મોરબીમાં ઓનલાઇન એજ્યુકેશનથી આંખોના બાળ દર્દીઓમાં 22 ટકાનો વધારો

author img

By

Published : Sep 14, 2021, 9:22 AM IST

મોરબીમાં ઓનલાઇન એજ્યુકેશનથી આંખોના બાળ દર્દીઓમાં ૨૨ ટકાનો વધારો

કોરોના મહામારીની પ્રથમ લહેર અને બીજી લહેરમાં લોકડાઉન અને આંશિક લોકડાઉનના કારણે સરકાર દ્વારા ઓનલાઇન શિક્ષણ શરૂ કરવામાં આવ્યું હતું. ઉપરાંત ધોરણ 1 થી 8 ના બાળકોની શાળાઓ હજુ પણ ખુલી નથી. છેલ્લા કેટલાય સમયથી બાળકો ઓનલાઈન એજ્યુકેશન મેળવી રહ્યા છે પરંતુ આ ઓનલાઇન શિક્ષણ બાળકોને શાળાથી તો દૂર રાખે છે પરંતુ આંખોની બીમારીઓ પણ નોતરે છે.

  • ઓનલાઇન એજ્યુકેશનથી આંખોના બાળ દર્દીઓમાં 22 ટકાનો વધારો
  • મોબાઇલ ટેબલેટથી આંખોની બીમારી વધી
  • બાળકોમાં આંખ સંબંધીત તકલીફો પણ વધુ જોવા મળી

મોરબી: બાળકો કોરોના કાળ દરમિયાન ઓનલાઈન શિક્ષણ લઇ રહ્યા હતા અને મોબાઇલ અને ટેબ્લેટ પર ઓનલાઇન શિક્ષણ મેળવવાના કારણે પહેલાની સરખામણીમાં હાલ 22 ટકા બાળ દર્દીઓ વધ્યા છે. આ ઉપરાંત બાળકોમાં આંખ સંબંધીત તકલીફો પણ વધુ જોવા મળી રહી છે. આટલું પૂરતું ન હોય તેમ મોબાઇલ અને ટેબ્લેટના ઉપયોગના કારણે બાળક સામાજિક અંતર રાખતુ અને એકલવાયું બનતું જાય છે. બાળકોને સંબંધિત આંખની બિમારીઓ અંગે મોરબીના જાણીતા આંખના સર્જન ડોક્ટર શૈલેષ પટેલેએ બીમારી અને બચવાના ઉપાયો જણાવ્યા હતા.

મોરબીમાં ઓનલાઇન એજ્યુકેશનથી આંખોના બાળ દર્દીઓમાં ૨૨ ટકાનો વધારો

આ પણ વાંચો: સર્વેમાં ચોંકાવનારો ખુલાસો : શું માનસિક રોગ માત્ર સ્ત્રીઓને જ થાય છે ?

બીમારી અને બચવાના ઉપાયો

બાળકોમાં આંખમાં નંબર આવી જવા, આંખોમાં બળતરા થવી, આંખો સુકાઈ જવી, માથાનો દુખાવો થવો અને ચશ્માના નંબરમાં વધારો થવો સહિતની બીમારી હાલમાં બાળકોમાં જોવા મળી રહી છે. તો ડોક્ટર દ્વારા આંખની બીમારથી બચવા માટે વિવિધ ઉપાયો જણાવ્યા છે. જેમાં શિક્ષણ સિવાય મોબાઇલ ટેબલેટ લેપટોપનો ઉપયોગ ટાળવો, મોબાઈલ કે ટેબલેટ એકથી દોઢ ફૂટ દૂર રાખવા, જે રૂમમાંથી ઓનલાઇન શિક્ષણ લેતા હોય તે રૂમ પ્રકાશ ફોટો રાખવો, દર કલાકે બ્રેક લેવો, બ્રેકમાં આંખોને ઠંડા પાણીથી ધોવી, આંખો બંધ કરી ડોળાને ઉપર નીચે અને ડાબે-જમણે ફેરવવા, લીલા શાકભાજી તથા પીળા ફ્રુટ જેમ કે કેરી કેળા સંતરા પપૈયા વધારે ખાવા, અલ્ટ્રાવાયોલેટ પ્રોટેકશન કે બ્લુ રે પ્રોટેકશન વાળા ચશ્માં પહેરીને ભણવું, જરૂર લાગે તો ડોક્ટરની સલાહ મુજબ મલ્ટી વિટામિન ટેબલેટનો ઉપયોગ કરવો સહિતના ઉપાયો ડોક્ટર શૈલેશ પટેલે જણાવ્યા હતા.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.