ગુજરાત

gujarat

Russia Ukraine War: ભુજનો વિદ્યાર્થી યુક્રેનમાં ફસાયો, કહ્યું ભારતીય દૂતાવાસ જવાબ પણ નથી આપી રહ્યું

By

Published : Feb 28, 2022, 4:40 PM IST

રશિયાએ યુક્રેન પર કરેલા હુમલા બાદ સ્થિતી (Russia Ukraine War )ખુબ નાજુક છે. ત્યારે અનેક ભારતીયો પણ યુક્રેનની મુશ્કેલ સ્થિતીમાં ત્યાં ફસાયા છે. જેમાં કચ્છના વિદ્યાર્થીઓ પણ યુક્રેનમાં ફસાયા છે ત્યારે ભુજના યુવકનો (Bhuj student trapped in Ukraine )આજે વિડિયો સામે આવ્યો છે જેમાં તે મદદ માટે અપીલ કરી રહ્યો છે.

Russia Ukraine War: ભુજનો વિદ્યાર્થી યુક્રેનમાં ફસાયો, કહ્યું ભારતીય દૂતાવાસ જવાબ પણ નથી આપી રહ્યું
Russia Ukraine War: ભુજનો વિદ્યાર્થી યુક્રેનમાં ફસાયો, કહ્યું ભારતીય દૂતાવાસ જવાબ પણ નથી આપી રહ્યું

કચ્છ:રશિયા યુક્રેન પર કરેલા હુમલા બાદ સ્થિતી ખુબ વણસી રહી છે અને હજુ પણ રશિયા યુક્રેન પર (Russia Ukraine War ) હુમલો કરી રહ્યું છે. સાથે યુક્રેન પણ જવાબી કાર્યવાહી સાથે નાગરિકોને સુરક્ષીત રાખવાના પ્રયાસો કરી રહ્યુ છે. ત્યારે અનેક ભારતીયો પણ યુક્રેનની મુશ્કેલ (Bhuj student trapped in Ukraine )સ્થિતીમાં ફસાયા છે. કચ્છના પણ 11 યુવાનો યુક્રેનમાં ફસાયા હોવાની જાણવા મળ્યું છે. આ તમામ ત્યાં સુરક્ષીત છે પરંતુ ભારત આવવા માટેના તેમના પ્રયત્નો સફળ રહ્યા નથી.

કચ્છના વિદ્યાર્થીઓ પણ યુક્રેનમાં ફસાયા

કચ્છના યુવાનનો યુક્રેનની સ્થિતિ વર્ણવતો વિડિયો આવ્યો સામે

યુક્રેનના કીવી, ટર્નોપીલ સીટીમાં આ વિદ્યાર્થીઓ વસવાટ કરતા હતા. યુક્રેનમાં ફસાયેલા યુવક-યુવતીઓ સતત તેમના( Indians trapped in Ukraine)પરિવારના સંપર્કમાં છે. ત્યાંની મુશ્કેલી વચ્ચે ભારત સરકાર પાસે મદદની આશા રાખી રહ્યા છે. કચ્છના પાટનગર ભુજના વિદ્યાર્થી રાજ ગોરનો વિડીયો સામે આવ્યો છે. જેમાં તે ત્યાંની પરિસ્થતિ વર્ણાવી રહ્યો છે.કેટલાય લોકો 40-50 કિલોમીટર પગે ચાલીને પોલેન્ડની બોર્ડર પર આવ્યા છે તો કેટલાક લોકો ટ્રેનની સુરક્ષિત જગ્યાએ પહોંચી રહ્યા છે.

