ગુજરાત

gujarat

Kutch Corona Update : કચ્છ જિલ્લામાં આજે કોરોનાના 175 નવા કેસ નોંધાયા

By

Published : Jan 24, 2022, 12:27 PM IST

કચ્છમાં આજે કોરોનાના (Kutch Corona Update) 175 પોઝિટિવ કેસો સામે આવ્યા છે. જેથી જિલ્લામાં પોઝિટિવ (Corona Active Cases In Kutch) કેસોની સંખ્યા વધીને 1525 પહોંચી છે. તો આજે 149 દર્દીઓ સાજા થઈ ઘરે પરત ફર્યા છે. જિલ્લામાં નવા વેરિયન્ટ ઓમીક્રોનના આજે એક પણ કેસ નોંધાયો ન હતો.

Kutch Corona Update : કચ્છ જિલ્લામાં આજે કોરોનાના 175 નવા કેસ નોંધાયા
Kutch Corona Update : કચ્છ જિલ્લામાં આજે કોરોનાના 175 નવા કેસ નોંધાયા

કચ્છ:વૈશ્વિક મહામારી કોરોનાનું સંક્રમણ ફરીથી વધી રહ્યું છે અને દિવસેને દિવસે પોઝિટિવ કેસોની સંખ્યા પણ વધી રહી છે. આ ઉપરાંત કોરોના વાયરસનાં નવા વેરિયન્ટ ઓમીક્રોન પણ દેશમાં પગપેસારો કરી રહ્યું છે, ત્યારે કચ્છ જિલ્લામાં કોરોના વાયરસનાં સંક્રમણની(Kutch Corona Update) વાત કરવામાં આવે તો આજે કચ્છમાં 175 પોઝિટિવ કેસો નોંધાયા છે. જેથી જિલ્લામાં પોઝિટિવ કેસોની (Corona Active Cases In Kutch) સંખ્યા વધીને 1525 પહોંચી છે. તો આજે 149 દર્દીને ડીસચાર્જ કરવામાં આવ્યા હતા. નવા વેરિયન્ટ ઓમીક્રોનના (Omicron Cases In Kutch) જિલ્લામાં કુલ 7 કેસો નોંધાયા છે.

કચ્છમાં કોરોનાના કેસમાં સતત વધારો

કચ્છ જિલ્લામાં અત્યાર સુધી કોરોનાનાં 15741 પોઝિટિવ કેસો નોંધાયા છે. તો જિલ્લામાં આ મહામારીમાં સરકારી ચોપડા મુજબ 282 લોકોએ પોતાનો જીવ ખોયો છે.તો જિલ્લામાં 1525 એક્ટિવ પોઝીટીવ કેસો છે.

આ પણ વાંચોઃ Omicron Sub Variant in Gujarat: ગુજરાતમાં ઓમિક્રોનના સબ વેરિયન્ટની એન્ટ્રી, એકસાથે નોંધાયા 41 કેસ

જિલ્લામાં 86 કેસો અર્બન વિસ્તારમાં તથા 89 કેસો ગ્રામ્ય વિસ્તારમાં

છેલ્લા 24 કલાકમાં કચ્છ જિલ્લામાં નોંધાયેલા 175 કેસો પૈકી 86 કેસ અર્બન વિસ્તારમાં નોંધાયા છે. જ્યારે 89 કેસો ગ્રામ્ય વિસ્તારોમાં નોંધાયા છે. અંજાર તાલુકામાં સૌથી વધારે 66 કેસો, ગાંધીધામમાં 37, નખત્રાણામાં 25, મુન્દ્રામાં 18, ભુજમાં 13, માંડવીમાં 11, ભચાઉમાં 4, રાપરમાં 1 કેસ નોંધાયો છે.

આ ઉપરાંત આજે કચ્છ જિલ્લામાં કુલ 149 દર્દીઓને સ્વસ્થ થતા ઘરે પરત મોકલવામાં આવ્યા છે. જેમાંથી 63 દર્દીઓ ગાંધીધામ તાલુકાના 38 દર્દી ભુજના, 16 દર્દી ભચાઉના, 15 દર્દીઓ મુન્દ્રાના, 14 દર્દી અંજારના, 2 દર્દી લખપતના તો 1 દર્દી નખત્રાણા તાલુકાનો છે.

આજે કોરોના કેસ 175
જિલ્લાના કોરોનાના એક્ટિવ 1525
જિલ્લાના કુલ કેટલા કેસ 15741
ઓમિક્રોનના આજના કેસ 00
ઓમિક્રોનના એક્ટિવ કેસ 00
આજે સુધી ઓમિક્રોનના નોંધાયેલ કેસ 07
આજનો મૃત્યુઆંક 00
જિલ્લાનું કુલ મૃત્યુ 282
કેટલા લોકો આજે સ્વસ્થ થયા 149
કુલ કેટલા લોકો સ્વસ્થ થયા 14182
કુલ વેક્સિન
1st Dose 1667837
2nd Dose 1457428
Precaution Dose 32204

આ પણ વાંચોઃ Bidada Sarvoday Trust Anniversrary: 50 વર્ષની કરી ઉજવણીમાં ટ્રસ્ટે કચ્છ યુનિવર્સિટી અને મિશિગન યુનિવર્સિટી USA સાથે કર્યા MoU

ABOUT THE AUTHOR

...view details