ગુજરાત

gujarat

Gujarat Weather Update : સમગ્ર રાજ્યમાં ઠંડીનો ચમકારો, 16 જાન્યુઆરી બાદ હવામાનમાં આવશે પલટો

By

Published : Jan 11, 2022, 11:10 AM IST

રાજ્યમાં ઠંડીનો પારો(Weather of Gujarat Today) ગગડયો છે. આજે રાજ્યના જિલ્લાઓમાં 5.8 ડિગ્રીથી 13.6 ડિગ્રી જેટલું લઘુતમ તાપમાન નોંધાયું છે. તો સમગ્ર રાજ્યમાં ઠંડા(Cold Temperature in Gujarat) પવન પણ અનુભવાઈ રહ્યા છે. ત્યારે આગામી દિવસોમાં પારો હજુ પણ 3થી 5 ડિગ્રી નીચો જાય તેવી શક્યતાઓ હવામાન વિભાગે વ્યક્ત કરી છે.

Weather of Gujarat Today : સમગ્ર રાજ્યમાં ઠંડીનો ચમકારો વધ્યો, 16મી જાન્યુઆરી બાદ હવામાનમાં પલટો આવશે
Weather of Gujarat Today : સમગ્ર રાજ્યમાં ઠંડીનો ચમકારો વધ્યો, 16મી જાન્યુઆરી બાદ હવામાનમાં પલટો આવશે

કચ્છઃ સમગ્ર રાજ્યમાં આજે લઘુતમ તાપમાનનો પારો(Weather of Gujarat Today) ગગડયો છે. થોડાક દિવસો અગાઉ રાજ્યમાં ઠેર ઠેર કમોસમી(Unseasonal Rain in Gujarat) વરસાદ વરસ્યો હતો. કમોસમી માવઠું વરસતા રાજ્યમાં તાપમાનમાં ઘટાડો થતાં ટાઢકમાં વધારો થયો છે. તેમજ સમગ્ર રાજ્યમાં વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ છે. ત્યારે આજે સવારથી જ ઠંડા પવનો(Cold Temperature in Gujarat) ફૂંકાઈ રહ્યા છે.

16 જાન્યુઆરી બાદ હવામાનમાં પલટો આવશે

રાજ્યના ખેડૂતો માટે ફરી એકવાર માઠા સમાચાર સામે આવી રહ્યા છે. ગુજરાતમાં ફરી એકવાર માવઠુ આશંકા(Rainfall Forecast in Gujarat) આવી રહી છે. રાજ્યમાં ફરી એકવાર ભર શિયાળે કમોસમી વરસાદ(Non Seasonal Rain in Gujarat) ખાબકશે તેવી શક્યતાઓ જાણીતા આગાહીકાર દ્વારા કરવામાં આવી છે. જેમાં 16થી 19 જાન્યુઆરીએ ગુજરાતના હવામાનમાં પલટો આવશે. 18થી 20 જાન્યુઆરીએ કેટલાક ભાગોમાં માવઠું પડી શકે છે. તો 25થી 29 જાન્યુઆરીમાં પણ વાતાવરણમાં પલટો આવી શકે છે.

આ પણ વાંચોઃ Cold wave in Gujarat: જાણો શિયાળામાં પશુઓની દૂધ ઉત્પાદન ક્ષમતા જાળવી રાખવા શું કરવું !

રાજ્યના શિતમથક નલિયામાં 5.8 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું

હવામાન વિભાગ(Meteorological Department in Gujarat) દ્વારા જાહેર કરાયેલી વિગતો મુજબ આજે રાજ્યના જિલ્લાઓમાં 5 ડિગ્રીથી 13 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું હતું. તો રાજ્યનું શિતમથક નલિયામાં પારો સિંગલ ડિજિટમાં પહોંચ્યું હતું અને આજનું તાપમાન 5.8 ડિગ્રી નોંધાયું હતું. આજે ઠંડા પવનો વહેલી સવારથી જ ફૂંકાઈ(Cold weather in Gujarat) રહ્યા છે. તેમજ હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે પવનની દિશા બદલાઈ જતા કમોસમી વરસાદ નહીં વરસે. જેને લઈને આજે સવારથી સુરજના દર્શન થયા હતા અને ઠંડા પવન પણ અનુભવાયા હતા.

ગુજરાતના મહાનગરોમાં લઘુતમ તાપમાન(ડિગ્રીમાં)

મહાનગરો તાપમાન
અમદાવાદ 10.06
ગાંધીનગર 08.03
રાજકોટ 09.02
સુરત 13.04
ભાવનગર 10.08
જૂનાગઢ 10.00
બરોડા 09.00
નલિયા 05.08
ભુજ 10.00
કંડલા 13.06

આ પણ વાંચોઃ winter woolen market in Junagadh: જુનાગઢમાં વધી રહેલી ઠંડીના કારણે ગરમ કપડાંની માર્કેટમાં જોવા મળી તેજી

ABOUT THE AUTHOR

...view details