ગુજરાત

gujarat

Junagadh News : બે સિનિયર મહિલાઓએ આંતરરાષ્ટ્રીય કક્ષાએ જૂનાગઢને ગૌરવ અપાવ્યું, પરંતુ સરકાર સામે કર્યું દુઃખ વ્યક્ત

By

Published : Jul 8, 2023, 5:14 PM IST

Updated : Jul 8, 2023, 6:44 PM IST

જૂનાગઢનું નામ રોશન કરનાર રમતગમતા ક્ષેત્રમાં બે બહેનોએ પેન્શન ન મળતું હોવાથી સરકાર સામે દુઃખ વ્યક્ત કર્યું છે. આ બંને સિનિયર સિટીઝન બહેનોએ અનેક દેશોમાં રમતગમતમાં ભાગ લઈને ઓલમ્પિક મેડલ વિજેતા થયા છે. 80 વર્ષ વિતાવી ચુક્યા છતાં યુવાનોને શરમાવે તેવી સ્ફ્રુતિ પણ ધરાવે છે.

Junagadh News : બે સિનિયર મહિલાઓએ આંતરરાષ્ટ્રીય કક્ષાએ જૂનાગઢને ગૌરવ અપાવ્યું, પરંતુ સરકાર સામે કર્યું દુઃખ વ્યક્ત
Junagadh News : બે સિનિયર મહિલાઓએ આંતરરાષ્ટ્રીય કક્ષાએ જૂનાગઢને ગૌરવ અપાવ્યું, પરંતુ સરકાર સામે કર્યું દુઃખ વ્યક્ત

બે સિનિયર મહિલાઓએ આંતરરાષ્ટ્રીય કક્ષાએ જૂનાગઢને ગૌરવ અપાવ્યું

જૂનાગઢ : શહેરની બે સિનિયર મહિલાઓ હીરાબેન અને ભાનુબેન રમતગમતના ક્ષેત્રમાં જૂનાગઢને આંતરરાષ્ટ્રીય કક્ષાએ સન્માન અપાવ્યું છે. આ બંને મહિલાઓ આજે જીવનના 80 વર્ષ વિતાવી ચૂકી છે. 80 વર્ષ વિતાવી છતાં યુવાનોને શરમાવે તેવી સ્ફ્રુતિને કારણે આંતરરાષ્ટ્રીય રમતોત્સવમાં સુવર્ણચંદ્રક પ્રાપ્ત કરીને જુનાગઢનું નામ ઉજાગર કર્યું છે. પરંતુ હાલ આ બંને બહેનોએ પેન્શનને લઈને દુઃખ વ્યક્ત કર્યું છે.

વિવિધ દેશોમાં રમતગમતમાં પસંદ :રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાએ સિનિયર સિટીઝન માટે આયોજિત થતા રમતોત્સવમાં હીરાબેન વાસન અને ભાનુબેન પટેલ ભાગ લીધો હતો. રાષ્ટ્રના સૌથી શ્રેષ્ઠ સિનિયર ખેલાડી તરીકે પસંદ થયા હતા, ત્યારબાદ તેમને આંતરરાષ્ટ્રીય સ્તરે મલેશિયા, રસિયા, થાઈલેન્ડ, ચાઇના અને ફ્રાન્સ જેવા દેશોમાં આયોજિત થતા સિનિયર સિટીઝનો માટેના રમતોત્સવમાં સામેલ થયા હતા. જ્યાં જુનાગઢની આ બંને મહિલાઓએ ગોલ્ડ અને રજત ચંદ્રક પ્રાપ્ત કરીને ભારતના સિનિયર ખેલાડીઓ પણ ખૂબ ઊર્જાવાન છે, તેવી પ્રતિભા સમગ્ર વિશ્વ સમક્ષ ઉજાગર કરી હતી.

ઓલમ્પિક મેડલ

સરકારની ઉદાસીનતા ખેલાડીઓ માટે ચિંતાનો વિષય : જીવનના 80 વર્ષ પાર કરી ચૂક્યા છતાં આ બંને મહિલાઓ આજે પણ દરરોજ 10થી 20 કિલોમીટર સુધી ચાલી જાય છે. આ બંને મહિલાઓએ વિદેશોમાં પણ ઝડપી ચાલ અને રીલે દોડમાં સફળ દેખાવ કરીને સુવર્ણચંદ્રક સહિત પદકો અપાવવામાં આજે સફળ રહ્યા છે. હીરાબેન ફ્રાંસ ન જઈ શકવાનો વશવશો આજે પણ ધરાવે છે પરંતુ યુવાનો તેમના માંથી પ્રેરણા પ્રાપ્ત કરે છે તેને જીવનની સાચી મૂડી અને સિદ્ધિ સમાન વર્ણવી રહ્યા છે. પરંતુ સિનિયર ખેલાડીઓને સરકાર નિભાવ ભથ્થુ એટલે કે પેન્શન આપવાની વાત ઘણા વર્ષોથી કરી રહી છે. ગુજરાતમાં આજે પણ આંતરરાષ્ટ્રીય ઓલમ્પિકમાં મેડલ પ્રાપ્ત કરેલા સિનિયર સિટીઝન ખેલાડીઓને પેન્શન મળતું નથી. જેનો વસવસો વ્યક્ત કર્યો હતો.

જે રીતે આંતરરાષ્ટ્રીય સ્તરે રમવાની તક મળી છે. તેને એક સારા અનુભવ તરીકે ગણી શકાય, તેમાંથી આજના યુવાનો પ્રેરણા પ્રાપ્ત કરે છે. ફ્રાન્સ ખાતે આંતરરાષ્ટ્રીય સિનિયર સિટીઝન રમતોત્સવમાં વિધુર છે, માટે જવાની તક પ્રાપ્ત નથી થઈ તેનું દુઃખ આજે ક્યાંક જોવા મળે છે. - હીરાબેન વાસન (ઓલમ્પિક મેડલ વિજેતા)

ભાનુબેન પટેલે શું કહ્યું : ભાનુબેન પટેલે આજના યુવાનોને તમામ પ્રકારના વ્યસનોથી દૂર રહીને રમતગમતના ક્ષેત્રમાં ખૂબ જ નામના પ્રાપ્ત કરી શકાય છે. તે દિશામાં આગળ વધવાની સલાહ આપી હતી. તો વધુમાં રાજ્યની સરકારે સિનિયર સિટીઝન કે જેમણે આંતરરાષ્ટ્રીય રમતોમાં ઉજ્જવળ દેખાવ કરીને ચંદ્રકો પ્રાપ્ત કર્યા છે. તેને નિભાવ ભથ્થું એટલે કે પેન્શન આપવાની વાત કરી હતી, પરંતુ રાજ્યની સરકાર જાણે કે સિનિયર સિટીઝનોને આજે ભૂલી રહી છે. તેને લઈને તેમને દુઃખ પણ વ્યક્ત કર્યું હતું.

  1. Porbandar News : પોરબંદર જિલ્લા રમત ગમત કચેરીમાં મહિલાઓનો મારામારીનો વિડીયો વાયરલ
  2. Guinness World Records 2023: સાઇના નહેવાલને રોલ મોડલ બનાવી માત્ર 6 વર્ષની ઉંમરે મેળવ્યા 100થી વધુ મેડલ
  3. Kutch News : કચ્છી રમત બખમલાખડાએ જમાવ્યું આકર્ષણ, જાણો કોમી એકતા દર્શાવતી રમત વિશે
Last Updated :Jul 8, 2023, 6:44 PM IST

ABOUT THE AUTHOR

...view details