- નડીયાદની ડૉ. બ્રેવશી રાજપૂતે ઓનલાઈન ઓડિશન આપી મિસ યુનિવર્સલ ગુજરાત ઇન્ડિયન એમ્બેસેડર 2020નો ખિતાબ જીત્યો
- દિલ્હી ખાતે મિસ યુનિવર્સલ ઇન્ડિયન એમ્બેસેડર 2020ના ખિતાબ માટે તે નોમિનેટ થઈ
- ડૉ. બ્રેવશીના પિતા નિવૃત એસઆરપી જવાન, હાલ સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવે છે
નડીઆદઃ શહેરની ફિજીયોથેરાપીસ્ટ ડૉ. બ્રેવશી રાજપુતે ઓનલાઈન ઓડિશન આપી મિસ યુનિવર્સલ ગુજરાત ઇન્ડિયન એમ્બેસેડર 2020 નો ખિતાબ જીત્યો છે. આ સાથે જ ઓનલાઈન વોટિંગમાં સૌથી વધુ વોટ મેળવી બ્રેવશીએ મિસ યુનિવર્સલ ઇન્ડિયન એમ્બેસેડરનું સબટાઇટલ મિસ પોપ્યુલર 2020નું ટાઇટલ પણ જીત્યું છે. હવે તે દિલ્હી ખાતે મિસ યુનિવર્સલ ઇન્ડિયન એમ્બેસેડર 2020ના ખિતાબ માટે તે નોમિનેટ થઈ છે. આગામી સમયમાં દિલ્હી ટાઇટલ મેળવશે તો તે આગામી સિંગાપોર ખાતે ઈન્ટરનેશનલ ટાઇટલ માટે જશે. હાલ તેના પરિવારજનોમાં ખુશી છે. આ સાથે મુખ્ય દંડક પંકજ દેસાઈએ આ ડૉકટરને તમામ રીતે મદદરૂપ થવા ખાતરી આપી છે.
નડીઆદની બ્રેવશી રાજપૂતે ઓનલાઈન ઓડિશન આપી મિસ યુનિવર્સલ ગુજરાત ઇન્ડિયન એમ્બેસેડર2020નો ખિતાબ જીત્યો
નડીઆદમાં રહેતા મૂળ મહારાષ્ટ્રના જલગાવના રહેવાસી એસઆરપીના નિવૃત જવાન નાનાભાઈ ઇન્દ્રવદન રાજપૂત અન્ય પુત્ર પુત્રીઓ પૈકી નાની દીકરી પ્રતિભાને ભણાવી મોટી કરી. જોકે તે ખાનગી ટીચર છે અને તેના પતિ એક ફેકટરીમાં સિક્યુરિટીની ફરજ બજાવે છે. એવામાં તેના ત્યાં દીકરી બ્રેવશીનો જન્મ થયો. નનાભાઈએ આ પૌત્રીના સપના પૂર્ણ કરવા નિર્ણય કર્યો. બ્રેવશીના માતા-પિતા સક્ષમ ન હોવાને કારણે નાનાએ પરિવારના સહયોગથી પોતાના ખર્ચે બ્રેવશીને ફિજીયોથેરાપીસ્ટ બનાવી અને તેના મોડલિંગના શોખ પણ પુરા કરવા પ્રયત્ન કર્યા.