ETV Bharat / state

Jamnagar Building Collapses : નોધારી બનેલી બંને દીકરીઓને મળીને મહિલા સાંસદ અને ધારાસભ્ય થયા ભાવુક

author img

By

Published : Jul 17, 2023, 5:40 PM IST

જામનગરમાં સાધના કોલોની વિસ્તારમાં જર્જરિત ઇમારત ધરાશાયી થઈ હતી. આ દુર્ઘટનામાં ત્રણ વ્યક્તિના મોત નિપજ્યા હતા તથા અન્ય 5 વ્યક્તિ ઈજાગ્રસ્ત બન્યા હતા. ત્યારે આજે સાંસદ પૂનમબેન માડમ, ધારાસભ્ય રિવાબા જાડેજા અને ધારસભ્ય દિવ્યેશ અકબરીએ અસરગ્રસ્ત વ્યક્તિઓની મુલાકાત કરી હતી. ઉલ્લેખનિય છે કે, દુર્ઘટનામાં મૃત્યુ પામેલ ત્રણ વ્યક્તિઓના પરિવારજનોને અને ઈજાગ્રસ્તોને સહાય રકમ જાહેર કરવામાં આવી છે.

નોધારી બનેલી બંને દીકરીઓને મળીને મહિલા સાંસદ અને ધારાસભ્ય થયા ભાવુક
નોધારી બનેલી બંને દીકરીઓને મળીને મહિલા સાંસદ અને ધારાસભ્ય થયા ભાવુક

અસરગ્રસ્ત વ્યક્તિઓની મુલાકાત કરી

જામનગર : તાજેતરમાં જ જામનગરમાં સાધના કોલોની વિસ્તારમાં જર્જરિત ઇમારત ધરાશાયી થઈ હતી. આ દુર્ઘટનામાં ત્રણ વ્યક્તિના મોત નિપજ્યા હતા. તથા અન્ય 5 વ્યક્તિ ઈજાગ્રસ્ત બન્યા હતા. ત્યારબાદ સરકાર દ્વારા મૃતકોના પરિવારજનોને અને ઈજાગ્રસ્તોને સહાય રાશીની જાહેરાત કરવામાં આવી હતી. ત્યારે આજરોજ મૃતકના પરિજનોનો સહાય ચેક અને ઈજાગ્રસ્તોને પણ સહાય આપવામાં આવી હતી. આ તકે સાંસદ પૂનમબેન માડમ, ધારાસભ્ય રિવાબા જાડેજા અને ધારસભ્ય દિવ્યેશ અકબરીએ સ્થાનિક લોકો અને અસરગ્રસ્ત વ્યક્તિઓની મુલાકાત કરી હતી.

દીકરીઓનો ચમત્કારીક બચાવ : ઉલ્લેખનિય છે કે, આ ઈમારત ધરાશાયી થતા એક પરિવારના પતિ-પત્ની અને પુત્રનું મોત નિપજ્યું હતું. જોકે બે દીકરીઓનો ચમત્કારી બચાવ થયો હતો. એક દીકરી કાટમાળમાં ફસાઈ હતી તો બીજી દીકરી સ્કૂલે ગઈ હોવાના કારણે બચાવ થયો હતો. મુખ્ય પ્રધાનના રાહત ફંડમાંથી દુર્ઘટનામાં મૃત્યુ પામેલ ત્રણ વ્યક્તિઓના પરિવારજનોને મૃતક દીઠ રૂ.૪ લાખ રુપીયાની સહાય રાશી ચુકવવામાં આવશે. આ દુર્ઘટનામાં અન્ય પાંચ વ્યક્તિઓ ઘાયલ થયા હતા. આ ઈજાગ્રસ્તોને વ્યક્તિદીઠ રૂ.૫૦ હજારની સહાય રકમ જાહેર કરવામાં આવી છે. આમ સાધના કોલોની ઇમારત દુર્ઘટનામાં મૃતકોના પરિવારજનો તથા ઇજાગ્રસ્તોને કુલ રૂ.૧૪,૫૦,૦૦૦ની સહાય DBT ના માધ્યમથી ચુકવવામાં આવશે.

