લમ્પી વાયરસ ગ્રસ્ત ગાયનું દૂધ નુકશાન કારક નહીં, દૂધને ઉકાળવાથી સુરક્ષિત થાય

author img

By

Published : Aug 1, 2022, 7:02 PM IST

લમ્પી વાયરસ ગ્રસ્ત ગાયનું દૂધ નુકશાન કારક નહીં, દૂધને ઉકાળવાથી સુરક્ષિત થાય

ગુજરાતમાં હાલ પશુઓમાં લમ્પી વાયરસનો કહેર જોવા (Lumpy virus in Gujarat )મળી રહ્યો છે. હાલ લમ્પીને રોકવા માટે પશુઓમાં રસીકરણ કરવામાં આવી રહ્યું છે. લમ્પીના કારણે દૂધના ઉત્પાદનમાં ઘટાડો થયો છે. તેમજ લમ્પીથી અસરગ્રસ્ત પશુઓના દૂધ સંપૂર્ણ રીતે સુરક્ષિત છે. દૂધને ઉકાળવામાં આવે તો દૂધમાંથી રહેલા લમ્પી વાયરસના(Lumpy virus)રજકણો નાશ પામે છે. જેથી દૂધ ખાવા લાયક અને પીવા લાયક બને છે

ગાંધીનગર: ગુજરાતના કચ્છ જિલ્લાથી શરૂ થયેલ લમ્પી વાયરસ(Lumpy virus in Gujarat ) હાલમાં રાજ્યના 20 થી વધુ જિલ્લાઓમાં પ્રસરી રહ્યો છે. રાજ્ય સરકારના પશુપાલન વિભાગ(Gujarat Animal Husbandry Department ) દ્વારા તમામ દુધાળા પશુઓને તાત્કાલિક ધોરણે રસીકરણ પણ શરૂ કરવામાં આવ્યું છે, ત્યારે સૌથી વધારે કચ્છ જિલ્લામાં વાયરસની અસરો જોવા(Animal death to lumpy virus) મળી છે.

લમ્પી વાયરસ

દૂધના ઉત્પાદનમાં ઘટાડો - લમ્પી વાયરસની અસર મહત્વ દુધાળા પશુઓમાં જોવા (Lumpy skin disease vaccine )મળી રહી છે. ગુજરાતમાં 20 જિલ્લાઓમાં દૂધના ઉત્પાદનમાં પણ ઘટાડો જોવા મળ્યો છે. આ બાબતે રાજ્યના પશુપાલન વિભાગના નિયામક ફાલ્ગુની ઠાકરે જણાવ્યું હતું કે રોગના કારણે પશુઓ પોતાનો આહાર બંધ કરે છે જેથી દૂધના ઉત્પાદનમાં ઘટાડો થયો છે. પરંતુ લમ્પી વાયરસ અસરગ્રસ્ત પશુઓના દૂધ સંપૂર્ણ રીતે સુરક્ષિત છે કારણ કે દૂધને 100 ડિગ્રી ઉપર(Lumpy virus infected animal milk)ઉકાળવામાં આવે તો દૂધમાંથી રહેલા લમ્પી વાયરસના(Lumpy virus)રજકણો નાશ પામે છે. જેથી દૂધ ખાવા લાયક અને પીવા લાયક પણ બને છે અને તે દૂધ સુરક્ષિત જ હોય છે.

પશુઓની હેરફેર પર પણ પ્રતિબંધ જાહેર - રાજ્ય સરકારના પશુપાલન કેબિનેટ પ્રધાન રાઘવજી પટેલે રાજ્ય સરકારની તૈયારીઓ બાબતે જણાવ્યું હતું કે અત્યાર સુધીમાં 8.17 લાખથી વધુ પશુઓમાં રસીકરણ (Lumpy skin disease )કરવામાં આવ્યું છે. સુરત સિવાયના બાકીના 14 જિલ્લાઓમાં અને જિલ્લા બહાર પશુઓની હેરફેર પર પણ પ્રતિબંધ જાહેર કરવામાં આવ્યો છે. આ ઉપરાંત કામ તેની યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર નરેશ કેલાવાળાના અધ્યક્ષ સ્થાન હેઠળ રાજ્ય કક્ષાની ટાસ્ક ફોર્સની પણ રચના કરવામાં આવી છે, જેમાં ટાસ્ક ફોર્સ દ્વારા ટૂંક સમયમાં જ આ રોગળારા બાબતે નવી ગાઈડલાઇન્સ પણ જાહેર કરવામાં આવશે.

કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યો - રાજ્યના કેબિનેટ પ્રધાન રાઘવજી પટેલે લમ્પી વાયરસ બાબતે વધુમાં જણાવ્યું હતું કે રાજ્યમાં જિલ્લાઓમાં જે રીતે લમ્પી વાયરસમાં શહેર જોવા મળ્યો છે તેને ધ્યાનમાં લઈને રાજ્ય સરકાર દ્વારા તાત્કાલિક ધોરણે એક કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર પણ ઊભું કરવામાં આવ્યું છે. આ કંટ્રોલ રૂમનું સુપરવિઝન ફીસરીઝ કમિશનર નીતિન સાંગવાન દ્વારા કરવામાં આવી રહ્યું છે પશુઓને આ રોગમાં તાત્કાલિક સારવાર અને અન્ય માહિતી મળી રહે તે માટે હેલ્પલાઇન 1961 પર છેલ્લા 8 દિવસમાં 21,000 થી વધુ ફોન આવ્યા છે.

આ પણ વાંચોઃ લમ્પીથી પશુઓને બચાવવા વેક્સીનના 1 લાખ ડોઝ મંગાવ્યા, ઘરબેઠા પણ સારવાર શક્ય

300 જેટલાં વેટરનરી ડોક્ટરોની અછત - રાજ્યમાં કુલ 600 જેટલી વેટેનરી ડોક્ટરોની જગ્યા છે પરંતુ 300 જેટલી ડોકટરોની અછત છે. રાજ્યના પશુપાલન વિભાગ દ્વારા 222 પશુ ચિકિત્સકો અધિકારીઓ અને 713 પશુ ધન નિરીક્ષકો દ્વારા અસરગ્રસ્ત ગામોમાં સઘન સર્વેની કામગીરી શરૂ કરવામાં આવી છે. જ્યારે વધારાના 332 જેટલા આઉટસોર્સીસ પશુ ચિકિત્સ લોકોને 10 ગામ દીઠ મોબાઈલ પશુ દવાખાના વાહન સહિત આ રોગના સર્વે સારવાર અને રસીકરણની કામગીરીમાં સામેલ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત રાજ્યની વેટરનરી કોલેજના સ્નાતક અનુસ્નાતક અને અધ્યાપકો સહિત 107 સભ્યોને કચ્છ, જામનગર, દેવભૂમિ દ્વારકા અને બનાસકાંઠા જિલ્લામાં કામગીરી પણ સોંપવામાં આવી છે જ્યારે કામધેની યુનિવર્સિટી દ્વારા કચ્છ જિલ્લા ખાતે 175 જામનગર ખાતે 75 દ્વારકા ખાતે 50 સભ્યોને મોકલીને પૂરજોશમાં રસીકરણની કામગીરી કરવામાં આવી છે.

ક્યાં જિલ્લામાં કેટલી અસર - રાજ્યના 20 જિલ્લા જેવા કે કચ્છ, જામનગર, દ્વારકા, રાજકોટ, પોરબંદર, મોરબી, સુરેન્દ્રનગર, અમરેલી, ભાવનગર, બોટાદ, જૂનાગઢ, ગીર સોમનાથ, બનાસકાંઠા, સુરત, પાટણ, અરવલ્લી, પંચમહાલ, મહીસાગર, વલસાડ અને મહેસાણા મળીને કુલ 20 જિલ્લાઓમાં પશુઓમાં રોગચાળો જોવા મળ્યો છે. આવા જિલ્લાઓના કુલ 1935 ગ્રામ્ય વિસ્તારોમાં 54,161 પશુઓમાં લમ્પી વાઇરસની અસર જોવા મળી છે જેમાં 1431 પશુઓના મૃત્યુ નિપજ્યાં છે.

આ પણ વાંચોઃ કચ્છમાં મૃતગાય મુદ્દે તંત્ર એક્શન મોડ પર, રાતોરાત કર્યો નિકાલ

મૃતદેહના નિકાલ 2 કલાકમાં કરવાની સૂચના - લમ્પી વાયરસના કારણે અત્યાર સુધીમાં 1431 પશુઓના મૃત્યુ નોંધાયા છે અને નીરોગી પશુઓમાં રોગનો ફેલાવો ન થાય તે માટે આઠ લાખથી વધુ પશુઓમાં રસીકરણ પણ કરવામાં આવી છે. જે પશુ આ રોગના કારણે મૃત્યુ થાય તો તાત્કાલિક ધોરણે બે કલાકની અંદર જ મૃતદેહનો નિકાલ કરવાની સૂચના રાજ્ય સરકારે દ્વારા આપવામાં આવી છે જેના માટે જે તે જિલ્લાના કલેક્ટર ના અધ્યક્ષ સ્થાને સંપૂર્ણ મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત મૃતદેહના નિકાલ માટે ખાડો ખોદીને બાયો કેમિકલ અને બાયોટિક પાવડરનો ઉપયોગ કરવામા આવી રહ્યો છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.