ગુજરાત

gujarat

Junagadh News : અષાઢ વદ પાંચમ લોહાણા સમાજની નાગ પંચમી આજે, નાગદેવતાનું વિશેષ પૂજન

By

Published : Jul 7, 2023, 5:55 PM IST

આજે અષાઢ વદ પાંચમ એટલે કે લોહાણા સમાજની નાગ પંચમીનો તહેવાર મનાવાઈ રહ્યો છે. આજના દિવસે મહિલાઓ દ્વારા રાફડાની માટીમાંથી નાગદેવતા બનાવીને તેનો ધાર્મિક વિધિવિધાન સાથે પૂજન કરીને નાગ પંચમીની ઉજવણી કરી રહી છે

Junagadh News : અષાઢ વદ પાંચમ લોહાણા સમાજની નાગ પંચમી આજે, નાગદેવતાનું વિશેષ પૂજન
Junagadh News : અષાઢ વદ પાંચમ લોહાણા સમાજની નાગ પંચમી આજે, નાગદેવતાનું વિશેષ પૂજન

ધાર્મિક વિધિવિધાન સાથે પૂજન કરીને નાગ પંચમીની ઉજવણી

જૂનાગઢ : અષાઢ પાંચમના દિવસે લોહાણા સમાજ દ્વારા નાગ પંચમીની ઉજવણી કરવામાં આવતી હોય છે. ત્યારે જૂનાગઢમાં આવેલા જલારામ ભક્તિધામ ખાતે પણ વહેલી સવારથી જ લોહાણા સમાજની મહિલાઓ દ્વારા નાગ પંચમીના તહેવારને લઈને નાગદેવતાની પૂજા અભિષેક અને આરતી કરીને ધાર્મિક રીતે લોહાણા સમાજની નાગ પંચમીના તહેવારની ઉજવણી કરી હતી.

મહિલા ભક્તે આપ્યો પ્રતિભાવ : અષાઢ વદ પાંચમના દિવસે આવતી નાગ પંચમીને લઈને પૂજા વિધિમાં સામેલ અનિલાબેન બથીયાએ ઈટીવી ભારત સાથે એક્સક્લુઝિવ વાતચીત કરી હતી.

આજનો દિવસ લોહાણા સમાજની મહિલાઓ માટે ખૂબ મહત્વનો છે. જે રીતે નાગ દેવતાનુ પૂજન થાય છે તેમને જે પ્રસાદ અર્પણ કરવામાં આવે છે તે સમગ્ર સૃષ્ટિના કલ્યાણની સાથે જગતના તાત ખેડૂતને પણ ખૂબ મદદરૂપ બને તે માટે પણ આજની ઉજવણી પાછળનો ધાર્મિક ઉદ્દેશ્ય જોડાયેલો છે...અનિલાબેન બથીયા(શ્રદ્ધાળુ)

આજના દિવસે મગ ચણા અને બાજરી ધરાવાય છે: અષાઢ વદ પાચમના દિવસે આવતી નાગ પંચમીના દિવસે નાગદેવતાને દૂધની સાથે ફણગાવેલા ચણા મગ અને બાજરી પ્રસાદ તરીકે અર્પણ કરવામાં આવે છે. જેની પાછળ પણ ધાર્મિક માન્યતા જોડાયેલી છે. નાગદેવતા મોટેભાગે ખેતર વિસ્તારમાં રાફડો બનાવીને રહેતા હોય છે. ત્યારે ચોમાસાની ઋતુમાં સમગ્ર સૃષ્ટિ પર આ જ રીતે કૃષિ પેદાશોના વાવેતર થાય તેમાં ખૂબ સારું ઉત્પાદન મળે તેવી ધાર્મિક ભાવના સાથે આજના દિવસે નાગ દેવતાને દૂધની સાથે ફણગાવેલા મગ ચણા અને બાજરીનો પ્રસાદ પણ અર્પણ કરવામાં આવે છે.

રાફડાની માટીમાંથી બને છે નાગદેવતા : અષાઢ વદ પાંચમના દિવસે લોહાણા સમાજની નાગ પંચમીની ઉજવણી વિશેષ પ્રકારે થતી હોય છે. શ્રાવણ મહિનામાં આવતી નાગ પંચમી નાગદેવતાના સ્થાપિત મંદિરોમાં પૂજા અને અભિષેક થતો હોય છે. પરંતુ અષાઢ મહિનાની પાંચમના દિવસે આવતી નાગ પંચમીમાં મહિલાઓ દ્વારા ખેતરના રાફડામાંથી ધૂળ એકત્ર કરીને તેમાંથી નાગ દેવતાની પ્રતિમાનુ નિર્માણ કરવામાં આવે છે. તે રીતે પણ અષાઢ વદ પાચમના દિવસે આવતી લોહાણા સમાજની નાગ પંચમી વિશેષ બની રહે છે.

  1. આજે નાગપંચમીઃ નાગ ક્યારેય દૂધ પીતા નથી, નાગની પૂજા સાથે આજે રક્ષણ કરવું જરૂરી
  2. ભારતમાં નાગ પંચમી પર અહી ભરાય છે સાપનો મેળો
  3. નાગ પંચમી 2022, જાણો કાલસર્પ દોષની શાંતિની પૂજા કરવાની પદ્ધતિ

ABOUT THE AUTHOR

...view details