ગુજરાત

gujarat

Kutch News: ચોમાસામાં નીકળતા સાપનું કુલ 29 જેટલા તાલીમબદ્ધ સ્નેક રેસ્ક્યુઅર્સ કરી રહ્યા છે રેસ્ક્યુ

By

Published : Aug 7, 2023, 10:27 PM IST

ચોમાસામાં સાપ નીકળવાની ઘટના સામાન્ય છે. કચ્છ જેવા જિલ્લામાં ચોમાસા સાપ નીકળવાની ઘટના વારંવાર થતી રહે છે. પરિણામે વન વિભાગ દ્વારા આ સાપોનું રેસક્યુ કરવા માટે 29 રેસ્કયુઅર્સને ખાસ તાલીમથી સજ્જ કર્યા છે. સમગ્ર કચ્છ જિલ્લામાં સાપ નીકળે તો તેને હાનિ ન પહોંચાડવા અને સ્નેક રેસ્કયુઅર્સને કોલ કરવા કરી છે અપીલ.

સ્નેક રેસ્કયુઅરને તાલીમ
સ્નેક રેસ્કયુઅરને તાલીમ

આઈકાર્ડ ધરાવતા માન્ય 29 સ્નેક રેસ્કયુઅર્સઃ

કચ્છઃ કચ્છના જૈવ વૈવિધ્યતા ધરાવતા નિર્વસનતંત્રમાં સાપ મહત્વનું સરિસૃપ છે. કચ્છ જિલ્લામાં 3 પ્રકારના સાપની પ્રજાતિ ઝેરી છે,તો 25 જેટલી પ્રજાતિના બીન ઝેરી સાપ જોવા મળે છે. હાલમાં ચોમાસાની સીઝનમાં રહેણાક વિસ્તારોમાં સાપ વધુ જોવા મળતા હોય છે ત્યારે જિલ્લામાં સાપ પકડવા માટેના રેસક્યુર્સને તાલીમ આપવામાં આવી રહી છે. જેઓ રહેણાંક વિસ્તારમાં જોવા મળતા સાપને પકડીને સુરક્ષિત છોડવામાં આવે છે.

આઈકાર્ડ ધરાવતા માન્ય 29 સ્નેક રેસ્કયુઅર્સઃ કચ્છ જિલ્લામાં કુલ 29 લોકો વનવિભાગની તાલીમ મેળવી આઈકાર્ડ ધરાવતા માન્ય સ્નેક રેસ્કયુઅર છે. હાલ ચોમાસામાં સાપ પોતાનું કુદરતી સ્થાનમાંથી બહાર આવીને રહેણાંક વિસ્તારમાં આવી જતા હોય છે. ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં દૈનિક વિવિધ સાપના રેસ્કયૂ કરવામાં આવી રહ્યા છે.

30 ઓગસ્ટે અપાઈ તાલીમઃ કચ્છ જિલ્લાની સાથે સાથે ગુજરાતના દરેક જિલ્લાઓમાં પણ વન વિભાગ દ્વારા સ્નેક રેસ્કયુઅરને તાલીમ આપવામાં આવી રહી છે. કચ્છની વાત કરવામાં આવે તો હાલ કચ્છ જિલ્લામાં 30 ઓગસ્ટના રોજ સ્નેક રેસ્કયુઅરને તાલીમ આપવામાં આવી હતી. હાલમાં 29 જેટલા રેસ્કયુઅરને સાપ પકડવા માટે તાલીમ આપવામાં આવી છે.જેમના વિસ્તારમાં જ્યારે પણ સાપ નીકળશે ત્યારે વન વિભાગના સ્ટાફને સાથે રહીને તેઓને કામગીરી કરવા માટે ઓર્થોરાઈઝ્ડ કરવામાં આવેલા છે.

ચોમાસાના સમયગાળા દરમિયાન સાપ વિશેષ પ્રમાણમાં પોતાના નિવાસ સ્થાનમાંથી બહાર નીકળીને રહેણાક વિસ્તારમાં આવી જતા હોય છે. રહેણાંક વિસ્તારમાં જ્યારે સાપ આવે ત્યારે તેને હેરાન ન કરવો.આ માટે વનવિભાગ ગુજરાત રાજ્ય દ્વારા એક વાઈલ્ડ લાઈફ હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવેલો છે 8320002000 આ નંબર 24 કલાક દરમિયાન કાર્યરત હોય છે.આ નંબર પર જે વિસ્તારમાં સાપ આવ્યો હોત તેની જાણ કરીને વિસ્તારની માહિતી આપીને સ્નેક રેસ્કયુઅર અને વન વિભાગના સ્ટાફને બોલાવીને સાપ રેસ્કયૂ કરાવી શકો છો...યુવરાજસિંહ ઝાલા(નાયબ વન સંરક્ષક,પશ્ચિમ કચ્છ વન વિભાગ)

સાપ નીકળે ત્યારે શું કરવુંઃ મુખ્યત્વે સાપ જ્યારે રહેણાંક વિસ્તારમાં આવતો હોય છે ત્યારે કોઈ અંધારી જગ્યા હોય અથવા કોઈ એવી જગ્યા પસંદ કરતો હોય છે કે જ્યાં તેને ડિસ્ટર્બ ના થાય તો જ્યાં સુધી આના જાણકાર સ્નેક રેસ્કયુઅર અથવા વન વિભાગની ટીમ ત્યાં ના પહોંચે ત્યાં સુધી સાપને ડિસ્ટર્બ ન કરીને ફક્ત તેના પર વોચ રાખીને તેની મૂવમેન્ટ જોઈને જ્યારે સ્ટાફ કે સ્નેક રેસ્કયુઅર આવે ત્યારે તેમને અવગત કરીને સાપનું રેસ્કયૂ કરવું હિતાવહ છે.

  1. 'સાંપોને મારો નહીં બચાવો, પર્યાવરણને સંતુલિત રાખવામાં તેનું અહમ યોગદાન'
  2. સૌરાષ્ટ્રના સમુદ્રમાં વ્હેલ શાર્કનું સંરક્ષણ અભિયાન, હવે 800 વ્હેલના થયાં રેસ્કયૂ

ABOUT THE AUTHOR

...view details