હેલ્પલાઇન પરથી કોઈ જવાબ નથી મળી રહ્યો

રાજે ત્યાંની પરિસ્થતિ અંગે વાતચીત કરતા વધુમાં જણાવ્યું હતું કે, પોલેન્ડની બોર્ડર પર આવ્યા બાદ ના તો કોઈ વ્યવસ્થા છે ના તો કોઈ યોગ્ય માહિતી મળી રહી છે કે ક્યાં જવાનું છે કેવી રીતે જવાનું છે શું કરવાનું છે કાંઈ જ નહીં માત્ર ધક્કા મુક્કી થઈ રહી છે. કેટલાય લોકો ઝઘડી રહ્યા છે અને ઈજાગ્રસ્ત પણ થયા છે. ભારતીય દૂતાવાસ (Embassy of India in Ukraine)કે કોઈ પણ ભારતીય સંસ્થા જે એમને મદદ કરવા માટે પ્રયત્નો કરી રહી છે તો તેઓ એ જાહેર કરેલા હેલ્પલાઇન નંબર પૈકી ક્યાં નંબર ખરેખર કામ કરી રહ્યા છે કારણકે અમે ઘણા સમયથી સંપર્ક કરી રહ્યા છીએ, મેસેજ પણ કરી રહ્યા છીએ પરંતુ કોઈ જવાબ નથી મળી રહ્યું.

આ પણ વાંચોઃRussia Ukraine War : સરકાર વિધાર્થીઓના માતા-પિતા બની તેમને વતન પરત લાવી : જીતુ વાઘાણી

કચ્છના યુવાને મદદ માટે કરી અપીલ

યુક્રેનમાં ભારતની સાથે સાથે અનેક દેશોના લોકો અહીં ફસાયા છે. જેમની પણ મદદ કરવામાં આવી રહી છે. પરંતુ અહીંયા ભારતના પણ હજારોની સંખ્યામાં લોકો ફસાયા છે. અમે લોકો 2 દિવસથી અહીં ફસાયા છીએ. કાલે પણ 8-9 કલાકથી સતત ઊભા હતા. રાજે પોતાના વીડિયોમાં અપીલ કરતા જણાવ્યું હતું કે ભારતીય દૂતાવાસ અમને જણાવે કે કંઈ રીતે અમારી મદદ કરશે.

આશા છે કે ઝડપથી તેઓ ભારત પાછા ફરશે

યુક્રેનમાં ફસાયેલા ભારતીયોને પાછા લાવવા માટે સતત ભારત સરકાર પ્રયાસો કરી રહ્યું છે. પરંતુ ત્યાંની સ્થિતીને લઇને તે શક્ય બન્યુ નથી. હા, ઘણા ભારતીય સુધી મદદ પહોંચી છે. અને તેઓ ભારત લાવવાની શરૂઆત કરાઇ છે, પરંતુ કચ્છમાં 11 લોકો હજુ પણ સુરક્ષીત પરંતુ યુક્રેનમાં જ છે. આશા છે કે ઝડપથી તેઓ ભારત પાછા ફરશે.

યુક્રેનમાં કચ્છના ફસાયેલા વિદ્યાર્થીઓ

  1. મીનલ લાલજી કટુવા
  2. રાજ મંધુકાત ગોર
  3. વિધી કિશોરભાઈ દામા
  4. શિવમ શૈલેષભાઇ ગોસ્વામી
  5. જાની ધર્મીત ધમેન્દ્ર
  6. પ્રિયંકાન્ત શિવલાલ છાભૈયા
  7. હિરાણી સંસ્કૃતિ પ્રવિણભાઈ
  8. વિશાલ કાલુભાઈ મુરીયા
  9. તમન્ના મહેશ જોષી
  10. પાંજરીવાડા શિવમ
  11. પરગરૂ નિલેશ

કચ્છના વહીવટી તંત્રએ યુક્રેનમાં ફસાયેલા લોકોની જાણકારી માટે નંબર જાહેર કર્યો

કચ્છના વહીવટી તંત્ર સહિત આગેવાનો સતત આ અંગે યોગ્ય સ્થળો પર માહિતીનું આદાન પ્રદાન કરી રહ્યા છે. કચ્છના વહીવટી તંત્રએ યુક્રેનમાં મુશ્કેલીમા ફસાયેલા લોકોની જાણકારી માટે 02832-252347 પર જાણ કરવા પણ નંબર જાહેર કર્યો છે.

આ પણ વાંચોઃRussia Ukraine War : દિલ્હી એરપોર્ટથી 27 ગુજરાતી વિદ્યાર્થી ગાંધીનગર પહોંચતા હર્ષના આંસુ છલકાયા

ABOUT THE AUTHOR

...view details