ETV Bharat / state

PM Modi Gujarat Visit : 21મી સદી પછી ગુજરાત ફાયનાન્શિયલ હબ બન્યું, આગળનાં 20 વર્ષ વધુ મહત્ત્વનાં: PM મોદી

author img

By ETV Bharat Gujarati Team

Published : Sep 27, 2023, 3:37 PM IST

Updated : Sep 27, 2023, 4:50 PM IST

PM Modi Gujarat Visit
PM Modi Gujarat Visit

ગુજરાત વાયબ્રન્ટ સમિટના 20 વર્ષ પૂર્ણ થયાની ઉજવણી કાર્યક્રમ અમદાવાદના સાયન્સ સિટી ખાતે યોજાયો હતો. આ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ સહિત અનેક પ્રધાન અને નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. આ તકે સભાને સંબોધિત કરતા પીએમ નરેન્દ્ર મોદીએ વાઈબ્રન્ટ ગુજરાતના ઈતિહાસને યાદ કર્યો અને ગુજરાતની વિકાસયાત્રાની પણ વાત કરી હતી.

21મી સદી પછી ગુજરાત ફાયનાન્શિયલ હબ બન્યું

અમદાવાદ : ગુજરાતના તત્કાલીન મુખ્યપ્રધાન અને હાલ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના આર્થિક પાટનગર અમદાવાદથી વર્ષ 2003માં વાયબ્રન્ટ સમિટની શરૂઆત કરાવી હતી. ત્યારે આજે વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઇન્વેસ્ટર સમિટને 20 વર્ષ પૂર્ણ થતા પીએમ મોદી ઉજવણી માટે અમદાવાદ પહોંચ્યા હતા. અમદાવાદના સાયન્સ સીટીમાં કાર્યક્રમ દરમિયાન PM મોદીએ સભાને સંબોધતા કહ્યું કે, ગુજરાત વાઈબ્રન્ટ સમિટ જે 2003માં 20 વર્ષ પહેલા નાના બીજ તરીકે રોપ્યું હતું, એ આજે વટવૃક્ષ બની ગયું છે. ઉપરાંત ગુજરાતના ખરાબ સમયે ગુજરાત દેશ માટે બોજ બનશે તેવું કહેતા હતા. પરંતુ આજે આ ગુજરાત દેશનું ગ્રોથ એન્જીન બન્યું છે.

ગુજરાતના ઈતિહાસને યાદ કર્યો : વાઈબ્રન્ટ ગુજરાતની 20 વર્ષની ઉજવણીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના ઇતિહાસને પણ યાદ કરતા નિવેદન આપ્યું હતું કે, 20 વર્ષ પહેલા વાઈબ્રન્ટ ગુજરાત તરીકે એક નાનું બીજ રોપ્યું હતું, જે આજે વિશાળ વાઈબ્રન્ટ વડ બની ગયું છે. જ્યારે 20 વર્ષ પૂરા થવા પર આજે તમામ યાદો સામે આવી છે. ગુજરાતમાં 2001 નો એ ભૂકંપ કે જેમાં હજારો મોત અને લાખો લોકો પ્રભાવિત થયા હતા. ત્યારબાદ દુષ્કાળની પરિસ્થિતિ અને આ જ સમય દરમિયાન માધવપુરા બેંક કોલેજ થવાના કારણે 133 જેટલી કોર્પોરેટીવ બેન્કમાં તોફાન મચી ગયું હતું. ગુજરાતની આર્થિક પરિસ્થિતિ ખરાબ થઈ હતી. ત્યારે પ્રથમ વખત હું ધારાસભ્ય બન્યો હતો. કોઈ પણ પ્રકારનો અનુભવ ન હતો. પરંતુ ચૂનોતી મોટી હતી. આ દરમિયાન જ ગોધરા ઘટના પણ બની ત્યારે સીએમ તરીકે પણ વધુ અનુભવ ન હતો. પરંતુ ગુજરાત અને ગુજરાતના લોકોના ભરોસો હતો એટલે જ આજે ગુજરાત સમૃદ્ધિ તરફ આગળ વધી રહ્યું છે.

વાઈબ્રન્ટ ગુજરાતનો ઈતિહાસ
વાઈબ્રન્ટ ગુજરાતનો ઈતિહાસ

વિપક્ષ પર ચાબખા : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિપક્ષનું નામ લીધા વગર અનેક પ્રહારો કર્યા હતા. વિપક્ષ પર પ્રહાર કરતા નિવેદન કર્યું હતું કે, આવી તમામ પરિસ્થિતિઓમાં અમુક લોકો પોતાના એજન્ડા લઈને ચાલતા હતા અને પોતાની રીતે જ એનાલિસિસ કરતા હતા. જેમાં ગુજરાતના યુવાનો, ગુજરાતનો વેપાર, ગુજરાતનો વેપારી એ રાજ્યની બહાર જતા રહેશે અને ગુજરાત દેશ માટે બોજ સમાન થશે. જ્યારે વર્ષ 2003માં અને ત્યારબાદ સતત બે વર્ષના અંતરે વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઇન્વેસ્ટ સમિટનું આયોજન કર્યું, ત્યારે કેન્દ્ર સરકારના પ્રધાનોને પણ આમંત્રણ આપવામાં આવતું હતું. પરંતુ તેઓ મારી સામે હાજર રહેશે તેવું કહેતા હતા. પરંતુ બાદમાં અંતિમ સમયે ફરી જતા હતા, જ્યારે વાઈબ્રન્ટ સમિટમાં વિદેશના રોકાણકારોને પણ ધાકધમકીઓ આપવામાં આવતી હતી.

