ગુજરાત

gujarat

સ્મૃતિવન બન્યું સહેલાણીઓનું ફેવરિટ, દિવાળી વેકેશનમાં મુલાકાતીઓની સંખ્યા વધી

By

Published : Oct 29, 2022, 1:06 PM IST

ભુજનું સ્મૃતિવન બન્યું હોટ ફેવરિટ બની ગયું છે કેમકે દિવાળીની રજાઓમાં 24000 થી વધારે મુલાકાતીઓની મુલાકાત લીધી છે. દિવાળીની રજાઓ દરમિયાન જ 24 હજારથી વધારે લોકોએ સ્મૃતિ વનના ભૂકંપ મ્યુઝિયમની મુલાકાત લીધી છે.

ભુજનું સ્મૃતિવન બન્યું હોટ ફેવરિટ, દિવાળીની રજાઓમાં 24000 થી વધારે મુલાકાતીઓની લીધી મુલાકાત
ભુજનું સ્મૃતિવન બન્યું હોટ ફેવરિટ, દિવાળીની રજાઓમાં 24000 થી વધારે મુલાકાતીઓની લીધી મુલાકાત

કચ્છનહીં દેખા તો કુછ નહીં દેખા છેલ્લા 20 વર્ષોથી કચ્છપ્રવાસનના કારણે વિશ્વભરમાં પ્રખ્યાત થયું છે. કચ્છનું સફેદ રણ જોવા દેશ વિદેશથી પ્રવાસીઓ ખાસ કચ્છ આવી રહ્યા છે. ત્યારે તારીખ 8 ઓગસ્ટ 2022ના દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે લોકાર્પણ પામેલું ભુજના ભુજીયા ડુંગરપર નિર્માણ પામેલું સ્મૃતિવન પ્રવાસીઓ માટે હોટ ફેવરિટ (Smritivan of Bhuj) પયર્ટન સ્થળ બની ગયું છે. દિવાળીની રજાઓ દરમિયાન જ 24 હજારથી વધારે લોકોએ સ્મૃતિ વનના ભૂકંપ મ્યુઝિયમની મુલાકાત લીધી છે.

ગોઝારો ભૂકંપ વર્ષ 2001માં કચ્છમાં આવેલા ગોઝારા ભૂકંપમાં જીવ ગુમાવનારા દિવંગત આત્માઓની યાદમાં રુપિયા 375 કરોડના ખર્ચે 75 એકરમાં આકાર પામેલા અર્થક્વેક મ્યુઝિયમ અને સંગ્રહાલય સ્મૃતિવન તારીખ 23 સપ્ટેમ્બરથી મુલાકાતીઓ માટે ખુલ્લું મુકાયું હતું. જાહેર જનતા માટે સ્મૃતિવન ખુલ્લું મુકાયા બાદ પ્રવાસીઓનો સતત ધસારો રહ્યો છે. તો દિવાળીની રજાઓમાં પણ મુલાકાતીઓની સંખ્યા 24000થી વધારે નોંધાઈ છે.

24000થી વધુ મુલાકાતીઓ24000થી વધુ મુલાકાતીઓએ લીધી મુલાકાત લીધી છે. સ્મૃતિવનના પ્રોજેક્ટ મેનેજર વ્યોમ અંજારિયાએ ટેલીફોનીક માહિતી આપતા જણાવ્યું હતું કે, "વર્ષ 2001માં કચ્છમાં આવેલ ભૂકંપ નહીં પરંતુ પૃથ્વીની રચનાથી લઈને ભૂકંપ જેવી કુદરતી આપદા મુદ્દે લોકોને સમજણ આપતા નિદર્શન સાથે નિર્માણ પામેલ છે. દિવાળીની 5 દિવસની રજાઓ દરમિયાન 24000 થી વધારે લોકોએ મુલાકાત લીધી છે તો 7000 થી વધારે ટિકિટોનું વેંચાણ થયું છે. દિવાળી અને નૂતન વર્ષના પ્રથમ દિવસ વચ્ચે ધોકાના દિવસે સૌથી વધારે 2039 ટિકિટ વેંચાઈ હતી જે થકી 5626 પ્રવાસીઓ મ્યુઝિયમની મુલાકાત લીધી "હતી.

સ્મૃતિવનની વિશેષતા મ્યૂઝિયમમાં કુલ આઠ બ્લોક છે. જેમને પુન: સંરચના, પુન:પરિચય, પુન:પ્રત્યાવર્તન, પુન:નિર્માણ, પુન:વિચાર, પુન:આવૃતિ અને પુન:સ્મરણ નામ આપવામાં આવ્યું છે. અહીં ઐતિહાસિક હડપ્પન વસાહતો, ભૂકંપને લગતી વૈજ્ઞાનિક માહિતી, ગુજરાતની કળા અને સંસ્કૃતિ, વાવાઝોડાનું વિજ્ઞાન, રિયલટાઇમ અપાતકાલિન સ્થિતિ અંગે ક્ન્ટ્રોલ રૂમ દ્વારા સમજૂતિ તેમજ ભૂકંપ બાદના ભુજની સાફલ્યગાથાઓ અને રાજ્યની વિકાસયાત્રા વર્કશોપ અને પ્રેઝન્ટેશનના માધ્યમથી દર્શાવવામાં આવી છે. 2001 ના ભૂકંપની અનુભૂતિ કરવા માટે એક વિશેષ થિયટેરનું નિર્માણ કરવામાં આવ્યું છે જે વિશ્વમાં સૌથી મોટા સ્ટિમ્યુલેટર પૈકી એક છે. અહીં ધ્રુજારી અને ધ્વનિ તથા પ્રકાશના સંયોજનથી એક વિશેષ પરિસ્થિતિનો અનુભવ કરાવવામાં આવશે.

આધુનિક ટેક્નોલોજીથી સુસજજસ્મૃતિવનમુલાકાતીઓને અહીં એક ઉમદા અનુભવ મળે તે હેતુથી આધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તેમાં 50 ઓડિયો-વિઝ્યુઅલ મોડલ, હોલોગ્રામ, ઇન્ટરેક્ટિવ પ્રોજેક્શન અને વર્ચ્યુઅલ રિયાલીટીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જીવાશ્મોનું પ્રદર્શન પણ લોકો અહીં જોઇ શકશે. આ સ્થળ સ્થાનિક કળા સંસ્કૃતિ અને ભૂકંપ બાદની સાફલ્યાગાથાની સાથે વિજ્ઞાનનો એક અદભૂત સમન્વય કરવામાં આવ્યો છે.

ABOUT THE AUTHOR

...view details