ગુજરાત

gujarat

કોરોના મહામારી વચ્ચે સુંઢિયા ગામે જરૂરિયાત મંદ લોકો માટે સેવાયજ્ઞ કરાયો શરૂ

By

Published : Apr 27, 2020, 6:49 PM IST

મહેસાણા જિલ્લામાં વડનગર તાલુકાના સુંઢિયા ગામે સેવકાર્યનો યજ્ઞ શરૂ કરવામાં આવ્યા છે. જેના દ્વારા જરૂરિયાત મંદ લોકોને બે ટાઇમનું ભોજન અપે છે.

કોરોના મહામારી વચ્ચે સુંઢિયા ગામે જરૂરિયાત મંદ લોકો માટે સેવાયજ્ઞ કરાયો શરૂ
કોરોના મહામારી વચ્ચે સુંઢિયા ગામે જરૂરિયાત મંદ લોકો માટે સેવાયજ્ઞ કરાયો શરૂ

મહેસાણાઃ જિલ્લામાં લોકડાઉનની પરિસ્થિતિ વચ્ચે એક મહિના ઉપરાંતનો સમય વીતી ગયો છે. ત્યાં બીજી તરફ લોકડાઉનમાં વડનગર તાલુકાના સુંઢિયા ગામે શરૂ થયેલો સેવકાર્યનો યજ્ઞ પણ જરૂરિયાત મંદ લોકોને બે ટાઇમનું ભોજન અપાવી રહ્યો છે.

કોરોના મહામારી વચ્ચે સુંઢિયા ગામે જરૂરિયાત મંદ લોકો માટે સેવાયજ્ઞ કરાયો શરૂ
વડનગર તાલુકાનું સુંઢિયા ગામ સામન્ય રીતે સામાજિક અને આર્થિક દ્રષ્ટિએ ગરીબ અને મધ્યમવર્ગી સહિત સશક્ત પરિવારોનું ગામ રહ્યું છે. જોકે લોકડાઉનની સ્થિતિમાં કોઈ જરૂરિયાત મંદ ભૂખ્યું ન સુવે તે વિચારી ગામના સેવાભાવી લોકોની ટુકડી દ્વારા એક સેવા યજ્ઞનો પ્રારંભ કરાયો છે.
કોરોના મહામારી વચ્ચે સુંઢિયા ગામે જરૂરિયાત મંદ લોકો માટે સેવાયજ્ઞ કરાયો શરૂ

જેમાં ગામમાં રહેતા અને લોકડાઉનને પગલે ક્યાંક આર્થિક કે ક્યાંક અન્ય કોઈ મુશ્કેલીઓ વચ્ચે ભુખ્યા ન રહે માટે બે ટાઇમનું ભોજન આપવાની વ્યવસ્થા ગામમાં જ કરવામાં આવી છે.

આ સેવા કાર્યમાં કુલ 25 જેટલા લોકોની ટીમ કાર્ય કરી રહી છે જે લોકો માસ્ક પહેરી અને સોસીયલ ડિસ્ટનસની તકેદારી રાખી લોકડાઉનમાં પણ પોતાના સેવકાર્યને આગળ ધપાવી રહ્યા છે

ABOUT THE AUTHOR

...view details