક્લેવનું આયોજન કરાયું હતું. જેમાં સિરામીક ઉપરાંત પોલીપેક સહિતના અન્ય ઉદ્યોગકારોએ પણ રસ દાખવી તજજ્ઞો પાસેથી નિકાસ અંગે માર્ગદર્શન મેળવ્યું હતું.

મોરબીના નવા ઉદ્યોગ સાહસિકો માટે કોન્ક્લેવનું આયોજન થયું
મોરબીના નવા ઉદ્યોગ સાહસિકો માટે કોન્ક્લેવનું આયોજન થયું

  • આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત કોન્ક્લેવ યોજાયો
  • 300થી વધુ ઉદ્યોગકારો કોન્ક્લેવમાં જોડાયાં
  • જિલ્લાના અધિકારીઓ પણ રહ્યાં ઉપસ્થિત

મોરબીઃ આઝાદી કે અમૃત મહોત્સવ અંતર્ગત જિલ્લા વહીવટીતંત્ર મોરબી, જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર મોરબી અને મોરબી સિરામીક એસોસિએશનના સંયુક્ત ઉપક્રમે અહીંની જાણીતી હોટેલ ખાતે એક્સપોર્ટને ઉતેજન આપવા એક દિવસીય કોન્ક્લેવનું આયોજન કરાયું હતું. આ કોન્ક્લેવમાં મોરબીના 300થી 350 જેટલા યુવા ઉદ્યોગ સાહસિકો ઉત્સાહભેર જોડાયાં હતાં. તેઓને એક્સપોર્ટ અંગે તજજ્ઞો પાસેથી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. એક્સપોર્ટ ક્ષેત્રે નવા ઉદ્યોગકારોને પ્રોત્સાહિત કરવા માટે આ કોન્ક્લેવનું આયોજન કરવામાં આવ્યું હતું.

ઉદ્યોગકારોએ તજજ્ઞો પાસેથી નિકાસ અંગે માર્ગદર્શન મેળવ્યું
જિલ્લા અધિક કલેકટર સહિતના અધિકારીઓ રહ્યાં ઉપસ્થિત

એક્સપોર્ટ કોન્ક્લેવમાં અધિક નિવાસી કલેકટર એન.કે.મુછાર, જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના મેનેજર એસ.બી. ભાટિયા, ફોરેન ટ્રેડ પોલિસી એક્સપર્ટ મનીષ જૈન, મોરબી સીરામીક એસોસિએશનના મુકેશભાઈ કુંડારીયા, નીલેશભાઈ જેતપરીયા, વિનોદ ભાડજા, કિરીટભાઈ પટેલ અને જગદીશભાઈ પનારા સહિતના અગ્રણીઓ હાજર રહ્યાં હતાં.

ABOUT THE AUTHOR

...view details