ગુજરાત

gujarat

Gir National Park : જંગલનો રાજા તરસ છુપાવતો કેમેરામાં થયો કેદ

By

Published : Mar 7, 2023, 4:02 PM IST

ગીર અભયારણ્યમાં વાઇલ્ડ લાઇફની દુનિયામાં સાવજનો આહ્લાદક કહી શકાતો વિડીયો સામે આવ્યો છે. સાસણ ગીરમાં જંગલના રાજાની દિનચર્યા કંડારાય છે. સિંહ તરસ છુપાવતો હોય તેવું કેમેરામાં કંડારવાની તક વાઇલ્ડ લાઇફ ફોટોગ્રાફર કરીમ કડીવારને પ્રાપ્ત થઈ છે.

Gir National Park : જંગલનો રાજા તરસ છુપાવતો કેમેરામાં થયો કેદ
Gir National Park : જંગલનો રાજા તરસ છુપાવતો કેમેરામાં થયો કેદ

વાઇલ્ડ લાઇફની દુનિયામાં સાવજનો આહ્લાદક વિડિયો આવ્યો સામે

જૂનાગઢ : વાઇલ્ડ લાઇફની દુનિયામાં જેને અદભુત કહી શકાય તે પ્રકારનો વિડીયો સામે આવ્યો છે. આ વિડીયો સાસણ ગીર અભયારણ્યનો છે. થોડા દિવસ પૂર્વે વાઇલ્ડ લાઇફ ફોટોગ્રાફર કરીમ કડીવાર સાસણ ગીરની મુલાકાતે હતા. આ દરમિયાન જંગલના રાજાને પાણી પીતા કેમેરામાં કંડારવાની અદભુત તક પ્રાપ્ત થઈ હતી. આ પ્રકારનો વિડિયો વાઈલ્ડ લાઇફની દુનિયામાં ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે.

તરસ બુજાવતા સાવજ

આ પણ વાંચો :Amreli news : સિંહ પ્રેમીઓએ વ્યક્ત કરી ચિંતા, બૃહદ ગીરમાં સિંહની હલચલ વધી વિડીયો વાયરલ

વાઇલ્ડ લાઇફની દુનિયાનો અદભુત વિડીયો આવ્યો સામે :એશિયામાં એકમાત્ર ગીરમાં સિંહની હાજરી આજે પણ જોવા મળે છે, ત્યારે વાઈલ્ડ લાઇફની વિવિધતા ભર્યા સાસણ અભયારણ્યમાં પણ જંગલની દુનિયાના નિર્દોષ અને ખૂબ જ પ્રેમાળ વિડિયો સામે આવે છે. જેને કેમેરામાં કંડારવાની તક વાઇલ્ડ લાઇફ ફોટોગ્રાફર કરીમ કડીવારને પ્રાપ્ત થઈ છે. થોડા દિવસ પૂર્વે વાઇલ્ડ લાઇફ ફોટોગ્રાફર કરીમ કડીવાર સાસણની મુલાકાતે હતા. આ દરમિયાન જંગલના રાજા અભયારણ્ય વિસ્તારમાં ઉભા કરવામાં આવેલા પાણીના પોઇન્ટ નજીક પાણીની છોડો ઉડાવતાની સાથે તરસ બુજાવતા સામે આવ્યા છે. વાઇલ્ડ લાઇફની દુનિયામાં આ પ્રકારના દ્રશ્યો ભાગ્યે જ કેમેરામાં કેદ કરવાની તક મળે છે. જે તક વાઇલ્ડ લાઇફ ફોટોગ્રાફર કરીમ કડીવારને પ્રાપ્ત થઈ હતી.

વાઇલ્ડ લાઇફ

આ પણ વાંચો :Asiatic Lion: વનરાજ પણ વૃદ્ધ થાય, અમદાવાદમાં એશિયાટિક લાયન અનંતની વાટે

કરીમ કડીવારે તેમનો અનુભવ શેર કર્યો :વાઇલ્ડ લાઇફ ફોટોગ્રાફર કરીમ કડીવારે તેમનો અનુભવ ETV Bharat સાથે શેર કર્યો છે. જે પ્રકારે જંગલનો રાજા અભયારણ્ય વિસ્તારમાં તરસ બુજાવતા જોવા મળી રહ્યા છે. જે જંગલની દુનિયાને એકદમ નિર્દોષ પણે રજૂ કરી રહ્યા છે. જે પ્રકારે જંગલનો રાજા પાણી પીને પોતાની તરસ છુપાવતા જોવા મળે છે. આ પ્રકારના દ્રશ્યો કેમેરામાં કેદ કરવા પણ ખૂબ જ મૂલ્યવાન સાબિત થાય છે. જે સમયે સિંહો પાણી પીતા હોય આવા સમયે તેને કેમેરામાં કેદ કરવા પણ વાઇલ્ડ લાઇફની દુનિયામાં ખૂબ જ મહત્વનું માનવામાં આવે છે. જેને લઈને પણ આ વિડીયો જંગલની દુનિયાની દિનચર્યા પ્રદર્શિત કરી રહ્યો છે. જેને કેમેરામાં કેદ કરવાની તક વાઇલ્ડ લાઇફ ફોટોગ્રાફર કરીમ કરીવાર ને પ્રાપ્ત થઈ છે.

ABOUT THE AUTHOR

...view details