ETV Bharat / bharat

જામિયા મિલિયા ઇસ્લામિયા યુનિવર્સિટીના આ સ્થાપક સભ્યો પાસેથી સ્વાતંત્ર્ય સેનાનીઓ લેતા હતા તબીબી સહાય

author img

By

Published : Oct 31, 2021, 6:52 AM IST

ડો. મુખ્તાર અહેમદ અંસારી (Mukhtar Ahmed Ansari) અને હકીમ અજમલ ખાને (Hakim Ajmal Khan) સ્વતંત્રતા સેનાનીઓને તબીબી સહાય પૂરી પાડીને ભારતની સ્વતંત્રતા ચળવળ (India's independence movement)માં ઘણું યોગદાન આપ્યું હતું. જામિયા મિલિયા ઇસ્લામિયા યુનિવર્સિટીના સ્થાપક સભ્યોએ અસહકાર ચળવળ માટે મહાત્મા ગાંધી (Mahatma Gandhi)ના આહ્વાનમાં ગહન છાપ છોડી હતી.

જામિયા મિલિયા ઇસ્લામિયા યુનિવર્સિટીના આ સ્થાપક સભ્યો પાસેથી સ્વાતંત્ર્ય સેનાનીઓ લેતા તબીબી સહાય
જામિયા મિલિયા ઇસ્લામિયા યુનિવર્સિટીના આ સ્થાપક સભ્યો પાસેથી સ્વાતંત્ર્ય સેનાનીઓ લેતા તબીબી સહાય

  • દેશના સામાજિક-રાજકીય ક્ષેત્રે જામિયા મિલિયા ઇસ્લામિયાની મહત્વપૂર્ણ ભૂમિકા
  • ડૉ. મુખ્તાર અહેમદ અંસારી અને હકીમ અજમલ ખાને JMUની સ્થાપનાની આગેવાની લીધી
  • સ્વાતંત્ર્ય સેનાનીઓનો ભરોસો બન્યા હતા કોંગ્રેસ અને મુસ્લિમ લીગના આ બંને સભ્ય

નવી દિલ્હી: ભારતની સૌથી પ્રતિષ્ઠિત યુનિવર્સિટીઓમાંની એક જામિયા મિલિયા ઇસ્લામિયા (Jamia Millia Islamia University) મહાત્મા ગાંધી (Mahatma Gandhi)ના અંગ્રેજોનો પ્રતિકાર કરવા માટે અસહકાર ચળવળની હાકલમાંથી જન્મી હતી. 29 ઓક્ટોબર, 1920ના રોજ સ્થપાયેલી યુનિવર્સિટીને એક સદી વીતી ગઈ છે અને દેશના સામાજિક-રાજકીય ક્ષેત્રે તે યોગ્ય ભૂમિકા ભજવી રહી છે.

જામિયા મિલિયા ઇસ્લામિયા યુનિવર્સિટીના આ સ્થાપક સભ્યો પાસેથી સ્વાતંત્ર્ય સેનાનીઓ લેતા હતા તબીબી સહાય

ગાંધીવાદી અસહકાર ચળવળનું લંપટ બાળક

જવાહરલાલ નેહરુ (Jawaharlal Nehru)એ તેને 'ગાંધીવાદી અસહકાર ચળવળનું લંપટ બાળક' ગણાવ્યું હતું. જ્યારે ભારત આઝાદીના 75 વર્ષની ઉજવણી કરી રહ્યું છે, ત્યારે જામિયાના સ્થાપક સભ્યો ડૉ. મુખ્તાર અહેમદ અંસારી (MA Ansari) અને હકીમ અજમલ ખાનને શ્રધ્ધાંજલિ અર્પણ કરવી મહત્વપૂર્ણ છે.

સ્વતંત્રતા સંગ્રામને અવિરત સમર્થન

તેઓએ JMUની સ્થાપનાની આગેવાની લીધી એટલું જ નહીં, પરંતુ આંદોલનકારીઓ અને ક્રાંતિકારીઓની સારવાર કરીને સ્વતંત્રતા સંગ્રામને તેમનું અવિરત સમર્થન પણ આપ્યું. ડૉ. અંસારીએ 1928થી 1936 સુધી JMUના વાઇસ ચાન્સેલર તરીકે સેવા આપી હતી. કોંગ્રેસ અને મુસ્લિમ લીગના આ સભ્ય એ સ્વાતંત્ર્ય સેનાનીઓ માટે ભરોસો બન્યા હતા જેમણે સ્વાસ્થ્ય સમસ્યાઓનો સામનો કર્યો હતો.

દેશની આઝાદીની લડતમાં મહત્વની ભૂમિકા

ઈતિહાસકાર સોહેલ હાશ્મીએ જણાવ્યું હતું કે, ડૉ. M.A.અંસારીએ હેલ્થકેર દ્વારા દેશની આઝાદીની લડતમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. તે દિવસોમાં ભારતમાં 3 મહાન સર્જનો પ્રખ્યાત હતા અને તે હતા કોલકાતાના ડૉ. બિધાનચંદ્ર રાય, મુંબઈના મિરાજકર અને દિલ્હીના ડૉ. મુખ્તાર અહેમદ અંસારી. દિલ્હીના દરિયાગંજમાં ડૉ. M.A. અંસારીનું એક મોટું ઘર હતું, જ્યાં દિલ્હીમાં યોજાયેલા કૉંગ્રેસના અધિવેશનમાં ભાગ લેનારા મુખ્ય પ્રતિનિધિઓ આવતા-જતા.

