ગુજરાત

gujarat

Good News for Kutch: કચ્છમાં 2 મહિના પછી કોરોનાના કેસ ઘટવાના થયા શરૂ, પોઝિટિવિટી રેટ ઘટીને 4.5 ટકા થયો

By

Published : Feb 2, 2022, 3:39 PM IST

કચ્છ જિલ્લામાં કોરોનાના કેસ ઘટવાની શરૂઆત (Corona case decrease in Kutch after 2 months) થઈ ગઈ છે. ત્યારે આગામી દિવસોમાં કેસ હજી ઘટે તેવી આશા છે. જિલ્લામાં પણ ડિસેમ્બરથી કોરોનાના કેસમાં ઉછાળો (Corona Cases in Kutch) આવ્યો હતો, પરંતુ હવે કોરોનાની ત્રીજી લહેરમાં કચ્છ માટે સારા સમાચાર (Good News for Kutch) આવ્યા છે.

Good News for Kutch: કચ્છમાં 2 મહિના પછી કોરોનાના કેસ ઘટવાના થયા શરૂ, પોઝિટિવિટી રેટ ઘટીને 4.5 ટકા થયો
Good News for Kutch: કચ્છમાં 2 મહિના પછી કોરોનાના કેસ ઘટવાના થયા શરૂ, પોઝિટિવિટી રેટ ઘટીને 4.5 ટકા થયો

કચ્છઃ જિલ્લામાં જાન્યુઆરી મહિનામાં કોરોનાના કેસમાં (Corona Cases in Kutch) ઉછાળો આવ્યો હતો. જોકે, અત્યારે જિલ્લામાં કોરોનાની ત્રીજી લહેરમાં કેસ ઘટવાની શરૂઆત (Corona case decrease in Kutch after 2 months) થઈ ગઈ છે. હજી આગામી દિવસોમાં કેસ ઘટે તેવી આશા છે. કચ્છમાં જાન્યુઆરી મહિનાની શરૂઆતથી જ કોરોનાના કેસમાં ફરી ઉછાળો (Corona Cases in Kutch) શરૂ થયો હતો. જ્યારે 1 જાન્યુઆરી 2022એ અહીં ઓમિક્રોન વેરિયન્ટનો પ્રથમ કેસ (Omicron Variant Case in Kutch) નોંધાયો હતો. ત્યારબાદ જિલ્લામાં સમય સાથે કોરોનાના કેસનો ગ્રાફ ઉપરની તરફ જઈ રહ્યો હતો. એક સમયે સિંગલ ડિજિટમાં આવતા કેસનો આંકડો ડબલ ડિજિટ સુધી પહોંચ્યા પછી ત્રિપલ ડિજિટે પહોંચ્યો હતો.

જિલ્લામાં ગયા મહિને એક દિવસમાં સૌથી વધુ 462 કેસ નોંધાયા

આ પણ વાંચો-Corona in Rajkot Schools : જિલ્લામાં મોટી સંખ્યામાં શાળાઓમાં કોરોના કેસોથી શિક્ષણ વિભાગમાં દોડધામ

જિલ્લામાં ગયા મહિને એક દિવસમાં સૌથી વધુ 462 કેસ નોંધાયા

જાન્યુઆરી મહિનાના પ્રથમ દિવસે કચ્છમાં કોરોનાના 22 નવા કેસ (Corona Cases in Kutch) નોંધાયા હતા. આ સંખ્યા વધીને 10 તારીખે ત્રિપલ ડિજિટ 109 સુધી પહોંચી હતી. ત્યારબાદ ફરી 10 દિવસ પછી 20 તારીખે દૈનિક કેસોનો વિસ્ફોટ થતાં 346 કેસો નોંધાયા હતા અને તેના 2 દિવસ બાદ 22 તારીખે કોરોનાની ત્રણેય લહેરની સૌથી વધારે 462 કેસ (Corona Cases in Kutch) નોંધાયા હતા.

