Baba Bageshwar: સંસ્કારી નગરીમાં બાબાના દિવ્ય દરબાર પૂર્વે નવલખી મેદાન ખાતે ભૂમિપૂજન કરાયું

author img

By

Published : May 26, 2023, 3:28 PM IST

Updated : May 26, 2023, 4:16 PM IST

Bageshwar Dham

3 જૂને વડોદરા ખાતે બાગેશ્વરધામ પીઠાધીશ્વર પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર યોજાવાનો છે. જેને લઈને આજે નવલખી મેદાન ખાતે શહેર ભાજપ અધ્યક્ષ ડો.વિજય શાહ અને નવશક્તિ ગરબા મહોત્સવના કમલેશ પરમાર દ્વારા ભૂમિપૂજન કરાયું હતું.

3 જૂને વડોદરા ખાતે બાગેશ્વરધામ પીઠાધીશ્વર પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર

વડોદરા: બાગેશ્વરધામ પીઠાધીશ્વર પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીના આગામી 3 જૂને વડોદરા ખાતે યોજાનાર કાર્યક્રમને લઈ આજે નવલખી મેદાન ખાતે ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. આ ભૂમિપૂજન કાર્યક્રમમાં શહેર ભાજપ અધ્યક્ષ ડો.વિજય શાહ અને નવશક્તિ ગરબા મહોત્સવના કમલેશ પરમાર દ્વારા પૂજાવિધિ સંપન્ન કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં રાજયના મુખ્યપ્રધાન ઉપસ્થિત રહે ત્યાં સુધી પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

નવલખી મેદાન ખાતે ભૂમિપૂજન કરાયું
નવલખી મેદાન ખાતે ભૂમિપૂજન કરાયું

3 જૂને વડોદરા ખાતે દિવ્ય દરબાર: સુરતમાં ધારાસભ્ય સંગીતા પાટીલના માધ્યમથી કાર્યક્રમનું આયોજન થયું છે. અમદાવાદ અને રાજકોટના કાર્યક્રમ પછી તેઓ વડોદરા ખાતે આવશે. ગઇકાલે અમદાવાદમાં તેઓએ ખૂબ સરસ વાત કરી હતી કે હવે ભાગવાનો નહીં પણ ભગવાનો સમય આવ્યો છે. બહુ સુચિત ઉક્તિ એમના માધ્યમથી થઈ છે. સનાતન ધર્મની પરંપરા સાથે જોડાયેલા છે અને હનુમાનજીના પરમ ભક્ત છે અને વડોદરા એ ગુજરાતનું સાંસ્કૃતિક પાટનગર છે, ત્યારે કમલેશભાઇ પરમાર અને તેમની સમગ્ર ટીમ આયોજક તરીકે અને અમે સૌ તેમના સહયોગી તરીકે આ કાર્યક્રમમાં જોડાયા છે. વડોદરા શહેરના તમામ ધારસભ્યો, સાંસદ આયોજન સમિતિમાં જોડાયા છે.

" નવશક્તિ ગરબા મહોત્સવ અને અન્ય સંસ્થા દ્વારા જે બાબાજીને નવલખી ગ્રાઉન્ડમાં લાવવામાં આવી રહ્યા છે ત્યાં ભૂમિપૂજનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. આ કાર્યક્રમમાં 3 જૂને સાંજે 5થી 9 સુધી મોટા ભાગના વડોદરા શહેરના મહાનુભાવો, સંતો, મહંતો, અધિકારીઓ લગભગ દરેક સંસ્થા અને ઉચ્ચ રાજ્ય સ્તરે અધિકારીઓ, પ્રધાનો અને મુખ્યપ્રધાનને લાવવા સુધીનો પ્રયત્ન છે. બાબા મારા એક ગુરુજી અને પ્રેરણા સ્ત્રોત છે, તેઓને સંતની વ્યાખ્યામાં મૂકી શકાય. જેની જેવી આસ્થા હોય અને તેઓ ખૂબ સારું કામ કરી રહ્યા છે અને મારા પ્રેરણાસ્ત્રોત અને ભગવાન જેવા છે." - કમલેશ પરમાર, નવશક્તિ ગરબા મહોત્સવ

