ગુજરાત

gujarat

મહુધામાં વેલ્ડિંગ કરતા લકઝરી બસમાં આગ લાગી, એકને ઇજા

By

Published : Jan 25, 2020, 11:45 PM IST

ખેડા જિલ્લાના મહુધામાં વેલ્ડિંગ કરતા ખાનગી લકઝરી બસમાં આગ લાગી હતી. જેમાં બસ બળીને ખાખ થઇ ગઇ હતી. સ્થાનિકો દ્વારા પાણી છાંટી આગ પર કાબૂ મેળવાયો હતો. ઘટનામાં એક વ્યક્તિ ઈજાગ્રસ્ત થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.

ખેડા
ખેડા

ખેડાઃ જિલ્લાના મહુધામાં ખાનગી લકઝરી બસમાં વેલ્ડિંગ કરતી વખતે તણખા ઉડતા બસમાં આગ લાગી હતી. ધીમે ધીમે પુરી બસ આગની ઝપેટમાં આવતા બળીને ખાક થઇ ગઇ હતી. આ ઘટનાને લઈ નાસભાગ મચી ગઈ હતી અને મોટી સંખ્યામાં લોકો એકત્ર થઇ ગયા હતા.

મહુધામાં વેલ્ડિંગ કરતા લકઝરી બસમાં આગ લાગી, એકને ઇજા

આગ લગતા નડિયાદ ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી. જો કે, ફાયર બ્રિગેડ પહોંચે તે પહેલા સ્થાનિકો દ્વારા નગરપાલિકાના પાણીના ટેન્કરથી બસ પર પાણી છાંટી આગ પર કાબુ મેળવાયો હતો. ઘટનામાં સદનસીબે કોઇ જાનહાની થઇ નથી. એક વ્યક્તિને ઇજા થતાં તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.

ABOUT THE AUTHOR

...view details