ગુજરાત

gujarat

Cyclone Biparjoy: આશ્રમો અને મંદિરોમાં સંકટના સમયમાં સેવાની સરવાણી રૂપ ફૂડ પેકેટ બનાવવાની તૈયારીઓ શરૂ

By

Published : Jun 13, 2023, 6:12 PM IST

ભવનાથના ગુરુ ગોરખનાથ આશ્રમમાંથી પ્રતિદિન 5 હજાર કરતાં વધુ ફૂડ પેકેટ તૈયાર કરીને અસરગ્રસ્ત અને સંભવિત વાવાઝોડાના વિસ્તાર વાળા ગામોમાં મોકલવામાં આવી રહ્યા છે. એક તરફ વાવાઝોડાનો ખતરો યથાવત છે તો બીજી તરફ સેવા કરનાર સંસ્થાઓ પણ કામે લાગી છે અને સેવાની સરવાણી ફેરવી છે.

cyclone-biparjoy-preparations-for-making-food-packets-of-service-in-times-of-crisis-by-gorakhnath-temples
cyclone-biparjoy-preparations-for-making-food-packets-of-service-in-times-of-crisis-by-gorakhnath-temples

સંકટના સમયમાં સેવાની સરવાણી

જૂનાગઢ: રાજ્ય પર વિનાશકારી વાવાઝોડુ સતત નજીક આવી રહી છે. સંભવિત વાવાઝોડા બાદ લોકોને ભોજન માટે કોઈ પણ પ્રકારની મુશ્કેલી ન પડે તે માટે ભવનાથના આશ્રમો અને મંદિરોમાં અસરગ્રસ્ત વિસ્તારના લોકો માટે સેવાની સરવાણી રૂપ ફૂડ પેકેટ બનાવવાની તૈયારીઓ બિલકુલ શરૂ કરી દેવામાં આવી છે. હવે અસરગ્રસ્ત વિસ્તારોમાં આ પેકેટ મોકલવામાં આવશે.

સંકટના સમયમાં સેવાની સરવાણી:સમગ્ર રાજ્ય પર વાવાઝોડા રુપી આફત બિલકુલ દરવાજે દસ્તક દઈને ઉભી છે. ભવનાથના ગુરુ ગોરખનાથ આશ્રમમાંથી પ્રતિદિન 5,000 કરતાં વધુ ફૂડ પેકેટ તૈયાર કરીને અસરગ્રસ્ત અને સંભવિત વાવાઝોડાના વિસ્તાર વાળા ગામોમાં મોકલવામાં આવી રહ્યા છે. આફતના સમયે સૌથી પહેલી જવાબદારી સમજીને ભવનાથના અનક્ષત્રો આશ્રમો અને મંદિર ટ્રસ્ટ દ્વારા લોકોને ભોજન પ્રસાદની વ્યવસ્થા કરવાની વર્ષો જૂની પરંપરા છે.

'સંકટના આ સમયમાં ધર્મસ્થાનો અને સાધુ સંતો સદાય અગ્રેસર રહ્યા છે. ગિરનારી મહારાજની કૃપાથી ગુજરાત પર આવેલો વાવાઝોડા જેવો વિનાશક ખતરો પણ પાર કરી લેવાશે પરંતુ આ સમય દરમિયાન લોકોને થનારું નુકસાન અને ખાસ કરીને વ્યવસ્થા તંત્ર પડી ભાંગવાની સ્થિતિમાં લોકોને ભોજન પ્રસાદની કોઈ મુશ્કેલી ન પડે તે માટે તેમના દ્વારા આજથી જ પ્રસાદ મહા અભિયાન શરૂ કરાયું છે. વહીવટી તંત્રની જરૂરિયાત મુજબ 24 કલાક સેવાનો આ મહાયજ્ઞ સતત સરવાણીના રૂપમાં ગોરખનાથ આશ્રમથી વહેતો રહેશે તેઓ આશાવાદ શેરનાથ બાપુએ વ્યક્ત કર્યો છે.'-શેરનાથ બાપુ, મહંત, ગોરખનાથ આશ્રમ

ભજન, ભોજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ:સંકટના સમયમાં સેવાની સરવાણી માટે સદા અગ્રેસર સંત અને સુરાની ભૂમિ એવા જૂનાગઢમાંથી વહીવટી તંત્રનો પડકાર પડે તે પહેલા જ લોકોની સુરક્ષાની જવાબદારી જાણે કે ધર્મસ્થાનો સંતો મહંતો અને અનક્ષત્રો ઉપાડી લેતા હોય છે. આયોજિત મેળામાં લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુ ભોજન પ્રસાદ પ્રાપ્ત કરતા હોય છે. તેમાં આજે ગુરુ ગોરક્ષનાથ આશ્રમના મહંત શેરનાથ બાપુ દ્વારા સરકારી ટહેલ પડે તે પૂર્વેજ ફૂડ પેકેટ તૈયાર કરીને અસરગ્રસ્ત વિસ્તારોમાં મોકલવાની પરંપરા શરૂ કરી છે.

  1. Cyclone Biparjoy: સંભવિત વાવાઝોડા બિપરજોયને લઈને કચ્છના સાંસદ વિનોદ ચાવડાની ETV BHARAT સાથે વાતચીત
  2. Cyclone Biparjoy: ઉત્તર અને મધ્ય ગુજરાતમાં પણ જોવા મળશે વાવાઝોડાની અસર, 40 કિલોમીટર પ્રતિ કલાકે ફૂંકાશે પવન - અંબાલાલ

ABOUT THE AUTHOR

...view details