ખુરશીમાં બેસવા માટે રજિસ્ટ્રેશન: વડોદરા શહેરના તમામ લોકો આ કાર્યક્રમમાં પધારે, દિવ્ય દરબાર છે, નિશુલ્ક દરબાર છે. સાંજે 5થી 9ના સમયમાં આ દિવ્ય દરબારનું આયોજન કરવામાં આવ્યું છે. માત્ર એવા લોકો કે જે લોકો પલાઠી વાળીને બેસી શકતા નથી. તેમના માટે રજીસ્ટ્રેશન રાખવામાં આવ્યું છે. તે લોકોને એક નંબર આપવામાં આવ્યો છે. એ નંબર પર રજીસ્ટ્રેશન કરાવવુ ફરજીયાત છે. કેટલી ખુરશીઓની વ્યવસ્થા કરવી એ ખબર પડે એ માટે તેમના માટે રજીસ્ટ્રેશન કરવાનું રહેશે.

" બાગેશ્વરધામ સરકાર સેવા સમિતિ વડોદરા મહાનગર દ્વારા 3 જૂનના રોજ બાબના દિવ્ય દરબારનું આયોજન કરવામાં આવ્યું છે. શહેર જિલ્લામાંથી 50 હજારથી 1 લાખ લોકો એમના દર્શન માટે પધારી શકે છે. તેને ધ્યાનમાં રાખીને તે પ્રકારનો ડોમ અને સામે બેસવા માટે ખુરશી સાથેની વ્યવસ્થા અને ભારતીય પરંપરા મુજબ બેઠકની વ્યવસ્થાનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત લોકો માટે પાણી અને સરબતની વ્યવસ્થાનું આયોજન કરવામાં આવશે." - ડો.વિજય શાહ, ભારતીય જનતા પાર્ટીના શહેર અધ્યક્ષ

  1. Baba Bageshwar in Gujarat: સુરતમાં ફાઇવસ્ટાર હોટલ અને રિસોર્ટને ટક્કર મારે એવા ગોપીન ફાર્મ હાઉસમાં ધીરેન્દ્ર શાસ્ત્રી રોકાશે
  2. Baba Bageshwar in Surat: સુરતની પ્રજાને પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીએ 'પાગલ' કહી, સાધુવાદ આપ્યો...

1 લાખ સુધી ભક્તો આવવાની સંભાવના: ઉપરાંત તેમણે જણાવ્યું કે તમામ કાર્યક્રમ નિર્વિધ્ને પાર પડે તેના માટે આજે ભૂમિપૂજન કાર્યક્રમ અને ભગવાન ગણપતિને યાદ કરીને કાર્યક્રમની શરૂઆત કરી રહ્યા છીએ. આ કાર્યક્રમમાં સમગ્ર વડોદરા શહેર-જિલ્લા અને મધ્ય ગુજરાતમાંથી સૌ લોકો દિવ્ય દરબારમાં પધારે એવી અમારી તમારા માધ્યમથી વિનંતી છે. 50 હજારથી 1 લાખ લોકો આ કાર્યક્રમમાં પધારે તેવી વ્યવસ્થા ઉભી કરાઈ છે. ભાજપ એ સહયોગી સંસ્થા નથી, પણ ભાજપના કાર્યકરો સહયોગી છે. અન્ય પક્ષના અને અન્ય વિચારધારા સાથે જોડાયેલા લોકો ધાર્મિક કાર્યક્રમમાં સહકાર આપે છે.

હિન્દુ સામાજીક વ્યવસ્થાનો ભાગ: ધીરેન્દ્ર શાસ્ત્રી હિન્દુ રાષ્ટ્રની માંગ કરી રહ્યા છે, તે અંગે તેઓએ જણાવ્યું કે ભારત એ વર્ષોથી હિન્દુ રાષ્ટ્ર તરીકે જ ઓળખાતુ હતુ અને હિન્દુ છે એ કોઇ ધર્મ નથી. હિન્દુ એ સામાજીક વ્યવસ્થાનો એક પ્રકાર છે. એ સંજોગોમાં એમણે જે માંગણી કરેલી છે. એ માંગણી એમના માધ્યમથી એમને કોઇ ઉચિત જગ્યા પર કરી હશે પણ આપણે તો સનાતન ધર્મમાં માનનારા લોકો છે. ભારતમાં વસવાટ કરતો દરેકે દરેક વ્યક્તિ એ પોતે હિન્દુ છે અને હિન્દુ પરંપરાની વાત આવતી હોય, ત્યારે એમના માધ્યમથી એ લોકોને સારુ અને સુંદર માર્ગદર્શન આવનારા સમયમાં મળવાનું છે.

Last Updated :May 26, 2023, 4:16 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.