ગુજરાત

gujarat

Food Poisoning in Mehsana: વિસનગરમાં લગ્ન સમારોહમાં જમ્યા પછી એકસાથે 1,000થી વધુ લોકોને ફૂડ પોઈઝનિંગ

By

Published : Mar 5, 2022, 11:19 AM IST

મહેસાણામાં વિસનગર નજીક આવેલા સવાલા ગામમાં લગ્ન સમારોહમાં જમવું લોકોને ભારે (Food Poisoning in Mehsana) પડ્યું હતું. કારણ કે, અહીં જમ્યા પછી એક સાથે 1,000થી વધુ લોકોને ફૂડ પોઈઝનિંગની અસર (Food Poisoning in Mehsana) થઈ હતી. તેના કારણે તમામ લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

Food Poisoning in Mehsana: વિસનગરમાં લગ્ન સમારોહમાં જમ્યા પછી એકસાથે 1,000થી વધુ લોકોને ફૂડ પોઈઝનિંગ
Food Poisoning in Mehsana: વિસનગરમાં લગ્ન સમારોહમાં જમ્યા પછી એકસાથે 1,000થી વધુ લોકોને ફૂડ પોઈઝનિંગ

મહેસાણાઃ વિસનગર નજીક આવેલા સવાલા ગામમાં લગ્ન સમારોહમાં (Food Poisoning in Mehsana) જમણવાર પછી તમામ લોકોની તબિયત બગડી હતી. જમ્યા પછી 1,000થી વધુ લોકોનેફૂડ પોઈઝનિંગની અસર થઈ હતી. તેને જોતા આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલ (Health Minister Hrishikesh Patel visited Mehsana Hospital), જિલ્લા કલેક્ટર સહિતના અગ્રણીઓ હોસ્પિટલ દોડી આવ્યા હતા. જ્યારે જિલ્લા વહીવટી તંત્રએ તાત્કાલિક મેડીકલ સેવા સક્રિય કરાવી હતી.

આરોગ્ય પ્રધાન રાત્રે 3 વાગ્યે પહોંચ્યા હોસ્પિટલ

આ પણ વાંચો-રાજસ્થાનના ચુરુ જિલ્લામાં લગ્ન સમારોહમાં ભોજન લીધા પછી 100 લોકોને Food Poisoning

આરોગ્ય પ્રધાન રાત્રે 3 વાગ્યે પહોંચ્યા હોસ્પિટલ

આરોગ્યપ્રધાન ઋષિકેશ પટેલ રાત્રિ 3 વાગ્યે વિસનગરની નૂતન હોસ્પિટલ (Health Minister Hrishikesh Patel visited Mehsana Hospital) પહોંચ્યા હતા. અહીં આવી તેમણે પરિસ્થિતિનો ચિતાર મેળવ્યો હતો. જોકે, અત્યારે 1,000થી વધુ લોકો ફૂડ પોઈઝનિંગમાં સપડાયા હોવાનું સામે આવ્યું હતું.

સવાલા ગામના સીમાળામાં યોજાયો હતો લગ્નપ્રસંગ

આ પણ વાંચો-બનાસકાંઠા : ધાનેરામાં એક જ પરિવારના 6 લોકોને food poisoning, 2ના મોત

સવાલા ગામના સીમાળામાં યોજાયો હતો લગ્નપ્રસંગ

આ અંગે મળતી માહિતી અનુસાર, મહેસાણામાં આવેલ વિસનગર તાલુકાના સવાલા ગામના સીમાળામાં લગ્નપ્રસંગે મોટી સંખ્યામાં લોકો (Food Poisoning in Mehsana) ભેગા થયા હતા, જ્યાં મુસ્લિમ સમુદાયમાંથી નામચીન પરિવારનો રાત્રિના સમયે લગ્નપ્રસંગ હતો. અહીં 1 વાગ્યે તમામ લોકોએ ભોજન લીધું હતું. ત્યારબાદ 1,000થી વધુ લોકોને ફૂડ પોઈઝનિંગની અસર થતા (Food Poisoning in Mehsana) દોડધામ મચી હતી.

લગ્નપ્રસંગમાં જમ્યા પછી લોકોની તબિયત લથડી

આરોગ્યપ્રધાને આદેશ અને માર્ગદર્શન આપ્યું

આ અંગે મળતી પ્રાથમિક માહિતી મુજબ, 1,000 જેટલા લોકોને આ ફૂડ પોઈઝનિંગની અસર થતા નજીકના દવાખાને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. આ ઘટનાની જાણ થતાં રાજ્યના આરોગ્ય પ્રધાન ઋષેકશ પટેલે જિલ્લા વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓ સહિતના કાફલા સાથે હોસ્પિટલમાં દાખલ દર્દીઓની રૂબરૂ મુલાકાત લીધી હતી. સાથે જ તેમણે પરિસ્થિતિ અને સારવારનો તાગ મેળવી જરૂરી કામગીરી કરવાના આદેશ અને માર્ગદર્શન આપ્યું હતું.

ABOUT THE AUTHOR

...view details