ગુજરાત

gujarat

ખેડાના કઠલાલ નજીક કાર અકસ્માતમાં પાંચના મોત

By

Published : Dec 10, 2021, 2:34 PM IST

ખેડા જીલ્લાના કઠલાલ નજીક મોડી રાત્રે કાર અને ટેન્કર વચ્ચે ગમખ્વાર અકસ્માત (Tragic accident) થયો હતો. જેમાં ઘટના સ્થળે ચાર વ્યક્તિના કરૂણ મોત નિપજ્યા હતા. જ્યારે અન્ય એક વ્યક્તિ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા તેનું સારવાર દરમિયાન મોત નિપજ્યુ હતું.

ખેડાના કઠલાલ નજીક કાર અકસ્માતમાં પાંચના મોત
ખેડાના કઠલાલ નજીક કાર અકસ્માતમાં પાંચના મોત

  • ખેડાના કઠલાલ નજીક કાર અને ટેન્કર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો
  • ચાર વ્યક્તિનું ઘટના સ્થળે અને એકનું સારવાર દરમ્યાન મૃત્યુ
  • મૃતદેહોને પોસ્ટ મોર્ટમ માટે કઠલાલ સરકારી હોસ્પિટલ ખાતે ખસેડાયા

ખેડા:અકસ્માતમાં કારમાં સવાર ચાર વ્યક્તિના ઘટના સ્થળે જ કરૂણ મોત નિપજ્યા હતા. જ્યારે અન્ય એક વ્યક્તિને ગંભીર ઈજાઓ પહોંચી હતી. ઘટનાની જાણ થતા કઠલાલ પોલીસ ઘટના સ્થળ પર પહોંચી હતી અને કાર્યવાહી હાથ ધરી હતી. ઈજાગ્રસ્ત વ્યક્તિને સારવાર અર્થે 108મારફતે કઠલાલની ખાનગી હોસ્પિટલ ખસેડાયો હતો. જ્યાં સારવાર દરમિયાન તેનું મૃત્યુ નિપજ્યુ હતું. મૃતદેહોને પોસ્ટ મોર્ટમ માટે કઠલાલ સરકારી હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા.

ખેડાના કઠલાલ નજીક કાર અકસ્માતમાં પાંચના મોત

ઓવરટેક કરવા જતાં સર્જાયો અકસ્માત

કઠલાલ કપડવંજ રોડ પર ઓવરટેક કરવા જતાં કાર અને ટેન્કર વચ્ચે ભયંકર અકસ્માત સર્જાયોહતો. ધડાકાભેર બંને વાહનો ટકરાતા સ્વીફ્ટ કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો.

મૃતકો અમદાવાદ અને સુરેન્દ્રનગર જીલ્લાના

કારમાં અકસ્માતમાં સવાર સુરેશભાઈ ચમનભાઈ મેણીયા (ઉ. વ. 30, રહે. બાબાજીપુરા, તા. લખતર, જિ. સુરેન્દ્રનગર), વિક્રમ બાલુભાઇ પાભરીયા (ઉ. વ. 35, રહે. બાબાજીપુરા, તા. લખતર, જિ. સુરેન્દ્રનગર), ભરતભાઈ કેશાભાઈ જમોડ (ઉ.વ. 45, રહે. ચેજરા, તા.વિરમગામ, જિ. અમદાવાદ), પ્રભુભાઈ લાખાભાઈ બકુડીયા (ઉ. વ. 35, રહે. વસવલીયા, તા.વિરમગામ, જિ. અમદાવાદ) ચાર વ્યક્તિના ઘટના સ્થળે જ કરૂણ મોત નિપજ્યા હતા. જ્યારે સારવાર દરમિયાન સુનીલ હરીભાઇ કુમાદરા (ઉ. વ. 24, રહે. વસવલીયા, તા.વિરમગામ, જિ. અમદાવાદ) મૃત્યુ નિપજ્યુ હતું. મૃતકો અમદાવાદ તેમજ સુરેન્દ્રનગર જીલ્લાના વતની હતા.જેઓ કારમાં પરત જઈ રહ્યા હતા તે દરમિયાન અકસ્માત સર્જાયો હતો.
આ પણ વાંચો:નડીયાદ નજીક ST બસ અને પીકઅપ વાન વચ્ચે અકસ્માત, 2ના મોત

આ પણ વાંચો:ખંભાતના માર્ગ પર ભંયકર અકસ્માતમાં 5 મોત, ત્રણ ઈજાગ્રસ્ત , બે પરિવારના બાળકોએ માતા પિતાની છત્રછાયા ગુમાવી

ABOUT THE AUTHOR

...view details