ગુજરાત

gujarat

દિવા તળે અંધારું ભાજપના નગરસેવકના પૂત્રોને શ્રાવણિયો જુગાર રમવો પડ્યો ભારે

By

Published : Aug 23, 2022, 8:40 AM IST

Updated : Aug 23, 2022, 9:04 AM IST

કચ્છમાં જુગાર રમતા 6 આરોપીને પોલીસે ઝડપી પાડ્યા હતા. જોકે આમાંથી 2 આરોપી તો મુન્દ્રાના નગરસેવકના જ પૂત્ર છે. તેમના ફોટો ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ સાથે પણ વાઈરસ થયા છે. Gamblers caught in Kutch, Kutch District Police Drive, Kutch police raid in Gundala.

દિવા તળે અંધારું નગરસેવકના પૂત્રોને શ્રાવણિયો જુગાર રમવો પડ્યો ભારે
દિવા તળે અંધારું નગરસેવકના પૂત્રોને શ્રાવણિયો જુગાર રમવો પડ્યો ભારે

કચ્છજિલ્લાપોલીસે શ્રાવણ મહિનામાં જુગારની પ્રવૃત્તિ નાબૂદ કરવા અંગેની ડ્રાઈવ (Kutch District Police Drive) યોજી હતી. તે અંતર્ગત મુન્દ્રાના ગુંદાલામાં ગામની સીમમાંથી (Kutch police raid in Gundala) 6 આરોપીઓને પકડી પાડ્યા (Gamblers caught in Kutch) હતા. આમાંથી 2 આરોપી તો મુન્દ્રાના નગરસેવકના પૂત્રો છે. આ બંને આરોપીના ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલ સાથેના ફોટો વાઈરલ થઈ રહ્યા છે.

આ પણ વાંચોતીન પત્તીએ બગાડી વેપારીઓની બાજી

પોલીસને મળી હતી બાતમી મુન્દ્રા મરીન પોલીસ સ્ટેશનના (Mundra Marine Police Station) PSI જી. વી. વાણિયાના માર્ગદર્શન હેઠળ મુન્દ્રા મરીન પોલીસ સ્ટેશનના (Mundra Marine Police Station) કર્મચારીઓ પોલીસ સ્ટેશન વિસ્તારના પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન તેમને બાતમી મળી હતી કે, ગુંદાલા ગામની પૂર્વે આવેલી સીમ વિસ્તારમાં બાવળોની જાડીની આડમાં કેટલાક ઈસમો ગંજીપાના વડે તીન પત્તિ રૂપિયાની હાર જીતનો જુગાર રમી (Gamblers caught in Kutch) રમાડે છે, જે બાતમી જગ્યાએ રેઈડ કરતા 6 આરોપીઓને મુદ્દામાલ સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.

આ પણ વાંચોખેતમજૂરોને ખેલાડી બનાવી IPL જેવી ટુર્નામેન્ટ યોજી, રશિયામાં રમાડ્યો કરોડોનો સટ્ટો

પાટીલ સાથેના ફોટો થયા વાયરલભાજપના નગરસેવક હરિભાઈ ગોહિલના (Kutch BJP Nagarsevak Hari Gohil) બે પૂત્રો પણ એમાં સામેલ છે.તો શોસ્યલ મીડિયામાં ગુજરાત ભાજપ પ્રમુખ સી આર પાટીલ સાથે તેમના ફોટો વાયરલ થતા ચકચાર મચી ગઈ છે. આરોપી ભરત હરિભાઈ ગોહિલ અને જિગર હરિભાઈ ગોહિલ બંને નગરસેવકના પૂત્રો છે.

પોલીસે આ આરોપીને ઝડપ્યા પોલીસે આરોપી રામજીભાઈ હિરાભાઈ વરૈયા, સુનીલ કરસનભાઈ ગોહિલ, રામજી લખમણ આહિર અને નરશી લખમણભાઈ આહિરને ઝડપી પાડ્યા હતા. સાથે જ મુન્દ્રા મરિન પોલીસે (Mundra Marine Police Station) આરોપીઓ પાસેથી 49,480 રોકડા રૂપિયા તેમ જ 10,500 રૂપિયાની કિંમતના 3 મોબાઈલ ફોન મળીને કુલ 59,980 રૂપિયાની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

Last Updated :Aug 23, 2022, 9:04 AM IST

ABOUT THE AUTHOR

...view details