ETV Bharat / state

ખેડા નેશનલ હાઈવે પર ST બસ-બાઈક વચ્ચે અકસ્માત, 3ના મોત

author img

By

Published : Jul 20, 2020, 12:52 PM IST

ખેડા નેશનલ હાઇવે નંબર-8 પર ભૂમેલ રેલવે બ્રિજ પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. એસટી બસ અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાતાં બે વ્યક્તિના ઘટના સ્થળે તેમજ એક મહિલાનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.

ખેડા નેશનલ હાઈવે પર એસટી બસ અને બાઈક વચ્ચે અકસ્માતમાં 3નાં મોત
ખેડા નેશનલ હાઈવે પર એસટી બસ અને બાઈક વચ્ચે અકસ્માતમાં 3નાં મોત

ખેડા: ખેડા નેશનલ હાઇવે નંબર-8 પર આવેલ ભૂમેલ ગામે રેલવે બ્રિજ પાસે ગત મોડી સાંજે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં એસટી બસ પાછળ ધડાકાભેર બાઈક અથડાયું હતું. બાઇક અથડાતાં બાઈક પર સવાર બે પુરુષોના ઘટનાસ્થળે જ મોત નિપજ્યાં હતાં.

ખેડા નેશનલ હાઈવે પર એસટી બસ અને બાઈક વચ્ચે અકસ્માતમાં 3નાં મોત
ખેડા નેશનલ હાઈવે પર એસટી બસ અને બાઈક વચ્ચે અકસ્માતમાં 3નાં મોત

જ્યારે એક મહિલા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતાં તેને સારવાર માટે ખસેડવામાં આવી હતી. જેનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. આ ઘટનાને પગલે હાઇવે પેટ્રોલિંગની ટીમ તેમ જ ચકલાસી પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને કાર્યવાહી હાથ ધરી હતી.

ખેડા નેશનલ હાઈવે પર એસટી બસ અને બાઈક વચ્ચે અકસ્માતમાં 3નાં મોત

તમામ મૃતક નડિયાદના કણજરી ગામના વતની હતાં. જે બાઈક પર જઈ રહ્યાં હતાં. તે દરમિયાન એસટી બસ પાછળ રોંગ સાઈડે આવી બાઈક ધડાકાભેર અથડાઈ હતી. જેમાં બાઈકનો કચ્ચરધાણ વળી ગયો હતો.

ખેડા નેશનલ હાઈવે પર એસટી બસ અને બાઈક વચ્ચે અકસ્માતમાં 3નાં મોત
ખેડા નેશનલ હાઈવે પર એસટી બસ અને બાઈક વચ્ચે અકસ્માતમાં 3નાં મોત
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.