ગુજરાત

gujarat

Year Ender 2022 : કચ્છના આ વર્ષના ટોપ 5 નવા પ્રોજેક્ટ જે 2023ની હશે ભેટ

By

Published : Dec 24, 2022, 1:02 PM IST

કચ્છ જિલ્લા માટે આ વર્ષ ખૂબ જ ખાસ અને યાદગાર રહ્યું હતું. આ વર્ષે કચ્છને ટોપ 5 નવા પ્રોજેક્ટ મળ્યા છે. હવે આ પ્રોજેક્ટની ભેટ જિલ્લાને વર્ષ 2023માં મળવા જઈ (New Projects gift for Kutch in Year 2023) રહી છે.

Year Ender 2022 કચ્છના આ વર્ષના ટોપ 5 નવા પ્રોજેક્ટ જે 2023ની હશે ભેટ
Year Ender 2022 કચ્છના આ વર્ષના ટોપ 5 નવા પ્રોજેક્ટ જે 2023ની હશે ભેટ

કચ્છજિલ્લામાં આ વર્ષ 2022માં (Year Ender 2022) રાજકીય ઉથલપાથલથી લઈને (Political situation in Kutch) મોટા મોટા પરિવર્તન જોવા મળ્યા હતા. આ વખતે જિલ્લાને એવા અનેક પ્રોજેક્ટ મળ્યા છે, જેની વર્ષ 2023માં ભેટ મળશે. આ માટે કચ્છના લોકો આતુરતાથી રાહ જોઈ (New Projects gift for Kutch in Year 2023) રહ્યા છે. ત્યારે આવા પ્રોજેક્ટ પર કરીએ એક નજર.

ભુજમાં સેલ્ફી પોઇન્ટ બનશે આકર્ષણનું કેન્દ્ર

ભૂજમાં સેલ્ફી પોઇન્ટ બનશે આકર્ષણનું કેન્દ્રશહેરની સુંદરતા વધારવા માટે વધુ એક પ્રોજેક્ટ (New Projects gift for Kutch in Year 2023) 'સેલ્ફી પોઇન્ટ'નું (Selfie Point in Bhuj) કામ શરૂ થઈ ગયું છે. મંગલમ ચાર રસ્તાથી ઉમેદ નગર પ્રવેશના રસ્તા સુધી ભુજ સુધરાઇ દ્વારા અમૃતમ યોજનાની ગ્રાન્ટમાંથી અંદાજે 80 લાખના ખર્ચે હમીરસરના આવના પાણીનું વહન કરતા નાલાની બહાર એક સરસ આયોજન થયું છે. ચૂંટણી જાહેર થઈ તે અગાઉ જ જે કામ મંજૂર થઈ ગયું હતું તેને મતદાન પૂર્ણ થતા જ શરૂ કરવામાં આવ્યું છે. પ્રાપ્ત માહિતી મુજબ અહીં ગજેબો, I LOVE BHUJ, હિંચકા અને પ્લાન્ટેશન દ્વારા ભુજવાસીઓ હોય કે પ્રવાસીઓ સેલ્ફી લેવાનું મન થાય તેવું આકર્ષક પોઇન્ટ તૈયાર થશે.પ્રવાસીઓ અને શહેરીજનો યાદગીરીની સુંદર તસવીરો કેમેરામાં કેદ કરી શકશે.છ મહિનામાં પ્રોજેકટ પૂર્ણ થાય તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

1000 પ્રેક્ષકોની ક્ષમતા વાળુ બનશે ઓડિટોરિયમ

1,000 પ્રેક્ષકોની ક્ષમતા વાળુ બનશે ઓડિટોરિયમકચ્છ યુનિવર્સિટી સંકુલમાં (Kutch University Complex) વિદ્યાર્થીઓની સુવિધા માટે નવા 3 આયામ ઉભા કરવામાં આવશે. 1,000 પ્રેક્ષકોની ક્ષમતા ધરાવે છે. નવું ઑડિટોરિયમ બનાવવામાં આવશે. આ યુનિવર્સિટીમાં હાલ 100 વિદ્યાર્થીઓ બેસી શકે તેટલી ક્ષમતા ધરાવતો ઓડિટોરિયમ (Auditorium in Kutch University) આવેલો છે, પણ તે નાનો હોવાથી પદવીદાન સહિતના મોટા કાર્યક્રમો અન્ય કોલેજોમાં કરવાનો સમય આવે છે, જેથી વહીવટી બિલ્ડિંગની ડાબી બાજૂ ખૂલ્લા મેદાનમાં નવા આધુનિક ઓડિટોરિયમનો નિર્માણ કરાશે. જેમાં 6.50 કરોડનું અનુદાન ગુજરાત સરકાર આપશે, જ્યારે 3.50 કરોડ યુનિવર્સિટી આપશે. આ માટે દાતાઓની શોધ પણ થઇ રહી છે. નવા ઓડિટોરિયમ માટે 5 ટેન્ડર આવ્યા છે. જે હવે ટૂંક સમયમાં ખુલશે. આ ઓડિટોરિયમમાં અન્ય કોલેજો પણ પોતાના કાર્યક્રમો યોજી (New Projects gift for Kutch in Year 2023) શકશે.

