ગુજરાત

gujarat

લમ્પી રોગને લઈને મુખ્યપ્રધાને ગ્રાઉન્ડ ઝીરો કર્યું નિરીક્ષણ, લોકોની સાંભળી રજૂઆતો

By

Published : Aug 2, 2022, 2:10 PM IST

Updated : Aug 2, 2022, 4:12 PM IST

લમ્પી રોગને લઈને મુખ્યપ્રધાને ગ્રાઉન્ડ ઝીરો કર્યું નિરીક્ષણ, લોકોની સાંભળી રજૂઆતો
લમ્પી રોગને લઈને મુખ્યપ્રધાને ગ્રાઉન્ડ ઝીરો કર્યું નિરીક્ષણ, લોકોની સાંભળી રજૂઆતો ()

રાજયમાં લમ્પી વાયરસનું સંક્રમણ (Lumpy virus in Gujarat) વધતા મુખ્યપ્રધાન હવે ખુદ ગ્રાઉન્ડ પર આવીને નિરીક્ષણ કરી રહ્યા છે. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે ભૂજમાં લમ્પી વાયરસને લઈને (CM Kutch Lumpy Review) સમીક્ષા કરી હતી, તો બીજી તરફ માંડવી સેવાભાવી સંસ્થાના અગ્રણીઓએ મુખ્યપ્રધાનને ફરીયાદ કરી હોવાની વિગતો સામે આવી રહી છે.

કચ્છ : લખપત તાલુકાના કૈયારી ગામમાં 23મી એપ્રિલે દુધાળા ઢોરમાં લમ્પી (Lumpy virus in Gujarat) રોગનો પ્રથમ કેસ નોંધાયા હતો તેવી માહિતી સામે આવી છે. જે બાદ 1લી ઓગસ્ટ સુધીમાં અન્ય તાલુકા ઉપરાંત ભુજ સહિતના શહેરોમાં ગાય અને ભેંસ સંવર્ગના પશુઓમાં સંક્રમણ વધી રહ્યું હતું. વધતા જતા વાયરસને લઈને અત્યાર સુધીમાં અસંખ્ય પશુઓના મૃત્યુ થયા છે. તો બીજી તરફ પશુપાલકો સાથે ગાયોની હાલત પણ કથળતી જાય છે. આ રોગ હવે બેકાબુ થઇ ગયો તેવા દ્રશ્યો અવારનવાર સામે આવ્યા રાખે છે. જેને લઈને રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે ભુજના આઇસોલેશન સેન્ટરની મુલાકાત લીધી હતી અને સમીક્ષા કરી હતી.

જિલ્લાની હાલત - જિલ્લામાં 23.79 લાખ પશુધન છે જે પૈકી 5.74 લાખ ગાયો છે. તેમાંથી 2.03 લાખ ગાયોનો લમ્પી રોગ માટેનું રસીકરણ કરાયું છે. લમ્પી સ્કિન ડિસિઝના કારણે જિલ્લામાં 1190 ગાયો મૃત્યુને ભેટી પડી છે. કુલ 49,974 પશુઓની સારવાર કરાઈ છે. જ્યારે લમ્પી વાયરસથી (CM Bhupendra Patel visit to Kutch) અસરગ્રસ્ત હોય એવા 37,840 પશુઓની સારવાર કરવામાં આવી છે. ગાયોની આવી પરિસ્થિતિ જોઈને ગૌ પ્રેમીઓમાં પણ અરેરાટી ફેલાઈ છે.

લમ્પી રોગને લઈને મુખ્યપ્રધાને ગ્રાઉન્ડ ઝીરો કર્યું નિરીક્ષણ, લોકોની સાંભળી રજૂઆતો

આ પણ વાંચો :લમ્પી વાયરસ ગ્રસ્ત ગાયનું દૂધ નુકશાન કારક નહીં, દૂધને ઉકાળવાથી સુરક્ષિત થાય

મુખ્યપ્રધાને પરિસ્થિતિનો મેળવ્યો તાગ -સરહદી જિલ્લા કચ્છમાં લમ્પી રોગના લીધે પરિસ્થિતિ વણસી રહી છે. તેની ગંભીરતાને (CM Kutch Lumpy Review) ધ્યાનમાં લઈને રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ ભુજ નગરપાલિકાના આઇસોલેશન સેન્ટરની મુલાકાતે આવ્યા હતા. લમ્પી રોગથી પીડાતી ગાયોની પરિસ્થિતિથી (CM on lumpy virus) વાકેફ થયા હતા. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે પશુઓની સારવાર કરી રહેલા ડોક્ટરોની સાથે વાતચીત કરીને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો.

આ પણ વાંચો :લમ્પીગ્રસ્ત ગાયનું દૂધ પીવું કે ન પીવું?

મુખ્યપ્રધાને સ્વયંસેવકોની રજૂઆતો સાંભળી -ભુજના કોડકી રોડ ઉપર આવેલા નગરપાલિકાના આઇસોલેશન સેન્ટર પર મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર (CM Isolation Center visit) પટેલ, કચ્છ કલેકટર, જિલ્લા વિકાસ અધિકારી, DIG, પશ્ચિમ કચ્છ પોલીસ અધિક્ષક સહિતના અધિકારીઓએ સ્થળ પર મુલાકાત લીધી હતી. તેમજ સેવાભાવી સંસ્થાઓ, સ્થાનિક સ્વયં સેવકોની રજૂઆતો પણ સાંભળી હતી. વિશ્વ હિન્દુ પરિષદના અગ્રણીઓ દ્વારા મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ સમક્ષ ગાયોના મૃતદેહની અંતિમ વિધિ માટે ઇલેક્ટ્રિક સ્મશાનની રજુઆત કરવામાં આવી હતી. તેમજ આ રોગના વધારે કેસો છે તેવા માંડવી તાલુકાના સેવાભાવી સંસ્થાના અગ્રણીઓએ રજૂઆત કરી હતી કે, માંડવી નગરપાલિકા દ્વારા પૂરતો સહયોગ કરવામાં નથી આવી રહ્યો.

Last Updated :Aug 2, 2022, 4:12 PM IST

ABOUT THE AUTHOR

...view details