ETV Bharat / state

Food Poisoning in Patan: સિદ્ધપુરમાં 5 કિશોરોને પાણીપુરી ખાવી પડી મોંઘી, ફૂડ પોઈઝનિંગ થતા હોસ્પિટલમાં થયા દાખલ

author img

By

Published : Jan 12, 2022, 10:12 AM IST

પાટણના સિદ્ધપુરમાં પાણીપુરી ખાધા પછી 5 કિશોરોને ફૂડ પોઈઝનિંગની અસર (Food Poisoning in Patan) થતા તેમને હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યા હતા. પાટણ જિલ્લામાં બિનઆરોગ્યપ્રદ ચીજવસ્તુઓ પર ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગનો કોઈ અંકુશ (Negligence of Food and Drugs Department in Patan) નથી. તેનો ભોગ 5 કિશોર બન્યા (Impact of Food Poisoning on Adolescents in Siddhpur) હતા.

Food Poisoning in Patan: સિદ્ધપુરમાં 5 કિશોરોને પાણીપુરી ખાવી પડી મોંઘી, ફૂડ પોઈઝનિંગ થતા હોસ્પિટલમાં થયા દાખલ
Food Poisoning in Patan: સિદ્ધપુરમાં 5 કિશોરોને પાણીપુરી ખાવી પડી મોંઘી, ફૂડ પોઈઝનિંગ થતા હોસ્પિટલમાં થયા દાખલ

પાટણઃ જિલ્લામાં બિનઆરોગ્યપ્રદ ચીજવસ્તુઓ પર ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગનો કોઈ (Negligence of Food and Drugs Department in Patan) અંકુશ નથી. હવે આનો ભોગ 5 કિશોર બન્યા છે. અહીં બેરોકટોકપણે બજારોમાં ખૂલ્લેઆમ રેકડીવાળા ધંધો કરે છે, પરંતુ આરોગ્યની ટીમને કોઈ ફરક જ નથી પડતો. હાલમાં જ સિદ્ધપુરમાં 5 કિશોરો પાણીપુરી ખાધા પછી ફૂડ પોઈઝનિંગનો (Food Poisoning in Patan) શિકાર બન્યા હતા. ત્યારે આ કિશોરોને અત્યારે ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે (Impact of Food Poisoning on Adolescents in Siddhpur) મોકલવામાં આવ્યા છે.

કિશોરોને પાણીપુરી ખાવી પડી મોંઘી

આ પણ વાંચો- બનાસકાંઠા : ધાનેરામાં એક જ પરિવારના 6 લોકોને food poisoning, 2ના મોત

કિશોરો ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ

સિદ્ધપુર શહેરમાં આવેલા ખાણીપીણીના બજારમાં 5 જેટલા બાળકોએ પાણીપુરી ખાધી હતી. ત્યારબાદ તેમની તબિયત લથડી હતી. આ પાંચેય બાળકોને શરૂઆતમાં ઝાડા-ઊલટી થતાં તેમને સિદ્ધપુરની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં (Impact of Food Poisoning on Adolescents in Siddhpur) આવ્યા હતા, જ્યાં તેમની સારવાર અને રિપોર્ટ કરાવ્યા બાદ આ બાળકોને ફૂડ પોઈઝનિંગની અસર (Food Poisoning in Patan) થવા પામી છે તેવું ખાનગી ડોક્ટરે જણાવ્યું હતું.

સિદ્ધપુર શહેરમાં આવેલા ખાણીપીણીના બજારમાં 5 જેટલા બાળકોએ પાણીપુરી ખાધી હતી
સિદ્ધપુર શહેરમાં આવેલા ખાણીપીણીના બજારમાં 5 જેટલા બાળકોએ પાણીપુરી ખાધી હતી

આ પણ વાંચો- સીતાપુર ખાતે વિવાહ ભોજનના કાર્યક્રમમાં 50 લોકોને જમ્યા બાદ ફૂડ પોઈઝનિંગ

ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની નિષ્ક્રિયતા સામે નગરજનોમાં રોષ

નોંધનીય છે કે, સિદ્ધપુર શહેરમાં બિનઆરોગ્યપ્રદ વસ્તુઓનું ખૂલ્લેઆમ વેચાણ થતું હોવા છતાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા કોઈ જ પગલાં ભરવામાં (Negligence of Food and Drugs Department in Patan) આવતા નથી. તો ફૂડ પોઇઝનિંગની (Food Poisoning in Patan) ઘટના બન્યા બાદ આરોગ્ય તંત્ર દ્વારા હજી સુધી કોઈ તપાસ હાથ ધરવામાં આવી નથી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.