ગુજરાત

gujarat

નડીયાદના સંતરામ મંદિર દ્વારા રામ મંદિર માટે 52 લાખ રુપિયાનું દાન

By

Published : Mar 6, 2021, 3:45 PM IST

ખેડા જિલ્લાના નડીયાદના સુપ્રસિદ્ધ સંતરામ મંદિર દ્વારા અયોધ્યામાં બની રહેલા રામ મંદિર નિર્માણ માટે રુપિયા 52 લાખ નિધિ અર્પણ કરવામાં આવી હતી. રામ મંદિર નિર્માણ માટે સંતરામ મંદિર દ્વારા આ નિધિ અર્પણ કરવામાં આવી હતી. મંદિરના મહંત દ્વારા રુપિયા 52 લાખનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો.

નડીયાદના સંતરામ મંદિર દ્વારા રામ મંદિર માટે 52 લાખ રુપિયાની નિધિ અર્પણ કરાઈ
નડીયાદના સંતરામ મંદિર દ્વારા રામ મંદિર માટે 52 લાખ રુપિયાની નિધિ અર્પણ કરાઈ

  • અયોધ્યામાં બની રહેલા રામ મંદિર માટે નિધિ અર્પણ
  • નડીયાદના સંતરામ મંદિરના મહંતે ચેક કર્યો અર્પણ
  • રુયિપા 52 રામ મંદિર નિર્માણ નિધિમાં અર્પણ કર્યાં

નડીયાદઃ અયોધ્યા ખાતે બની રહેલા ભવ્ય શ્રીરામ મંદિરના નિર્માણ માટે સંતરામ મંદિર દ્વારા ફાળો આપવામાં આવ્યો હતો. નડીઆદના સંતરામ મંદિરના મહંત રામદાસજી મહારાજ દ્વારા ખેડા જિલ્લા વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાઓને રુપિયા 52 લાખનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે મંદિરના સંતો તેમજ વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

સંતરામ મંદિરના મહંત રામદાસજી મહારાજ દ્વારા ખેડા જિલ્લા વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાઓને રુપિયા 52 લાખનો ચેક અર્પણ કરવામાં આવ્યો

આ પણ વાંચોઃ રામ મંદિર નિર્માણ માટે ગુજરાતીઓએ 14 દિવસમાં કર્યુ 100 કરોડનું દાન

નડીયાદ સ્થાનિક ચોક્સી મહાજન એસોસિએશન દ્વારા રુપિયા 2.05 લાખ નિધિ અર્પણ કરાઈ

આ સાથે જ નડીઆદ સ્થાનિક ચોક્સી મહાજન એસોસિએશન દ્વારા પણ રામ મંદિર નિર્માણ માટે 2.05 લાખનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો. અયોધ્યા ખાતે બની રહેલા ભવ્ય રામ મંદિર માટે તાજેતરમાં સમગ્ર દેશમાં રામ જન્મભૂમિ તિર્થક્ષેત્ર નિધિ સમર્પણ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. આ ઉપરાંત ઘરે ઘરે જઈને પણ નિધિ સમર્પણનો કાર્યક્રમ યોજાયો હતો.

ABOUT THE AUTHOR

...view details