ગુજરાત

gujarat

Baba Bageshwar in Gujarat: બાબા બાગેશ્વરને આગામી દિવસોમાં કાયદાકીય પ્રક્રિયાનો કરવો પડશે સામનો

By

Published : May 26, 2023, 7:52 PM IST

જૂનાગઢ ખાતે યુથ કોંગ્રેસની બેઠક બાદ કોંગ્રેસના યુથ પ્રદેશ પ્રમુખે બાબા બાગેશ્વરને લઈને નિવેદન આપ્યું હતું. પ્રદેશ યુવક કોંગ્રેસના પ્રમુખ હરપાલસિંહ ચુડાસમાએ ગુજરાતીઓને પાગલ કહેવા બદલ બાબા બાગેશ્વરને આગામી દિવસોમાં કાયદાકીય પ્રક્રિયાનો સામનો કરવો પડશે. બાબાએ ગુજરાતીઓનું અપમાન કર્યું છે.

baba-bageshwar-in-gujarat-baba-bageshwar-will-have-to-face-the-legal-process-congres-youth-president-harpalsih-chudasama-remark-on-baba
baba-bageshwar-in-gujarat-baba-bageshwar-will-have-to-face-the-legal-process-congres-youth-president-harpalsih-chudasama-remark-on-baba

જૂનાગઢ ખાતે યુથ કોંગ્રેસની બેઠક બાદ કોંગ્રેસના યુથ પ્રદેશ પ્રમુખે બાબા બાગેશ્વરને લઈને નિવેદન આપ્યું

જૂનાગઢ:બાગેશ્વર ધામના બાબા ધીરેન્દ્ર શાસ્ત્રી હાલ કેટલા દિવસની ગુજરાતની મુલાકાતે છે. તેમની ધર્મ સભામાં ખૂબ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત પણ થઈ રહ્યા છે ત્યારે ગઈ કાલે અમદાવાદના વટવામાં ધર્મસભાનું આયોજન થયું હતું. બાબા બાગેશ્વર દ્વારા 'કેમ છો પાગલ ગુજરાતીઓ....' કહીને સંબોધન શરૂ કર્યું હતું. પાગલ ગુજરાતી શબ્દ બાબા બાગેશ્વરને કાયદાકીય આંટીઘૂંટીમાં ફસાવી શકે છે તેઓ નિર્દેશ યુવક કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ હરપાલસિંહ ચુડાસમાએ આજે જૂનાગઢ ખાતે આપ્યો છે.

'જે રીતે બાબા ધીરેન્દ્ર શાસ્ત્રી ગુજરાતમાં રહીને લોકોને ધાર્મિક રીતે ગેરમાર્ગે દોરી રહ્યા છે આવી પરિસ્થિતિમાં બાબાને ભગવાન સદબુદ્ધિ આપે તે માટે અમે પ્રાર્થના કરવાના છીએ. વધુમાં ચૂંટણીના સમયે બાબાની ધર્મસભાનું આયોજન અને તેમાં હવે ધીમે ધીમે ભાજપના નેતાઓ જોડાઈ રહ્યા છે. આ સ્પષ્ટ છે કે બાબા કોઈ એક ચોક્કસ રાજકીય પાર્ટી સાથે જોડાઈને કામ કરી રહ્યા છે. વધુમાં બાબાએ ગઈ કાલે 'કેમ છો પાગલ ગુજરાતીઓ...' કહીને સંબોધન કર્યું છે તે ગુજારટાઈઓનું અપમાન છે.' -હરપાલસિંહ ચુડાસમા, યુથ પ્રદેશ પ્રમુખ, કોંગ્રેસ

લોકસભાની ચૂંટણીમાં નવું સંગઠન:પ્રદેશ યુવક કોંગ્રેસના પ્રમુખની જવાબદારી સંભાળતા હરપાલસિંહ ચુડાસમાએ આગામી લોકસભાની ચૂંટણીને લઈને પણ જૂનાગઢ લોકસભા બેઠક પર આવતા તમામ વિધાનસભાના તાલુકા મત ક્ષેત્રો અને મોટા ગામોમાં યુવક કોંગ્રેસનું નવું સંગઠન બનાવવાને લઈને પણ કામ શરૂ કરવાની ઈચ્છા વ્યક્ત કરી છે. આગામી દિવસોમાં જુનાગઢ લોકસભા બેઠક પર પ્રત્યેક મંડળોમાં શહેર અને યુવક કોંગ્રેસના નવા કાર્યકરો પદાધિકારીઓ પ્રમુખોની ચૂંટણીમાં પક્ષને વફાદાર રહીને ખૂબ જ નિષ્ઠાપૂર્વક કામ કરી શકે તેવા યુવા કાર્યકરોને સંગઠનમાં સમાવીને લોકસભાની ચૂંટણી જીતવાની તૈયારીઓ શરૂ કરી છે.

  1. Baba Bageshwar: સંસ્કારી નગરીમાં બાબાના દિવ્ય દરબાર પૂર્વે નવલખી મેદાન ખાતે ભૂમિપૂજન કરાયું
  2. Baba Bageshwar in Surat : સુરતમાં બાબા બાગેશ્વર જે ગોપીન ફાર્મ હાઉસમાં રોકાશે, તે કંઇક આ પ્રકારનું હશે

ABOUT THE AUTHOR

...view details