ગુજરાત

gujarat

Vibrant Gujarat-Vibrant Kutch : ગાંધીધામ ખાતે યોજાશે પ્રી- વાઈબ્રન્ટ ઈવેન્ટ, ઔદ્યોગિક વિકાસને મળશે નવી દિશા

By ETV Bharat Gujarati Team

Published : Oct 9, 2023, 8:24 PM IST

ગુજરાત સરકાર દ્વારા 10 થી 12 જાન્યુઆરી 2024 દરમિયાન 10 મી વાઈબ્રન્ટ ગ્લોબલ સમિટ 2024 નું આયોજન કરવામાં આવશે. જેના ભાગરૂપે ગુજરાત સરકાર દ્વારા 10 અને 11 ઓક્ટોબર 2023 ના રોજ કચ્છના ગાંધીધામ ખાતે પ્રી-વાઈબ્રન્ટ ઈવેન્ટ "વાઈબ્રન્ટ ગુજરાત- વાઈબ્રન્ટ કચ્છ"નું આયોજન કરવામાં આવ્યું છે.

Vibrant Gujarat
Vibrant Gujarat

ગાંધીધામ ખાતે યોજાશે પ્રી- વાઈબ્રન્ટ ઈવેન્ટ

કચ્છ :વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની 20 વર્ષની ઉજવણી થઈ રહી છે. ત્યારે કચ્છમાં પણ જિલ્લાકક્ષાની વાઈબ્રન્ટ સમિટનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં રાજ્યકક્ષાના ઉદ્યોગપ્રધાન જગદીશ વિશ્વકર્મા, પ્રભારી પ્રફુલ પાનશેરીયાની ઉપસ્થિતિમાં સમગ્ર સમિટને ખુલ્લી મુકવામાં આવશે. વાઈબ્રન્ટ ગુજરાત, વાઈબ્રન્ટ કચ્છ સમિટને લઈને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા વિવિધ ઔદ્યોગિક એકમો સાથે મળીને તૈયારીઓ કરવામાં આવી રહી છે. વાઈબ્રન્ટ કચ્છ સમિટ દ્વારા કચ્છમાં વધુ ઔદ્યોગિક વિકાસ થાય અને કચ્છના ઉદ્યોગોને આ સમિટ મારફતે નવી દિશા મળશે તેવી આશા સેવાઈ રહી છે.

વાઈબ્રન્ટ કચ્છ સમિટ : આ અંગે આયોજીત પત્રકાર પરિષદમાં કચ્છ કલેક્ટર અમિત અરોરાએ માહિતી આપતા જણાવ્યું હતું કે, વાઈબ્રન્ટ કચ્છ સમિટમાં નોલેજ સેગમેન્ટ, સેમિનાર, ઓપન હાઉસ ડિસ્કશન, પેનલ ડિસ્કશન, આઉટકમ, સ્ટોલની ફાળવણી, ઈવેન્ટ પબ્લિસિટી, સ્ટાર્ટ અપ, એમ.એસ.એમ.ઈ., સરકારી વિભાગોના સ્ટોલ, સ્થાનિક ઔદ્યોગિક એસોસિયેશનની ભાગીદારી વગેરે મહત્વની બાબતો પર ધ્યાન આપવામાં આવી રહ્યું છે.

સ્ટાર્ટઅપ સ્ટોલ :આ સમિટમાં 90 જેટલા મોટા ઉધોગ અને 155 એમએસએમઈ એકમોના 535 જેટલા ઉધોગકારો ભાગ લેશે. આ સમિટમાં રીન્યુએબલ અને સોલાર એનર્જી, સ્ટીલ અને મેટલ ઇન્ડસ્ટ્રીઝ, ઓટો મોબાઈલ, ટીમ્બર અને પ્લાયવુડ ઇન્ડસ્ટ્રીઝ, શીપીંગ, સોલ્ટ ઈન્ડસ્ટ્રીઝ સહિત વિવિધ ક્ષેત્રના 40 સ્ટોલ ઉભા કરવામાં આવ્યા છે. જ્યારે સરકારી વિભાગના 10 સ્ટોલ અને કચ્છની હસ્તકલાના 25 સ્ટોલ ઉભા કરવામાં આવ્યા છે.