વાઈબ્રન્ટ ગુજરાતનો ઈતિહાસ : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષ 2003 ના વાઈબ્રન્ટ ગુજરાતને યાદ કરતા નિવેદન આપ્યું હતું કે, વર્ષ 2003માં જ્યારે વાઈબ્રન્ટ ગુજરાતની શરૂઆત કરી હતી, ત્યારે ગુજરાત પાસે સુવિધાઓ પણ સારી ન હતી. આ ઉપરાંત હોટલોની પણ કોઈ વ્યવસ્થા ન હતી. સરકારી ગેસ્ટ હાઉસ પણ ફુલ થઈ જતા હતા. જ્યારે અમુક સમયે તો યુનિવર્સિટીના ગેસ્ટ હાઉસ અને બરોડામાં પણ ડેલીગેશનને રોકાવા માટેની વ્યવસ્થા કરવી પડતી હતી. જ્યારે વર્ષ 2009 ના વાઈબ્રન્ટ ગુજરાત વખતે પણ વૈશ્વિક મંદી હતી. ત્યારે પણ અધિકારીઓએ મને કાર્યક્રમ મોકૂફ રાખવા માટેનું કહ્યું હતું. પરંતુ મેં મોકૂફ ન રાખ્યો અને એની પણ સિદ્ધિ પ્રસિદ્ધિ રાજ્ય સરકારને પ્રાપ્ત થઈ છે. શરૂઆતના દિવસોમાં એટલે કે વર્ષ 2003 ના વાઈબ્રન્ટ સમિટમાં ફક્ત ગણતરીના જ દેશો હતા. જ્યારે આજે 135 જેટલા દેશો વાઈબ્રન્ટ સમિટમાં ભાગ લઈ રહ્યા છે.

ગુજરાતનો વ્યાપાર વિકાસ
ગુજરાતનો વ્યાપાર વિકાસ

ગુજરાતનો વ્યાપાર વિકાસ : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના વેપાર ધંધાને ભૂતકાળની પરિસ્થિતિની વાત કરતા જણાવ્યું હતું કે, પહેલા ગુજરાત એ દલાલ તરીકે કામ કરતું હતું. વેચાણકાળથી માલ ખરીદે અને જેને જરૂર હોય તેની પાસેથી માલનું વેચાણ કરે અને વચ્ચે જે હિસ્સો મળે તેનાથી ગુજરાત ખુશ રહેતું હતું. આમ ગુજરાતના ધંધાને પહેલા દલાલી તરીકે ઓળખાણ હતી. પરંતુ વાઈબ્રન્ટ ગુજરાત સમિટ બાદ ગુજરાતનો ટ્રેડ વધુ મજબૂત બન્યો છે. હાલમાં સિરામિક ક્ષેત્રે ગુજરાતનું 90% ફાળો 70% ફાળો, જ્યારે ફાર્મા સેક્ટરમાં ગુજરાતે સ્ટેટ તરીકે પણ સામે આવ્યું છે. આમ ઘણા સેક્ટરના સર્વેમાં દેશમાં ગુજરાત પ્રથમ ક્રમે રહ્યું હોવાનું નિવેદન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આપ્યું હતું.

નાગરિકોને વડાપ્રધાનની ગેરંટી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વાઈબ્રન્ટ સમિટની ઉજવણીમાં દેશ અને ગુજરાત બાબતે પણ ભવિષ્યને લઈને મોટું અને મહત્વનું નિવેદન કર્યું હતું. તેઓએ કહ્યું કે, જ્યાં સુધી હું મુખ્યપ્રધાન તરીકે ગુજરાતમાં કાર્યરત હતો, ત્યારે ગુજરાત દેશનું ગ્રોથ એન્જિન બને તે રીતે કામકાજ થતું હતું. ત્યારે હવે સમગ્ર વિશ્વમાં ભારત ગ્લોબલ ઇકોનોમી પાવર હાઉસ બને તે રીતનું આયોજન કરવામાં આવ્યું છે. આમ વર્ષ 2014 થી સમગ્ર વિશ્વમાં ભારત દેશનું નામ પ્રસિદ્ધ થાય તે બાબતે કામ કરવામાં આવી રહ્યું છે. જ્યારે વર્ષ 2017 સુધીમાં ભારત દેશ વિશ્વની ટોપ ઇકોનોમીમાં સમાવેશ થશે તેવી પણ નરેન્દ્ર મોદીએ ગુજરાત અને ભારત દેશના નાગરિકોને ગેરંટી આપી છે.

  1. PM Modi ChhotaUdepur : ઉમરગામથી અંબાજી સુધી આદિવાસી વિસ્તારનો વિકાસ કરવાનો મોકો મળ્યો : PM MODI
  2. PM Modi Gujarat Visit: 'વાઇબ્રન્ટ ગુજરાત'ને ગુજરાતનો આત્મવિશ્વાસ વધારવા માટે એક માધ્યમ બનાવવામાં આવ્યું : PM મોદી
Last Updated :Sep 27, 2023, 4:50 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.