ગુજરાત

gujarat

જૂનાગઢમાં 1347 મતદાન મથકમાંથી 41 ખાસ મતદાન મથક

By

Published : Nov 23, 2022, 11:20 AM IST

જૂનાગઢમાં ચૂંટણીને લઈને મતદાન મથકમાં કામ કરતા કર્મચારીઓ માટે મતપત્રકથી મતદાન (polling station in Junagadh) પ્રક્રિયા યોજવામાં આવી હતી. જિલ્લામાં 1347 મતદાન મથકમાં 1438 અધિકારી કર્મચારી ફરજ બજાવશે. (Gujarat Assembly Election 2022)

જૂનાગઢમાં 1347 મતદાન મથકમાંથી 41 ખાસ મતદાન મથક
જૂનાગઢમાં 1347 મતદાન મથકમાંથી 41 ખાસ મતદાન મથક

જૂનાગઢ : આગામી પહેલી તારીખે ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને પ્રથમ (polling station in Junagadh) તબક્કા માટે મતદાન હાથ ધરાવા જઈ રહ્યું છે, ત્યારે મતદાન પ્રક્રિયા સાથે મતદાન મથકમાં કામ કરતા કર્મચારીઓ માટે મતપત્રકથી મતદાન પ્રક્રિયા યોજવામાં આવી હતી. જેમાં મતદાન મથકમાં મતદાનની પ્રક્રિયા સાથે સંકળાયેલા કર્મચારીઓએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. (Voting process in Gujarat)

મતદાન કર્મચારીઓનું જૂનાગઢમાં યોજાયું મતપત્રકથી મતદાન

સરકારી કર્મચારીઓનું યોજાયું પોસ્ટલ મતદાનપહેલી ડિસેમ્બરના દિવસે ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી માટે પ્રથમ તબક્કાનું મતદાન હાથ ધરાવા જઇ રહ્યું છે, ત્યારે મતદાન પ્રક્રિયા સાથે સંકળાયેલા તમામ મતદારોનું મતદાન પૂર્વે મતપત્રકો દ્વારા મતદાન કરવામાં આવ્યું છે. મતદાનના દિવસે મતદાન પ્રક્રિયા સાથે સંકળાયેલા કર્મચારીઓ પોતાના બંધારણીય અધિકાર મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે અગાઉથી તમામ કર્મચારીઓને મત પત્રક મારફતે મતદાન કરવામાં આવે છે. જે મુજબ જૂનાગઢમાં તાલુકા સેવા સદન અને પટેલ કેળવણી મંડળમાં સરકારી કર્મચારીઓના મતદાન માટેની વ્યવસ્થા ઉભી કરવામાં આવી હતી. જેમાં સરકારી કર્મચારીઓએ પોતાના મતાધિકારનો ઉપયોગ પોસ્ટલ પત્ર દ્વારા કર્યો હતો. (Polling station in Gujarat)

જિલ્લામાં 1347 મતદાન મથકપોસ્ટલ મતદાન અંગે જિલ્લા કલેક્ટરે રચિત રાજે જણાવ્યું હતું કે, જૂનાગઢ જિલ્લાની પાંચ વિધાનસભા બેઠક પર 1347 જેટલા મતદાન મથકો ઉભા કરવામાં આવ્યા છે. જેમાં 1438 જેટલા પ્રિસાઇડિંગ ઓફિસર અને આટલી જ સંખ્યામાં પોલિંગ ઓફિસરની પણ નિમણૂક કરાઈ છે. જે મતદાન મથક પર 800 કરતાં વધુ મતદાતાઓ નોંધાયેલા છે. તેમાં મતદાન મથક પર વધારાના 396 પોલિંગ ઓફિસરની નિમણૂક કરવામાં આવી છે.(Junagadh assembly seat)

41 ખાસ મતદાન મથક જિલ્લા કલેક્ટરે વધુમાં જણાવ્યું હતું કે આ વખતની ચૂંટણીમાં 41 જેટલા ખાસ મતદાન મથક ઉભા કરવામાં આવ્યા છે. જેમાં 35 મતદાન મથક સખી મતદાન મથક તરીકે ઓળખાશે. પાંચ મતદાન મથક પીડબલ્યુડી અને એક મતદાનમથક યુવા મતદાન મથક તરીકે ઓળખાશે. વધુમાં દરેક મતદાન મથકમાં ઓછામાં ઓછી એક મહિલા પોલીંગ અધિકારીની પણ નિમણૂક કરવામાં આવી છે. આ તમામ કર્મચારીઓ પોતાના મતાધિકારથી વંચિત ન રહે તેના માટે પોસ્ટલ બેલેટ દ્વારા તેમનું મતદાન હાથ ધરાયું હતું. (Gujarat Assembly Election 2022)

ABOUT THE AUTHOR

...view details