અલગ-અલગ વિચારધારા ધરાવતા સ્વાતંત્ર્ય સેનાનીઓ આવતા

એ યાદ કરતાં હાશ્મીએ કહ્યું કે, ઘણા સ્વાતંત્ર્ય સેનાનીઓ ડૉ.અંસારીની પાસે સારવાર માટે આવતા હતા અને તેઓ આશ્રય આપતા હતા. હાશ્મીએ ઉમેર્યું હતું કે, અલગ-અલગ વિચારધારા ધરાવતા સ્વાતંત્ર્ય સેનાનીઓ, પછી તે કોંગ્રેસ હોય, સમાજવાદી હોય, સામ્યવાદી હોય કે અંડરગ્રાઉન્ડ ચળવળના લોકો હોય, દરેક જણ ડૉ. અંસારી પાસે આવતા અને જરૂર પડ્યે તેમના ઘરે આશ્રય લેતા. એક રસપ્રદ કિસ્સો શેર કરતા હાશ્મીએ કહ્યું કે, મહાત્મા ગાંધી જ્યારે સ્વતંત્રતા સેનાનીઓ દિલ્હી આવતા ત્યારે પૂછતા કે તેમના રાજા કોણ છે? અને લોકો ડૉક્ટર અંસારીનું નામ કહેતા હતા.

બ્રિટિશ શિક્ષણ પ્રણાલી સામે બળવો

1920માં અસહકાર ચળવળ શરૂ થઈ અને ગાંધીજી સાથે શૌકત અલી, મોહમ્મદ અલી, મૌલાના અબ્દુલ કલામ આઝાદ સહિતના અગ્રણી નેતાઓએ બ્રિટિશ શિક્ષણ પ્રણાલી સામે બળવો કર્યો. બ્રિટિશરો દ્વારા સમર્થિત અથવા સંચાલિત તમામ શૈક્ષણિક સંસ્થાઓનો બહિષ્કાર કરવાની હાકલના જવાબમાં રાષ્ટ્રવાદી શિક્ષકો અને વિદ્યાર્થીઓનું એક જૂથ અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાંથી બહાર નીકળી ગયું, આ રીતે તેમણે યુનિવર્સિટીના બ્રિટિશ તરફી વલણ વિરુદ્ધ અસંમતિ દર્શાવી. તેમાં મૌલાના મેહમુદ હસન, મૌલાના મોહમ્મદ અલી, હકીમ અજમલ ખાન, ડો. મુખ્તાર અહમદ અંસારી અને અબ્દુલ મજીદ ખ્વાજાનો સમાવેશ થતો હતો.

જામિયા માટે ગાંધીજી વાટકો લઇને પૈસા માંગવા તૈયાર હતા

શરૂઆતમાં ભાડાના મકાનમાં વર્ગો શરૂ થયા અને થોડા વર્ષો પછી ગાંધીજીના સમર્થનથી હકીમ અજમલ ખાન, ડૉ. મુખ્તાર અહેમદ અંસારી અને અબ્દુલ મજીદ ખ્વાજાએ 1925માં જામિયાને અલીગઢથી નવી દિલ્હીના કરોલ બાગમાં સ્થળાંતર કરી. ગાંધીએ કહ્યું હતું કે, "જામિયાને ચલાવવા માટે જો તમે પૈસાને લઇને ચિંતિત છો, તો હું વાટકો લઇને માંગવા જઈશ."

ભાડાની બિલ્ડિંગમાં શિક્ષણની શરૂઆત થઈ

ઈતિહાસકાર હાશ્મીએ વિગતે જણાવ્યું કે, “શરૂઆતમાં ભાડાની બિલ્ડિંગમાં શિક્ષણની શરૂઆત થઈ, થોડા વર્ષો પછી જામિયાને દિલ્હીના કરોલ બાગમાં શિફ્ટ કરવામાં આવી અને હકીમ અજમલ ખાને મોટાભાગનો ખર્ચ ઉઠાવ્યો. અજમલ ખાને અંગ્રેજોએ આપેલું વિદ્વાનનું બિરુદ પરત કર્યું. અજમલ ખાનના સન્માન તરીકે તેમને ભારતીયો દ્વારા મસીહ-ઉલ-મુલ્કનું બિરુદ આપવામાં આવ્યું હતું.

શરીફ મંઝિલમાં હોસ્પિટલનું નિર્માણ

અજમલ ખાનના પિતાએ બલ્લીમારનમાં શરીફ મંઝિલમાં હોસ્પિટલનું નિર્માણ કરાવ્યું હતું, પરંતુ ધીરે ધીરે શરીફ મંઝિલ કોંગ્રેસ કાર્યાલયમાં ફેરવાઈ ગઈ અને દિલ્હીમાં કોંગ્રેસ કાર્યકારી સમિતિની દરેક બેઠકો ત્યાં યોજાવા લાગી.

1934માં ડૉ.અંસારીનું અવસાન

જામિયા પ્રેસ, મકતબા અને પુસ્તકાલય સિવાય જામિયાની તમામ સંસ્થાઓને બાદમાં નવા કેમ્પસમાં ખસેડવામાં આવી હતી. 1927માં અજમલ ખાનનું અવસાન થયું અને જામિયા આર્થિક રીતે રસ્તા પર આવી ગઈ. 1934માં ડૉ.અંસારીનું અવસાન થયું અને બંનેને જામિયાની ધરતી પર દફનાવવામાં આવ્યા. 'When the going gets tough, the tough get going', જામિયા અને અજમલ ખાન માટે આનાથી વધારે સાચું બીજું કંઇ ન હોઈ શકે. ડૉ. અંસારીના યોગદાને જામિયાના વિદ્યાર્થીઓની પેઢીઓને આગળ વધારી અને દેશના સામાજિક માળખાને પ્રભાવિત કર્યું.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.