ગુજરાત

gujarat

Azadi Ka Amrit Mahotsav: દામોદર કુંડમાં ગાંધીજીના અસ્થિ વિસર્જનું જૂનાગઢ આજે પણ લઈ રહ્યું છે ગર્વ

By

Published : Feb 20, 2022, 6:12 AM IST

દેશમાં આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત (Azadi Ka Amrit Mahotsav )ઉજવણી થઈ રહી છે. આઝાદીની લડાઈમાં ભાગ લઈને દેશને અંગ્રેજોની ગુલામીમાંથી મુક્ત કરાવવા માટે મહાત્મા ગાંધીજીનું યોગદાનબહુમુલ્ય છે. ગાંધીજીનું મોત થયા બાદ તેમની અંતિમ ઇચ્છા અનુસાર તેમના અસ્થિઓનું વિસર્જન (Dismemberment of Mahatma Gandhi )માત્ર બે જગ્યા પર કરવામાં આવે આ બે જગ્યા પૈકી એક જગ્યા ગિર તળેટીમાં આવેલા પવિત્ર દામોદર કુંડ છે.

Azadi Ka Amrit Mahotsav
Azadi Ka Amrit Mahotsav

જૂનાગઢઃહાલ સમગ્ર દેશમાં આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત (Azadi Ka Amrit Mahotsav )ઉજવણીથઈ રહી છે. આઝાદીની લડાઈમાં ભાગ લઈને દેશને અંગ્રેજોની ગુલામીમાંથી મુક્ત કરાવવા માટે મહાત્મા ગાંધીજીનુંયોગદાન બહુમુલ્ય છે. જેને દેશ ક્યારેય ભૂલી શકે તેમ નથી ત્યારે મોહનદાસ કરમચંદ ગાંધી મહાત્મા ગાંધી અને અંતે રાષ્ટ્રપિતાના નામથી ગાંધીજીને ઓળખવામાં (Father of the Nation Mahatma Gandhi )આવ્યા ગાંધીજીનું મોત થયા બાદ તેમની અંતિમ ઇચ્છા અનુસાર તેમના અસ્થિઓનું વિસર્જન (Dismemberment of Mahatma Gandhi )માત્ર બે જગ્યા પર કરવામાં આવે આ બે જગ્યા પૈકી એક જગ્યા ગિર તળેટીમાં આવેલા પવિત્ર દામોદર કુંડ (Junagadh Damodar Kund)છે. અહીં 1948માં 12 મી ફેબ્રુઆરીના દિવસે મહાત્મા ગાંધીના અસ્થિનું વિસર્જન તેમના પૌત્ર શામળદાસ ગાંધીની હાજરીમાં કરાયું હતું.

જૂનાગઢ આજે પણ ગર્વ છે

આ પણ વાંચોઃઆઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત નડીયાદ ખાતે ચિત્ર પ્રદર્શનનું આયોજન

મહાત્મા ગાંધીજીના અસ્થિ વિસર્જનનું બહુમાન જૂનાગઢ આજે પણ લઈ રહ્યું છે

વર્ષ 1948નું એ 12 મી ફેબ્રુઆરીના દિવસે સવારના 09:30 કલાકે મહાત્મા ગાંધીના પૌત્ર શામળદાસ ગાંધીની હાજરીમાં દામોદર કુંડ ખાતે ગાંધીજીની અંતિમ ઇચ્છા મુજબ તેમના અસ્થિ ઓનુ વિસર્જન કરાયું હતું. ગાંધીની સાથે દામોદર તીર્થક્ષેત્રના પુરોહિતો ભાનુશંકર ઠાકર વિષ્ણુપ્રસાદ ગીરધરલાલ અને કૃપાશંકર ઠાકરે ધાર્મિક વિધિ વિધાન સાથે ગાંધીજીના અસ્થિનું પૂજન કરીને તેને પવિત્ર દામોદર કુંડમાં પ્રવાહિત કરાયા હતા. ગાંધીજીના અસ્થિ વિસર્જનને લઈને દામોદરકુંડની સાથે જૂનાગઢ પણ ખૂબ જ ગર્વ અનુભવી રહ્યું છે. આજે જ્યારે દેશમાં આઝાદીનો અમૃત મહોત્સવ ચાલી રહ્યો હોય ત્યારે રાષ્ટ્રપિતાની અંતિમ ઇચ્છા અનુસાર તેમના અસ્થિ ઓને જૂનાગઢમાં વિસર્જિત કરવામાં આવ્યા હતા અને ઘટના અંગે જૂનાગઢ માટે ખૂબ જ મૂલ્યવાન બની રહી છે.
આ પણ વાંચોઃઅમદાવાદમાં આઝાદીના અમૃત મહોત્સવ નિમિતે પોલીસ જવાનોની સાયકલ રેલી

ABOUT THE AUTHOR

...view details