જામનગરમાં પ્રેમના પારખા, લવ મેરેજના ખારે જમાઈ સાસુના જીવ લીધા

author img

By

Published : May 15, 2022, 5:45 PM IST

Updated : May 15, 2022, 7:59 PM IST

જામનગરમાં પ્રેમના પારખા, લવ મેરેજના ખારે જમાઈ સાસુના જીવ લીધા

જામનગરમાં વર્ષ પહેલા એક યુવકે એક યુવતી સાથે લવમેરેજ કર્યા હતા જોકે આ યુવકની આજરોજ ઘાતકી હત્યા કરવામાં આવી છે. હાપા શોરૂમ પાસે છરીના ઘા ઝીકી યુવકની હત્યા (Jamnagar Double Murder) કરવામાં આવી છે. બીજી બાજુ યુવકના સાસુની પણ હત્યા કરવામાં આવી છે ત્યારે આક્ષેપ લગાવવામાં આવી રહ્યો છે કે, ત્યારે પોલીસે ખુલાસે કર્યો હતો કે, મૃતક યુવકના પરિવારજનોએ જ સાસુની હત્યા કરી છે.

જામનગર: રવિવારના દિવસે હાપા વિસ્તારમાં ડબલ મર્ડર (Jamnagar Double Murder) થતાં સમગ્ર શહેરમાં સોપો પડી ગયો હતો. 1 વર્ષ પહેલા એક યુવકે એક યુવતી સાથે લવમેરેજ કર્યા હતા જોકે આ યુવકની આજરોજ ઘાતકી હત્યા (Jamnagar Youth murder) કરવામાં આવી હતી. હાપા શોરૂમ પાસે છરીના ઘા ઝીકી યુવકની હત્યા કરવામાં આવી છે. બીજી બાજુ યુવકના સાસુની પણ હત્યા (Jamnagar old lady murder) કરવામાં આવી છે ત્યારે આક્ષેપ લગાવવામાં આવી રહ્યો છે કે, મૃતક યુવકના પરિવારજનોએ સાસુની હત્યા કરી છે.

જામનગરમાં પ્રેમના પારખા, લવ મેરેજના ખારે જમાઈ સાસુના જીવ લીધા

આ પણ વાંચો: યુવાનોને શરમાવે તેવા 'બાપા', બન્યા સૌથી વધુ લાંબા સમયથી પેન્શન લેનારા વ્યક્તિ

જામનગર શહેરમાં ડબલ મર્ડર થતા જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુ ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને આરોપીઓની અટક કરી હતી. જો કે, સમગ્ર ખૂની ખેલ પ્રેમ પ્રકરણના હિસાબે થયો હોવાનું બહાર આવ્યું છે. જામનગરમાં એક જ દિવસમાં જમાઈ-સાસુની હત્યાથી અરેરાટી ફેલાઇ છે. પ્રેમ પ્રકરણમાં યુવાનની હત્યાની સાથે યોગેશ્ર્વર ધામમાં 50 વર્ષીય મહિલાની હત્યાની ઘટના (Yogeshvar dham murder) સામે આવતાં પોલીસ દોડતી થઇ હતી, ત્યારે પોલીસે ખુલાસે કર્યો હતો કે, મૃતક યુવકના પરિવારજનોએ જ સાસુની હત્યા કરી છે.

જામનગરમાં પ્રેમના પારખા, લવ મેરેજના ખારે જમાઈ સાસુના જીવ લીધા
જામનગરમાં પ્રેમના પારખા, લવ મેરેજના ખારે જમાઈ સાસુના જીવ લીધા

આ પણ વાંચો: જ્ઞાનવાપી વિવાદ: બીજા દિવસે પણ મસ્જિદના ઉપરના રૂમના સર્વેની કામગીરી પૂર્ણ

મહિલાની હત્યા અંગે મૃતક સોમાએ જ મહિલાની હત્યા નિપજાવી હોવાનો મૃતકની પત્નિએ આક્ષેપ લગાવ્યો હતો, ત્યારે સમગ્ર ઘટના અંગે પોલીસ દ્વારા સીસીટીવી ફુટેજ ચકાસી આરોપીની શોધખોળ હાથ ધરવામાં આવી છે.

Last Updated :May 15, 2022, 7:59 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.