રમતગમતના 8 નવા મેદાન

રમતગમતના 8 નવા મેદાનકચ્છ યુનિવર્સિટી સંકુલમાં (Kutch University Complex) વિદ્યાર્થીઓની સુવિધા મુખ્ય બિલ્ડિંગની પાછળ આવેલા ખુલ્લા મેદાનમાં ખોખો, વોલીબોલ, હેન્ડબોલ, ટેનિસ, કબડ્ડી, બાસ્કેટ બોલ, ફૂટબોલ ઉપરાંત 400 મીટરનો રેસ ટ્રેક રૂપિયા 10 કરોડના ખર્ચે બનાવાશે. જેમાં 7 કરોડ સરકાર અને 3 કરોડ યુનિવર્સિટી ભોગવશે. મેદાન બની ગયા પછી સ્પોર્ટસ ટીચરની ભરતી કરાશે. જોકે ક્રિકેટના મેદાનનો સમાવેશ કરાયો (New Projects gift for Kutch in Year 2023) નથી.

પરીક્ષાલક્ષી કામગીરી માટે અલાયદું બિલ્ડિંગ

પરીક્ષાલક્ષી કામગીરી માટે અલાયદું બિલ્ડીંગકચ્છ યુનિવર્સિટીના (Kutch University Complex) વહીવટી બિલ્ડિંગમાંથી પરીક્ષા વિભાગની બિલ્ડિંગ અલગ કરવામાં આવશે. જેમાં પરીક્ષા નિયામકની ઓફિસ હશે. સાથે બીજા માળે એક સાથે 400 વિદ્યાર્થીઓ પરીક્ષા આપી શકે તેવા હોલનું નિર્માણ કરાશે. ઉપરાંત પેપર તૈયાર કરવાથી માંડી ચકાસણી અને ઉત્તરવહી સંગ્રહ સહિતની પરીક્ષાને લગતી તમામ ગતિવિધિ હવેથી નવા બિલ્ડિંગમાં થશે. વહીવટી બિલ્ડિંગની પાછળના ભાગે નવા પરીક્ષા બિલ્ડિંગનું નિર્માણ કરવાનું આયોજન ઘડવામાં આવ્યું છે. જેની ડિઝાઇન તૈયાર થઇ જતા ટેન્ડર આપવાની ગતિવિધિ શરૂ (New Projects gift for Kutch in Year 2023) કરવામાં આવી છે.

2023માં 22 સીએનજી સિટી બસ દોડશે ભુજમાં

2023માં 22 સીએનજી સિટી બસ દોડશે ભુજમાંશહેરમાં લાંબા સમયથી બંધ થઈ ગયેલી સિટીબસ (Citybus Service Kutch) સેવા જાન્યુઆરી 2023માં ફરી શરૂ થશે. આવતા મહિનાથી ભુજ શહેરમાં ફરી એકવાર સિટીબસો નગરજનોની સેવામાં કાર્યરત્ થઈ જશે. ભૂતકાળમાં ભુજ શહેરમાં ચાલતી સિટીબસોને ખાસ્સી લોકપ્રિયતા મળી હતી. ભુજના દૂરદૂરના વિસ્તારોમાં વસવાટ (New Projects gift for Kutch in Year 2023) કરતા શહેરીજનો માટે સિટીબસની સેવા (Citybus Service Kutch) આશીર્વાદરૂપ બની હતી રાજય સરકારે શહેરમાં સીએનજી સિટી બસો દોડાવવાના કામને મંજૂરી આપી છે અને 22 સીએનજી બસ વસાવવા માટે 9.03 કરોડની ગ્રાન્ટ ફાળવણી પણ કરવામાં આવી છે.

ABOUT THE AUTHOR

...view details