રિવાબાએ લીધી જવાબદારી : જામનગર અને દેવભૂમિ દ્વારકાના સાંસદ પૂનમ માડમ પરિવારને મળી તેઓને સાત્વના પાઠવી હતી. આ દુર્ઘટનામાં ચમત્કારીક રીતે બચી ગયેલ બંને દીકરીઓને સાંસદ પૂનમ માડમ મળ્યા અને ભાવુક બન્યા હતા. ઉલ્લેખનિય છે કે, ધારાસભ્ય રિવાબા જાડેજાએ આ બંને દીકરીઓના શિક્ષણની તમામ જવાબદારીઓ સંભાળી છે. આ ઉપરાંત ત્યાં ધારાસભ્ય દિવ્યેશ અકબરી પણ ઉપસ્થિત રહ્યા હતા. આગેવાનોએ મૃતકોના પરિજનોના ઘરે જઈ તેમને સાંત્વના પાઠવી તેમની રજૂઆતો સાંભળી હતી.

Jamnagar Building Collapses
Jamnagar Building Collapses

સરકારી સહાય : જામનગરના સાધના કોલોની વિસ્તારમાં આવેલ ઇમારત ગત તા.૨૩ જૂન, ૨૦૨૩ ના રોજ સાંજના સમયે ધરાશાયી થઈ હતી. આ દુર્ઘટનામાં ત્રણ વ્યક્તિઓના મૃત્યુ થયા હતા. તેમજ પાંચ લોકો ઇજાગ્રસ્ત થયા હતા. આ દુર્ઘટનામાં મૃત્યુ પામનાર ત્રણ લોકોના વારસદારોને મુખ્યમંત્રીના રાહત ફંડમાંથી પ્રતિ મૃતક દીઠ રૂ.૪ લાખની તેમ કુલ રૂ.૧૨ લાખની સહાય આપવામાં આવી છે. ઉપરાંત દુુર્ઘટનામાં ઘાયલ થનાર પાંચ ઇજાગ્રસ્તોને વ્યક્તિદીઠ રૂ.૫૦ હજાર એમ કુલ રૂ.૨ લાખ ૫૦ હજારની સહાય મંજૂર કરી દેવામાં આવી છે. આ સહાય તેમના બેન્ક ખાતામાં DBT ના માધ્યમથી જમા કરવામાં આવશે.

આગેવાનોએ કરી મુલાકાત : આજરોજ સાંસદ પૂનમબેન માડમે સાધના કોલોની ન્યુ હાઉસિંગ બોર્ડમાં દુર્ઘટનામાં મૃતકોના પરિવારજનો અને ઇજાગ્રસ્તોના પરિવારજનો સાથે મુલાકાત કરી હતી. સાંસદે પરિવારજનોને સાંત્વના પાઠવી હતી. ઘરના મુખ્ય વ્યક્તિનું મૃત્યુ થાય તેમની ખોટ પૂરી થઈ શકે નહી. પરંતુ તેમના પરિવારજનોને આર્થિક રીતે મદદરૂપ થવા માટે સરકાર દ્વારા સહાય આપવામાં આવી છે. સાંસદએ મૃતકોના પરિવારજનો તેમજ બાળકો સાથે વાતચિત કરી તેઓને જરૂર પડે ત્યારે મદદરૂપ થવા જણાવાયું હતું. તેમજ ઇજાગ્રસ્તો જલ્દીથી સ્વસ્થ થાય તેવી કામના વ્યક્ત કરી હતી. આ મુલાકાત દરમિયાન સાંસદ પૂનબેન સાથે મેયર બીનાબેન કોઠારી, ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી, રિવાબા જાડેજા, મેઘજીભાઈ ચાવડા સહિતના અગ્રણી અને અધિકારી ઉપસ્થિત રહ્યા હતા.

  1. Bhavnagar News : ભાવનગરમાં જર્જરિત ગંગાદેરીને લઈ પુરાતત્વ વિભાગની ઉપેક્ષા, સિટી મામલતદારને પણ નથી અપાતો જવાબ
  2. Jamnagar Building Collapses: આવાસની ઈમારત ધરાશાયી થતા ત્રણનાં મોત, સાતને ઈજા
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.