નિષ્ણાંતો દ્વારા નોલેજ સેમિનાર :આ સમીટમાં વિવિધ સાત જેટલા વિષયો પર વિષય નિષ્ણાંતો દ્વારા નોલેજ સેમિનાર પણ યોજવામાં આવશે. તો વિવિધ નિષ્ણાંત, વક્તાઓ, ઉદ્યોગોના પ્રતિનિધિ અને સરકારી અધિકારીઓ દ્વારા કચ્છ જિલ્લામાં ઔદ્યોગિકરણ અને પોર્ટ લીડ ડેવલોપમેન્ટ પર વિસ્તૃત ચર્ચા માટે બે પેનલ ડિસ્કશનનું પણ આયોજન રાખવામાં આવ્યું છે. જેમાં અનલોકિંગ કચ્છ એડવાન્ટેજ, પોર્ટ, મલ્ટી મોડેલ કનેક્ટિવિટી, અંતરિયાળ વિસ્તારનો વિકાસ, ઔદ્યોગીકરણ 2.0 ઓપોર્ચ્યુનિટી, ચેલેન્જ અને વે ફોરવર્ડ પર પેનલ ડિસ્કશન કરવામાં આવશે.

29 ઔદ્યોગિક એકમ સાથે મિટિંગ : આ ઉપરાંત આ વાઈબ્રન્ટ કચ્છ સમીટમાં 29 ઔદ્યોગિક એકમોની સાથે 10 જેટલી B2B મીટીંગ, 21 ઔદ્યોગિક એકમો સાથે B2C મીટીંગ અને 19 બેઠકો વિવિધ વિભાગના અધિકારીઓ સાથે B2G કરવામાં આવશે. આ ઉપરાંત કચ્છમાં આવેલ વિવિધ ઉદ્યોગોના ચેરમેન, મેનેજિંગ ડિરેક્ટર, પ્રોજેક્ટ ચેરમેન, ડી.જી.એમ., એચ.આર.એમ., સ્થાપક, સહ સ્થાપક વગેરે જેવા નિષ્ણાંતો પણ પોતાના અનુભવો જણાવીને અન્ય ઉદ્યોગોને પ્રોત્સાહન પૂરું પાડશે.

1500 કરોડનું રોકાણ થવાની શક્યતા :કચ્છ જિલ્લામાં વધારે રોકાણકારો આવે તે માટે વાઈબ્રન્ટ સમિટનું આયોજન કરવામાં આવ્યું છે. આ સમીટમાં 1500 કરોડનું રોકાણ થવાની શક્યતા છે. કચ્છમાં રોકાણ કરવા માંગતા ઉદ્યોગકારો માટે 10,000 હેક્ટર લેન્ડ બેન્ક વહીવટી તંત્ર દ્વારા તૈયાર કરવામાં આવી છે. આવતીકાલે વિવિધ ક્ષેત્રમાં રોકાણ કરવા માંગતા ઉધોગકારો વાઈબ્રન્ટ સમિટમાં એમઓયુ કરશે. આમ કચ્છમાં વધારે ઉદ્યોગકારો આવે તેવા પ્રયાસ કચ્છના વહીવટીતંત્ર અને રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવ્યા છે.

  1. Vibrant Gujarat Summit 2024 : 6 ઓક્ટોબરના રોજ દિલ્હીમાં વાઈબ્રન્ટ ગુજરાત સમિટના રોડ શો, ઉધોગકારો સાથે બેઠક
  2. PM Modi Gujarat Visit : 21મી સદી પછી ગુજરાત ફાયનાન્શિયલ હબ બન્યું, આગળનાં 20 વર્ષ વધુ મહત્ત્વનાં: PM મોદી

ABOUT THE AUTHOR

...view details