આ પણ વાંચો-Corona Update Navsari: ધન્વંતરી અને સંજીવની રથની કામગીરી ફળી, કોરોના કેસમાં થયો ધરખમ ઘટાડો

છેલ્લાં એક મહિનામાં 5,077 પોઝિટિવ કેસ, 3837 રિકવર કેસ

દરરોજ નોંધાતા કોરોના પોઝિટિવ કેસ (Corona Cases in Kutch) સામે જિલ્લામાં સાજા થતા દર્દીઓની સંખ્યા (Corona Recovery Rate in Kutch) પણ ધીમી ગતિએ વધી રહી છે. હાલમાં રિકવર કેસ પણ ત્રિપલ ડિજિટમાં જોવા મળી રહ્યા છે. જોકે, રિકવર થયેલા કેસોની સંખ્યા (Corona Recovery Rate in Kutch) પોઝિટિવ કેસોથી ઘણી ઓછી થતાં એક્ટિવ કેસોમાં સતત વધારો નોંધાયો હતો. જાન્યુઆરી મહિનાની 26 તારીખથી દૈનિક નવા કેસોની સરખામણીએ રિકવર કેસોની સંખ્યા વધવાની શરૂ થઈ હતી. 1 જાન્યુઆરીથી 1 ફેબ્રુઆરી સુધી જિલ્લામાં કુલ 5,077 કેસ નોંધાયા હતા. જ્યારે કે રિકવર થયેલા કેસોની સંખ્યા 3,837 એ પહોંચી હતી. આ પ્રમાણે જાન્યુઆરી મહિનામાં કચ્છમાં રિકવરી રેટ 75.57 ટકા નોંધાયો હતો.

જિલ્લામાં પોઝિટિવ કેસોની સંખ્યા ઘટવાની શરૂ: મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી

કચ્છ જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારી ડૉ. જનકકુમાર માઢકે ETV Bharat સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, જિલ્લામાં કોરોનાની ત્રીજી લહેરમાં કેસો ઘટવાની શરૂઆત થઈ ગઈ છે અને આગામી દિવસોમાં કેસ હજી ઘટવાની આશા છે. જિલ્લામાં હાલ કોરોનાના એક્ટિવ કેસોની સંખ્યા 1,288 છે, જેમાંથી 1,270 લોકો હોમ આઈસોલેશનમાં છે અને માત્ર 18 લોકો જ હોસ્પિટલમાં દાખલ છે. આ મુજબ, હોસ્પિટલાઈઝેશન રેટ પણ 1.39 ટકા થયો છે. જિલ્લામાં ત્રણેય લહેરમાં સૌથી વધારે પોઝિટિવિટી રેટ 18 ટકા જેટલી નોંધાયો હતો, જે ત્રીજી લહેરમાં 9 ટકા સુધી પહોંચ્યો હતો અને હાલ 4.5 ટકા પર છે.

જે લોકોએ રસીના લીધી હોય તેવા લોકોએ હજી પણ રસીકરણનો લાભ લેવો જોઈએ

જિલ્લા મુખ્ય અધિકારીએ વધુમાં ઉમેર્યું હતું કે, આઉપરાંત હજી પણ લોકોએ જાતે આગળ આવીને કોરોના રસીકરણ (Corona vaccination in Kutch district) કરાવવું જોઈએ. આમ, તો કચ્છ જિલ્લાના સારા પ્રમાણમાં રસીકરણ (Corona vaccination in Kutch district) કરવામાં આવ્યું છે. લોકોમાં કોરોનાનો ડર ઓછો થયો છે, પરંતુ હજી પણ લોકોએ કોરોનાના પ્રોટોકોલનો પાલન કરવું અનિવાર્ય છે. સોશિયલ ડિસ્ટન્સ જાળવી રાખવું જોઈએ. ત્રણ લેયર વાળા માસ્કનો ઉપયોગ કરવો જોઈએ. આઉપરાંત પોતાના હાથને વારંવાર સેનિટાઈઝ પણ કરવા જોઈએ, જેથી સંક્રમણ ફેલાવતું અટકાવી શકાય.

ABOUT THE AUTHOR

...view details