ગુજરાત

gujarat

MLA Divyeshbhai Akbari : ધારાસભ્ય દિવ્યેશભાઈને 51 હજારનો ચુનો લગાવવા આવ્યા ઠગ ગુરુજી, જાણો સમગ્ર મામલો

By ETV Bharat Gujarati Team

Published : Oct 11, 2023, 4:28 PM IST

જામનગરમાં કોઈ સામાન્ય વ્યક્તિ નહીં પરંતુ એક ધારાસભ્ય સાથે ઠગાઈનો બનાવ બન્યો છે. અજાણ્યા શખ્સે ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરીને ફોન કરી ગુરુજીના આશીર્વાદ આપવાના નામે રુ. 51 હજારની માંગ કરી હતી. પરંતુ ધારાસભ્ય ઠગની દાનત પારખી જતા પોલીસને આ અંગે જાણ કરી હતી. જાણો સમગ્ર મામલો ધારાસભ્યના શબ્દોમાં...

MLA Divyeshbhai Akbari
MLA Divyeshbhai Akbari

ધારાસભ્ય દિવ્યેશભાઈને 51 હજારનો ચુનો લગાવવા આવ્યા ઠગ ગુરુજી

જામનગર : સામાન્ય નાગરિક નહિ પરંતુ એક ધારાસભ્ય સાથે છેતરપિંડીનો બનાવ સામે આવ્યો છે. જામનગરના ધારાસભ્યને પ્રમોશન મળે તે માટે આશીર્વાદ આપવા મારા ગુરુજી તત્પર છે, તેમ જણાવી એક શખ્સે ફોન કર્યા પછી રૂ.51 હજારના કવરની માગણી કરી હતી. આ શખ્સની વાતચીતથી વહેમાયેલા ધારાસભ્યએ પોલીસને આ અંગે માહિતી આપી હતી. આ પ્રકરણમાં જામનગર પોલીસે ત્રણ ચીટર શખ્સોની અટકાયત કરી હોવાનું ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરીએ જણાવ્યું હતું.

ઠગે પાથરીજાળ :આ બનાવ અંગે ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરીએ જણાવ્યું હતું કે, થોડા દિવસ પહેલા એક અજાણ્યા વ્યક્તિએ કોલ કરીને જણાવ્યું હતું કે, પોતે એક ગુરુજીના શિષ્ય છે. આ શખ્સે ગુરુજીએ તમારું રાજકીય પ્રમોશન પાક્કું છે તેવા આશીર્વાદ પાઠવ્યા છે, તેમ કહી વાતોની જાળ પાથરી હતી. ત્યારબાદ પોતે અમરેલીથી બોલતો હોવાનું અને હમણાં ગુરુજી સાથે વાત કરાવું તેમ કહી આ શખ્સે આશીર્વાદ માટે વિધિ કરવી પડશે તેમ કહ્યું હતું. બાદમાં હળદર સહિતની ચીજવસ્તુઓ મૂકી ત્રણ કવર તૈયાર કરવા જણાવ્યું હતું.

ધારાસભ્યની પારખુ નજર : વધુ વાત કરતા તે શખ્સે એક કવરમાં રૂ.51 હજાર મૂકવાનું કહેતા ધારાસભ્યએ રૂ.101 મૂકીશ તેમ કહ્યું હતું. તેના જવાબમાં અજાણ્યા શખ્સે કહ્યું કે, આટલા મોટા સમુદાયના ધર્મગુરુ તમને પ્રમોશન માટે આશીર્વાદ આપી રહ્યા છે, ત્યારે ઓછામાં ઓછા રૂ.51 હજાર મૂકવા પડશે. તમને પ્રમોશન મળે તે માટે આશીર્વાદ આપવા અમારા ગુરૂજી તત્પર છે તેમ જણાવી રૂ. 51 હજારના કવરની માંગણી કરી હતી.

અજાણ્યા ઠગ ઝડપાયા : જોકે અજાણ્યા શખ્સની વાત પરથી ધારાસભ્યને કોઈ ઠગ પોતાની સાથે વાત કરતો હોવાનું અનુમાન આવી ગયું હતું. આ રકમ પોતે આપી શકે તેમ નથી તેમ કહેતા સામા છેડે રહેલા શખ્સે રૂ. 21 હજાર કવરમાં મૂકવા કહ્યું હતું, પરંતુ તે રકમ પણ આપવાની ધારાસભ્યએ ના પાડી હતી. આ શખ્સની વાતચીતને પારખી ગયેલા ધારાસભ્ય દિવ્યેશ અકબરીએ પોલીસને જાણ કરી હતી. પોલીસે તાત્કાલિક તપાસ શરુ કરી જૂનાગઢથી બોલી રહેલા અજાણ્યા શખ્સના સગડ દબાવ્યા હતા. આખરે જામનગર પોલીસે એસ.ટી. ડેપો પાસેથી ત્રણ શખ્સોને ઝડપી પાડ્યા છે. ઉપરાંત અજાણ્યા શખ્સોની પૂછપરછ હાથ ધરી છે.

  1. Jamnagar Building Collapses : નોધારી બનેલી બંને દીકરીઓને મળીને મહિલા સાંસદ અને ધારાસભ્ય થયા ભાવુક
  2. Surat Crime : કામરેજ તાલુકામાં અસામાજિક તત્વોએ ખેતરને બનાવ્યું નિશાન, 1000 નીલગીરીના વૃક્ષ કાપી નાખ્યા

ABOUT THE AUTHOR

...view details