ગુજરાત

gujarat

લમ્પી વાયરસનું સંક્રમણ વધ્યું હોવાનું જીવદયા પ્રેમીઓનો દાવો

By

Published : Aug 23, 2022, 7:10 PM IST

જૂનાગઢમાં સતત લમ્પી વાયરસનો ખતરો વધી રહ્યો છે. માખી મચ્છર અને પ્રાણીઓના એકબીજાના સીધા સંપર્કમાં આવવાથી અન્ય પ્રાણીઓમા ફેલાઈ શકે છે.જેને લઈને આ વાયરસનુ સંક્રમણ અન્ય પ્રાણીમાં ફેલાવવાનો ખતરો પણ ઉભો થયો છે. Lumpy virus in Junagadh Lumpy virus

શહેરમાં લમ્પી વાયરસનું સંક્રમણ વધ્યું હોવાનું જીવદયા પ્રેમીઓનું આકલન
શહેરમાં લમ્પી વાયરસનું સંક્રમણ વધ્યું હોવાનું જીવદયા પ્રેમીઓનું આકલન

જૂનાગઢ શહેરમાં લમ્પી વાયરસનો ખતરો સતત વધે તેવા ચિંતાજનક દ્રશ્યો (Lumpy virus)સામે આવી રહ્યા છે. શહેરમાં રખડતા ઢોરમાં લમ્પી વાયરસના લક્ષણો જોવા મળી રહ્યા છે અને આજ દિન સુધી આવા રામધણના પશુ જૂનાગઢ શહેરના વિવિધ વિસ્તારોમાં (Lumpy virus in Junagadh)ફરી રહ્યા છે જેને કારણે લમ્પી વાયરસ અન્ય તંદુરસ્ત ગાય સહિત અન્ય પ્રાણીઓમાં ફેલાવવાની શક્યતાઓ ઊભી થઈ છે.

લમ્પી વાયરસનું સંક્રમણ

આ પણ વાંચોડોક્ટરોની 75 ટકા અછત વચ્ચે પણ આ જિલ્લાએ પશુઓનું 100 ટકા રસીકરણ કરી મેળવી સિદ્ધિ

જૂનાગઢમાં લમ્પી વાયરસજીવ દયાપ્રેમી હિતેશ સંઘવી જણાવી રહ્યા( Lumpy virus in Gujarat )છે કે સમગ્ર જૂનાગઢ શહેરમાં 300 કરતાં વધુ ગૌવંશમાં લમ્પી વાયરસ પ્રસરી ચૂક્યો છે. ગંભીર કહી શકાય તેવા તબક્કે વાયરસ પહોંચતા પ્રાણી ની સહાય બનીને પડી જાય છે અને અંતે મોતને ભેટી રહ્યા છે. આવી પરિસ્થિતિમાં ધર્મ સંસ્થાઓની સાથે ગાદીપતિઓ પણ લમ્પી વાયરસને લઈને પોતાની આર્થિક સામાજિક સહયોગ ગાયને લમ્પી વાયરસથી મુક્તિ મળે તે પ્રકારે કામગીરી કરવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે.

આ પણ વાંચોLumpy Virus in Gujarat લમ્પી વાયરસને લઈને કોંગ્રેસ મહિલા કોર્પોરેટરનો અનોખો વિરોધ

કેટલા પ્રકારે ફેલાઈ શકે છે લમ્પી વાયરસજૂનાગઢના પશુ તબીબ ડો દુધાત્રા એ ETV Bharat ભારત સાથેની કરેલી વાતચીતમાં તેમણે જણાવ્યું હતું કે લંબી વાયરસ ખૂબ જ ગંભીર પ્રકારનો ચામડીનો રોગ છે તે માખી, મચ્છર અને લમ્પી વાયરસ ગ્રસ્ત પ્રાણી બીજા પ્રાણીના સીધા સંપર્કમાં આવવાથી આ રોગનું સંક્રમણ અન્ય તંદુરસ્ત પ્રાણીઓમાં ફેલાઈ શકે છે. તેના પર કાબુ કરવો મુશ્કેલ પણ બની જાય છે. રામધણના પશુઓમાં લમ્પી વાયરસના લક્ષણો હોવા છતાં પણ તેની ઓળખ ગાય કે અન્ય પશુનું કોઈ માલિક નહીં હોવાને કારણે થઈ શકતી નથી જેને કારણે વાયરસ ગ્રસ્ત આવા પશુ ગામમાં ફરી રહ્યા છે. તેને ઓળખીને બહાર કાઢવાની કામગીરી પણ ખૂબ મુશ્કેલ છે. કોઈપણ વ્યક્તિ આવી લમ્પી ગ્રસ્ત પશુ તબીબોને કરે છે તેવી સ્થિતિમાં પશુ તબીબ તેનાથી બનતા પ્રયાસો કરીને ગાયને સારવાર કરવા માટે મહેનત કરી રહ્યા છે. પરંતુ રામધણમાં લમ્પી વાયરસનું સંક્રમણ વધતું રોકવુ ખૂબ જ મુશ્કેલ બની રહ્યું છે જેના કારણે પણ લમ્પી વાયરસ અન્ય તંદુરસ્ત પ્રાણીઓમાં પ્રસરી રહ્યો છે.

ABOUT THE AUTHOR

...view details