ETV Bharat / state

Kutch News : કચ્છી રમત બખમલાખડાએ જમાવ્યું આકર્ષણ, જાણો કોમી એકતા દર્શાવતી રમત વિશે

author img

By

Published : Apr 27, 2023, 9:38 PM IST

અબડાસાના આશાપુરા માતાજી મંદિરના પાટોત્સવમાં લોકમેળો યોજાયો છે. અહીંના પાટોત્સવમાં કોમી ભાઇચારો જોવા મળે છે ત્યાં બળબુદ્ધિના કૌશલ્ય દર્શાવતી બખમલાખડાની રમત પણ સૌનું ધ્યાન ખેંચી રહી છે. કચ્છી WWF જેવી આ રમતને માણવા મુંબઇથી આવેલા કચ્છીઓ પણ રાજી થતાં જોવા મળ્યાં હતાં.

Kutch News : કચ્છી રમત બખમલાખડાએ જમાવ્યું આકર્ષણ, જાણો કોમી એકતા દર્શાવતી રમત વિશે
Kutch News : કચ્છી રમત બખમલાખડાએ જમાવ્યું આકર્ષણ, જાણો કોમી એકતા દર્શાવતી રમત વિશે

બખમલાખડાની રમત કચ્છના કોમી એકતાના રંગો દર્શાવે છે

કચ્છ : કચ્છના અબડાસા તાલુકાના રાતા તળાવ ગામે 450 વર્ષ પ્રાચીન આશાપુરા મંદિર મધ્યે 29માં પાટોત્સવમાં હિન્દુ મુસ્લિમ ભાઈચારો એટલે કે માનવતાના મેળાના ભાગ રૂપે રમાતી બખમલાખડાની રમત કચ્છના કોમી એકતાના રંગો દર્શાવે છે. જેમાં યુવાનો પોતાના બળ જ નહી પણ બુદ્ધિનું કૌશલ્ય પણ દર્શાવે છે.

પાટોત્સવમાં કચ્છી રમતે જમાવ્યું આકર્ષણ : સરહદી જિલ્લો કચ્છ વિવિધ પ્રકારની સંસ્કૃત ધરાવતો પ્રદેશ છે. અહીંની કોમી એકતા દેશભર માટે નમૂનારૂપ છે. અબડાસા તાલુકાના રાતા તળાવ ગામે આવેલા આશાપુરા માતાજીના મંદિરના 29માં પાટોત્સવ પ્રસંગે દર વર્ષે લોકમેળો યોજાય છે.ભાઈચારાની ભાવના કાયમ રાખતા લોકમેળામાં બખમલાખડા જેવી કચ્છી રમત સર્વે હિન્દુ મુસ્લિમ ભાઈઓને જોડતી આવી છે.બખમલાખડાના ખેલ કચ્છી WWF વચ્ચે કોમી એકતાના સુંદર દ્રશ્યો લોકોને જોવા મળે છે.

આ પણ વાંચો Narnarayan Mahotsav: દ્વિશતાબ્દી ઉત્સવમાં વાસણના બદલે રોજ 5 લાખ પતરાળી ડિશનો ઉપયોગ, પર્યાવરણને નહીં થાય નુકસાન

સંસ્થા દ્વારા વિવિધ સેવાકીય કાર્યો : વીર અબડાએ અન્ય ધર્મની યુવતીઓના રક્ષણ માટે પોતાના જીવનો બલિદાન આપ્યો હતો તેવી ભૂમિ એટલે કે અબડાસા તાલુકો. કોમી એકતાના પ્રતીક રૂપી અબડાસાના રાતા તળાવ ખાતે હિન્દુ મુસ્લિમ ભાઈચારાનો પ્રતીક એવો આશાપુરા માતાજીના મંદિરનો આજે પાટોત્સવ ઉજવાયો હતો. શ્રી કચ્છી ભાનુશાળી ઓધવરામ સત્સંગ મંડળ તેમજ સંતશ્રી વાલરામજી મહારાજ પાંજરાપોળ દ્વારા રાતા તળાવ ખાતે અનેક વર્ષોથી વિવિધ સેવાકીય કાર્યો તેમજ આ પાટોત્સવનું આયોજન કરવામાં આવે છે.

બખમલાખડા કુશ્તીમાં લોકો ભેગા થયા : બખમલાખડા અંગે ETV Bharat સાથે વાતચીત કરતાં અગ્રણી છત્રસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, આશાપુરા માતાજીના મંદિર ખાતે વહેલી સવારે પૂજા-આરતી, હોમ-હવન અને ધ્વજારોહણ જેવા ધાર્મિક ક્રિયાકાંડ બાદ સર્વે ધર્મના લોકો અહીં માતાજીનો પ્રસાદ ગ્રહણ કરે છે. તો બપોર બાદ માનવતાના આ મેળામાં સર્વે ધર્મના લોકો કચ્છી કુશ્તી એટલી બખમલાખડામાં ભાગ લે છે તો કચ્છના વિવિધ ગામડાઓમાંથી અનેક લોકો નિહાળવા એકઠાં થાય છે. કચ્છી WWF તરીકે ઓળખાતી બખમલાખડા કુશ્તીમાં બે પહેલવાનો ધૂળિયા મેદાનમાં કુશ્તી કરે છે જેને જોવા હજારોની સંખ્યામાં લોકો ભેગા થાય છે અને કોમી એકતાનું દર્શન થાય છે.

આ પણ વાંચો Narnarayan Dev Mahotsav: ભુજના માર્ગ પર ભવ્ય શોભાયાત્રા, દેશભક્તિની કૃતિઓ રજૂ થઈ

બળ અને બુદ્ધિ કૌશલ્યની રમત : આ કચ્છી રમતમાં ફક્ત બળ જ નહીં પણ બુદ્ધિ કૌશલ્ય પણ એટલું જ જરૂરી છે. આ કુશ્તીમાં સામેવાળાને કઈ રીતે મ્હાત આપી શકાય તેની વ્યૂહરચના ઘડીને રમાતી આ રમતમાં કુસ્તીબાજોને હજારો રૂપિયાના ઈનામ પણ મળે છે.પ્રથમ આવનાર વિજેતાને 11,000 નું ઈનામ પણ આપવામાં આવે છે. તેમજ લોકો તરફથી ખાસ અભિવાદન કરાય છે.તો અન્ય 7500, 5100, 4100,3100,2500 જેવા ઇનામ પણ અપાય છે.આ રમત જોવા લોકો મુંબઈથી પણ અહીં આવે છે.આ રમત માત્ર રમત સુધી સીમિત નથી પરંતુ ભાઇચારાનું એક પ્રતીક પણ છે. કચ્છ બહાર વસતા કચ્છીઓની નવી પેઢી પણ આ ખેલથી રોમાંચિત થાય છે.

બળબુદ્ધિના કૌશલ્ય દર્શાવતી બખમલાખડાની રમત
બળબુદ્ધિના કૌશલ્ય દર્શાવતી બખમલાખડાની રમત

મુંબઈથી બખમલાખડો માણવા આવ્યા લોકો : મુંબઈથી આવેલા રણછોડભાઈ નંદાએ જણાવ્યું હતું કે,અને દર વર્ષે માતાજીના પાટોત્સવ નિમિત્તે કચ્છ આવી છીએ અને ખાસ કરીને કચ્છની સંસ્કૃતિ અને કોમી એકતાના આ માનવમેળામાં દર્શન થાય છે અને ખાસ મુંબઈ થી આ કચ્છી WWF બખમલાખડો જોવા માટે અમે આવીએ છીએ.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.