ગુજરાત

gujarat

Kutch News: BSFને જખૌના ખિદરત બેટ પરથી ચરસના 10 પેકેટ મળી આવ્યા, BSF હાઈ એલર્ટ પર

By

Published : Aug 13, 2023, 5:15 PM IST

કચ્છમાં જખૌના ખિદરત બેટ પરથી ચરસના 1 કિલો વજનના 10 પેકેટ મળી આવ્યા છે. આગામી સ્વતંત્રતા દિવસને ધ્યાનમાં રાખીને BSF દ્વારા જખૌ તટના વિવિધ વિસ્તારોમાં સઘન સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે.

Etv Bharat
Etv Bharat

કચ્છ: દરિયાઇ સીમામાંથી અવારનવાર કેફી દ્રવ્યોનો જથ્થો મળી આવતો હોય છે. ત્યારે આજે બીએસએફના જવાનોને એક વિશેષ સર્ચ ઑપરેશનમાં જખૌ કિનારેથી લગભગ 2 કિમી દૂર નિર્જન ખિદરત બેટ પરથી ચરસના 10 પેકેટ મળી આવ્યા છે. જેને જપ્ત કરી બીએસએફ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

પેકેટ પર 'ઉડતા ગરુડ'નું ચિત્ર

પેકેટ પર 'ઉડતા ગરુડ'નું ચિત્ર: બીએસએફના જવાનોએ દરિયાઈ મોજામાં ધોવાઈ ગયેલ પીળા રંગની પ્લાસ્ટિક બેગમાંથી આશરે 1 કિલો વજનના શંકાસ્પદ માદક દ્રવ્યોના 10 પેકેટો જપ્ત કર્યા હતા. 10 પેકેટો એક સાથે પેક કરવામાં આવ્યા હતા. અને દરેક પર 'ઉડતા ગરુડ'નું ચિત્ર પ્રિન્ટ કરવામાં આવેલ છે. ચરસના પેકેટની આંતરરાષ્ટ્રીય બજાર હજી સુધી જાહેર કરવામાં આવેલ નથી.

BSF હાઈ એલર્ટ પર: ઉલ્લેખનીય છે કે 15 એપ્રિલ 2023થી અત્યાર સુધીમાં જખૌના દરિયાઈ વિસ્તારમાંથી ચરસના 40 પેકેટ મળી આવ્યા છે. ત્યારે બીજી તરફ આગામી સ્વતંત્રતા દિવસને ધ્યાનમાં રાખીને BSF ગુજરાત તેની જવાબદારીના ક્ષેત્રમાં હાઈ એલર્ટ પર છે. બીએસએફ દ્વારા જખૌ તટના વિવિધ વિસ્તારોમાં સઘન સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે.

ગત મહિને મળ્યું હતું ચરસનું 1 પેકેટ:કચ્છના દરિયાઇ સીમામાંથી 28 જુલાઈ 2023ના રોજ ચરસનું પેકેટ મળી આવ્યું હતું. બીએસએફના સર્ચ ઓપરેશન દરમિયાન જખૌના દરિયાઈ વિસ્તારમાંથી ચરસનું એક પેકેટ મળી આવ્યું હતું. આ વિસ્તારમાંથી ચરસ, ડ્રગ્સ જેવી બિનઅધિકૃત વસ્તુઓ ગેરકાયદેસર રીતે ભારતની સીમામાં મળી આવતુ હોય છે. ત્યારે આશરે 1 કિલો ચરસ મળી આવતા દરિયાની સુરક્ષા કરતા બીએસએફએ આ મામલે તપાસ હાથ ધરી હતી.

  1. Kutch News : જખૌના શેખરણ પીર બેટ પરથી ચરસના 2 પેકેટ મળી આવ્યા, એપ્રિલથી આજ સુધીમાં 29 પેકેટ જપ્ત
  2. KUTCH NEWS : BSF અને NIU એ જખૌ દરિયા કિનારેથી ચરસના 10 પેકેટો કબજે કર્યા

ABOUT THE AUTHOR

...view details