ગુજરાત

gujarat

Junagadh News: માતાજી આવતા હોવાની અંધશ્રદ્ધામાં દીકરી દાઝી, યજ્ઞમાં હાથ-પગ મૂકી દીધા

By

Published : Mar 30, 2023, 3:48 PM IST

જૂનાગઢના મોટી ઘસારી ગામના પરિવારજનોએ દીકરીને માતાજી આવતા હોવાના આડમાં પારખા લીધા છે. માતાજીના મંદિરે હાથ પગ સાથે અગ્નિના પારખા કરતા દીકરી દાઝી હતી. સમગ્ર મામલે ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી છે.

Junagadh News : માતાજી આવતા હોવાની આડ મૂકીને પારખા લેતા દીકરી યજ્ઞમાં દાઝી, પરિવારજનો પર ફરિયાદ
Junagadh News : માતાજી આવતા હોવાની આડ મૂકીને પારખા લેતા દીકરી યજ્ઞમાં દાઝી, પરિવારજનો પર ફરિયાદ

અંધશ્રદ્ધાની પરાકાષ્ઠા માતાજીના યજ્ઞમાં માસુમ પુત્રીને કર્યા આગના પારખા

જૂનાગઢ : કેશોદ તાલુકાના મોટી ઘસારી ગામ અંધશ્રદ્ધાના કિસ્સાને લઈને ચર્ચામાં જોવા મળે છે. ગત 28 અને 29 તારીખના દિવસે પાડોદર ગામમાં આવેલા કાદાવાળી ખોડીયાર મંદિરમાં માતાજીના ચાલતા યજ્ઞમાં પટેલ પરિવારની પુત્રીને કોઈ વળગાડ હોવાને આડ મૂકીને યજ્ઞમાં હાથ પગ સાથે અગ્નિ પરીક્ષા કરવામાં આવી હતી. જેમાં દીકરીના હાથ અને પગના ભાગે દાઝી જ હતા. જેને લઈને સારવાર માટે કેશોદ હોસ્પિટલે ખસેડવામાં આવી હતી, ત્યાંથી તેને જુનાગઢ ખસેડવામાં આવી છે, સમગ્ર મામલાને લઈને ઈજાગ્રસ્ત કિશોરીની માતા પતિ સહિત પરિવારના સાત સભ્યો સામે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

આ પણ વાંચો :જામનગરમાં પ્રેમના પારખા, લવ મેરેજના ખારે જમાઈ સાસુના જીવ લીધા

પરિવારજનોએ કિશોરી પર ગુજાર્યો અત્યાચાર : મોટી ઘસારી ગામના પટેલ પરિવારે સાથે મળીને કિશોરી પર અંધશ્રદ્ધાને લઈને અમાનવીય અત્યાચાર ગુજાર્યો છે. નવરાત્રી દરમિયાન ખોડીયાર માતાના મંદિરે માતાજીની પૂજા અને આરાધના માટે આયોજિત યજ્ઞમાં માતાજીના અવતાર સમાન માસુમ પુત્રીને યજ્ઞની અગ્નિ પર હાથ અને પગે ચાલીને વળગાડ દૂર કરવા માટેની જે ફરજ પડાય છે. તે સભ્ય સમાજ માટે આજે પણ ચિંતાનો વિષય બને છે. આધુનિક સમયમાં આજે પણ અંધશ્રદ્ધા વ્યાપેલી જોવા મળે છે. તેનો આ કિસ્સો સૌ કોઈને આંખ ખોલી આપે છે. સમગ્ર મામલામાં કેશોદ વિભાગી પોલીસ અધિક્ષક બી.સી. ઠક્કરે જણાવ્યું હતું કે, કિશોરીની માતાની ફરિયાદ ને પગલે તેના પતિ અને પરિવારના અન્ય સાત સભ્યોની અટકાયત કરીને પોલીસ પૂછપરછ કરી રહી છે.

આ પણ વાંચો :મહિલાએ ક્રૂરતાની હદ વટાવી, 11 વર્ષની બાળકીને કરાવ્યા સત્યના પારખા

અગાઉ ધાવામાં પણ દીકરીની કરાઈ હતી :થોડા મહિનાઓ પૂર્વે ગીર સોમનાથ જિલ્લાના તાલાલા તાલુકાના ધાવા ગીર ગામમાં પણ આ જ પ્રકારે અંધશ્રદ્ધાનો ભોગ માસુમ દીકરીને બનવું પડ્યું હતું. તેમાં પણ પિતા ફઈ સહિત પરિવારના સભ્યો પર અંધશ્રદ્ધાને કારણે દીકરીને મોતને ઘાટ ઉતારી દેવાનો ખુલાસો પોલીસ ફરિયાદમાં થયો હતો. આ કિસ્સામાં મૃતક દીકરીના પિતા ફઈ સહિત પરિવારના સભ્યો આજે પણ જેલમાં જોવા મળે છે, ત્યારે ફરી એક વખત અંધશ્રદ્ધાનો આળ મૂકીને દીકરીને અત્યાચાર આપવામાં આવ્યો છે. હાલ તો કેશોદ પોલીસ પરિવારના સાત સભ્યો વિરુદ્ધ ફરિયાદ નોંધીને તેને પકડી પાડ્યા છે. તેમજ સમગ્ર મામલામાં તેમની પૂછપરછ કોઈ અજાણી જગ્યા પર કરવામાં આવી રહી છે.

ABOUT THE AUTHOR

...view details